૯૯ ટકા લોકો છે અજાણ કે, આ ઘરેલુ ઉપચાર છે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ અને મરડાની સમસ્યાને દૂર કરવાનો રામબાણ ઈલાજ, ચાલો જાણીએ…

મિત્રો, કેરી તો બધાને ભાવતી જ હશે. ઉનાળાની ઋતુમાં કેરીની આવક ચાલુ થાય છે. લોકો આ ફળને ખૂબ ખાય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે પરંતુ, શું તમે જાણો છો, કેરીની સાથે સાથે તેની ગોટલી પણ ખૂબ ફાયદાકારક છે. તેથી કેરી ખાઈ ગોટલો ફેંકી ન દેતા તેનો મુખવાસ કે અન્ય રીતે ઉપયોગ કરી શરીરની વિટામિન બી ૧૨ ની ઉણપ પૂરી કરી શકાય છે.

કેરી ની ગોટલી ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમજ ઘણી બીમારીથી છુટકારો મળે છે. તેમ મેંગી ફેરીન તત્ત્વ હોય છે જે શરીર ના સુગર લેવલ ને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત તેમા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ,ઓઇલ અને ફાઈટોકેમિકલ્સ હોય છે. તેના મોટા ભાગના લોકો કચરામાં ફેંકી દેતા હોય છે પરંતુ, ગોટલી કેરી કરતાં પણ વધુ ફાયદાકારક હોય છે.

મનુષ્યના શરીર માં ૨૦ એમીનો એસિડ જરૂરી હોય છ. તેમાંથી અમુક એસિડ શરીરમાં બનતા જ નથી. આ પૈકી આઠ કેરીની ગોઠલીમા ભરપૂર માત્રમાં હોય છે. તે શરીરમાં પાચનક્રિયા મજબૂત કરવા ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલું ફાયબર શરીરમાંથી વધારાના સુગર નો નાશ કરે છે. આ ઉપરાંત પેટને લગતી કોઈપણ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે તેમજ ગોટલીના સોડિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનિઝ જેવા તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. સુકામેવા કરતાં પણ આ વધુ ફાયદાકારક છે.

તેમજ આપણા ખોરાકમાં પોલીસેકેરાઈડ તરીકે સ્ટાર્ચ જોવા મળે છે. આ સ્ટાર્ચ જુદો થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડી જાય છે અને લોહીમાં ભળી જાય છે. તેથી આંતરડામાં એમિલાઈમ નામના રસ ઝરે છે. આ રસ સ્ટાર્ચ માંથી સુગરને જુદી કરે છે. પરંતુ, ગોઠલીમાં મેન્ગીફેરિન તત્ત્વ આ પ્રક્રિયાને ધીમી કરી નાખે છે અને તેને લીધે ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકાય છે.

તે સ્વાદે તૂરા હોય છે. જો દૂઝતા હરસ, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલી નું સેવન કરવું. ગોટલી નો ભૂકો પાણીમાં મિક્સ કરી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી હોય તો મટે છે. કેરી ની ગોટલી ને સુકવીને સેકી તેનો ઉપયોગ થાય છે. તે કેરીના રસનું પાચન સરખી રીતે કરવામાં મદદરૂપ થાય છે. તે મરડો અથવા ઝાડા થયા હોય તો શેકેલી ગોટલી દહીં અને છાશ સાથે ખાવાથી રાહત આપે છે.

આ ઉપરાંત, માથામાં જૂ પડી હોય તો તે દૂર કરવા પણ ગોઠલી નો ઉપયોગ થાય છે. તે હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. તેમજ હ્રદય રોગ ની બીમારીમાં પણ રાહત આપે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા,સ્થૂળતા ઘટાડવા, વજન ઓછું કરવા વગેરે માટે ખૂબ ઉપયોગી છે. ગોઠલા ને સૂકવી તેની ઉપરનું કડક પદ કાઢી અંદર નો ગર્ભ ને પાણીમાં મીઠું નાખી બાફી લેવા. ત્યારબાદ તેના નાના કટકા કરી મુખવાસ બનાવી રોજ ખાવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *