૨ રૂપિયાની આ વસ્તુ છે તમારા શરીર માટે ખુબ જ ગુણદાયક, આજે જ કરો ટ્રાય અને જાણો તેના ઉપયોગની યોગ્ય રીત…

મિત્રો, જ્યારે પણ આપણા શરીરમા કેલ્શિયમની ઉણપ સર્જાય છે ત્યારે માંસપેશી અને હાડકા સંબંધિત બીમારીઓ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમની ઉણપથી ફક્ત હાડકા સંબંધિત જ નહિ પરંતુ, રક્ત સંબંધિત સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આયુર્વેદ મુજબ એવુ કહેવામા આવે છે કે, કફની સમસ્યા પણ કેલ્શિયની ઉણપથી થાય છે.

કેલ્શિયમ એ એક ખુબ જ અગત્યનુ પોષકતત્વ છે, જે તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમા તમને પુષ્કળ માત્રામા કેલ્શિયમ મળી શકે છે અને આશ્ચર્યની વાત એ છે કે, આ વસ્તુનુ મુલ્ય પણ સાવ નજીવુ છે. ફક્ત બે રૂપિયામા મળતો ચૂનો એ તમારા શરીરમા કેલ્શિયમની માત્રા વધારીને શરીરને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે તો ચાલો જાણીએ.

પૌરુષત્વ વધારે છે :

અમુક પુરુષોમા શુક્રાણુઓ ના બનવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં જો તમે શેરડીના રસ સાથે ચૂનાનુ સેવન કરો તો તમારા શરીરમા પુષ્કળ માત્રામા શુક્રાણુ બનવાનું શરુ થઇ જાય છે. પુરુષો માટે આ ખુબ જ ફાયદેમંદ છે.

સ્મરણ શક્તિ વધે :

જો તમે એક ઘઉંના દાણા બરાબર ચૂનો લઇને તેને દહીં સાથે ખાવ તો તમારી સ્મરણ શક્તિમા વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જો દહી ના હોય તો તમે દાળ અથવા પાણી સાથે પણ તેનુ સેવન કરી શકો છો.

માસિકધર્મ સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે :

જ્યારે સ્ત્રીઓ માસિકધર્મમા હોય ત્યારે તેમણે અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જેમકે, માસિકધર્મમા અનિયમિતતા, અસહ્ય પીડા વગેરે. આ બધી જ સમસ્યાઓ માટે સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સ્ત્રીઓએ પાણી અથવા દાળ સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનુ સેવન કરવુ જોઈએ.

ગર્ભવતી સ્ત્રી માટે લાભદાયી :

ગર્ભાવસ્થા દરમિયાન આ ચૂનાનુ સેવન બાળક અને માતા બંને માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને કેલ્શિયમની ભરપૂર માત્રામા આવશ્યકતા હોય છે. એવામા ચૂનો એ કેલ્શિયમનો સર્વશ્રેષ્ઠ સ્ત્રોત બને છે. જો તમે એક ગ્લાસ દાડમના રસ સાથે એક ઘઉંના દાણા બરાબર ચૂનો લઈને તેનુ નવ માસ સુધી નિયમિત સેવન કરો તો ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

હાડકા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય :

જ્યારે આપણા કરોડરજ્જુના મણકામા ગેપનુ પ્રમાણ વધી જાય ત્યારે આ કરોડરજ્જુ સંબંધિત સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ચૂનો ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જયારે પણ હાડકુ તૂટી જાય છે અથવા તો ભાંગી જાય ત્યારે તેને જોડવા માટે ચૂનો એ સૌથી કારગર દવા સાબિત થાય છે. તૂટેલા હાડકાને ફરીથી જોડવા માટે નિયમિત સવારે ભૂખ્યા પેટે ચૂનાનુ સેવન કરવુ ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

મોઢા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય :

જો તમે કોઈપણ ગરમ કે ઠંડુ વસ્તુનુ વધારે પડતુ સેવન કરો તો તેના કારણે તમારા દાંતમા દુઃખાવો થવા લાગે છે તેમજ મોઢામા ચાંદા પણ પડવા લાગે છે, આ સમયે જો ચૂનાના પાણીનુ સેવન કરવામા આવે તો તે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. એકવાર તમે પણ આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *