વૈજ્ઞાનિકોએ આપ્યુ આ તારણ, પેટ સાથે સંકળાયેલુ છે ભોજન બાદ વરીયાળી નુ સેવન, જાણો આખી વાત…

મિત્રો, દરેક વ્યક્તિ ભોજનના અંતમા વરીયાળી મુખવાસની રીતે ખાવાનુ પસંદ કરતા હોય છે. આ પરંપરા મોટાભાગે ભારતીય લોકોના ઘરે જોવા મળે છે. સામાન્ય રીતે લોકો આ પરંપરાને માત્ર શ્વાસને તાજગી ભરેલ રાખવા માટે જ અપનાવે છે પરંતુ, તે નથી જાણતા કે સદીઓ જુનુ આ ચલણ સ્વાસ્થ્યને લગતા લાભ પણ પુરા પાડે છે. ભોજન કર્યા બાદ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે માઉથ ફ્રેશનરના રૂપમા વરીયાળી ખાવાથી અનેકવિધ પ્રકારના લાભ થાય છે, તો ચાલો જાણીએ આ લાભો વિશે.

શ્વાસની સમસ્યા દૂર થાય :

વરીયાળી એ મોઢા ની ખરાબ ગંધ થી મુક્તિ મેળવવામા સહાયરૂપ સાબિત થાય છે અને સાથે જ તે મોઢામા લાળની માત્રાને વધારવામા સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય તેમા સમાવિષ્ટ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણતત્વો શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે.

કબજીયાતની સમસ્યા દૂર થાય :

વરિયાળી નુ સેવન કરવાથી અપચો થવો, સોજા ચડી જવા, પેટ ફૂલી જવુ, એસિડિટીની સમસ્યા થવી વગેરે સમસ્યાઓથી મુક્તિ આપે છે. જો તમે ભોજન કર્યા બાદ એક ચમચી વરીયાળીનુ સેવન કરો છો તો તેમા સમાવિષ્ટ એન્ટીસ્પાસ્મોડિક અને કાર્મિનેટિવ ગુણતત્વો પેટ સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ અપાવાવમા સહાયરૂપ સાબિત થાય છે.

વજન નિયંત્રિત રહે :

આ ઉપરાંત વરીયાળામા મૂત્રવર્ધક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જેનાથી તે પાચનમા સુધાર કરવામા સહાયરૂપ સાબિત થાય છે અને મેટાબોલિઝમનુ સ્તર વધારે છે. આ વજન ઓછુ કરવાના પ્રાકૃતિક ગુણ છે. વરીયાળીને પીસી લો અને તેના પાવડરને બે વખત દરરોજ ગરમ પાણી સાથે લો તો તમારુ વજન નિયંત્રિત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *