વરસાદી વાતાવરણમા નીકળ્યા હતા પિકનિક મનાવવા, સર્જાઈ એવી ઘટના કે એક પછી એક કાર તણાવવા લાગી રમકડા ની જેમ, જાણો સમગ્ર ઘટના વિશે…

હાલ તાજા મળતા એહવાલ પ્રમાણે ઈન્દોર ના માનપુર ખાતે એક પિકનિક સ્પોટ પર થોડા દિવસ પેહલા એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા બચી છે. અહીયા એક ઝરણા ની પાસે ઘણા સ્થાનિક લોકો પિકનિક મનાવવા પહોંચ્યા હતા. અચાનક તે ઝરણા મા પાણી નો પ્રવાહ વધવા લાગ્યો અને સાથે જ ત્યાં પાસે જ ઊભેલી ગાડી પાણીમા વહવા લાગી. ત્યારબાદ લોકો પોતાના જીવ બચાવવા માટે ત્યા થી ભાગવા લાગ્યા હતા.

આ ઘટના ઈન્દોર ના મહુ તાલુકા ના માનપુર ના જોગી ભડક ઝરણા ની છે. અહીયા થોડા દિવસ પેહલા અચાનક પાણી ઉપર આવવા લાગ્યુ અને પછી થોડી વાર મા એક પછી એક આમ ચાર ગાડીઓ વહવા લાગી. જેમાંથી ત્રણ કાર ને ગ્રામજનોએ વહવા થી બચાવી હતી. આ ઘટના બનતા સમયે બેટલિયા ગામના લોકો ત્યાં જ હાજર હતા અને તેઓએ એક મોટી દુર્ઘટના ને ટાળી દીધી.

ગ્રામજનો ના આધારે બેટલિયા ગામના જોગી ભડક ઝરણામા થોડા દિવસો પેહલા સાંજ ના ચાર વાગે વરસાદી પાણીના લીધે અચાનક ત્યાં ના પાણી મા વધારો થવા આવ્યો. તેના આધારે ઝરણા ના પુલની નજીક ઊભેલી ચાર ગાડીઓ પાણી ના ઝરણામા વહી ગઈ. અત્રે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લોકો પુલ પર અને તેની આજુબાજુ કાર ને પાર્ક કરીને નહાઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાણી નુ ઝરણું આવ્યુ અને તેમને તાણી ગયું. લોકો ને આ જગ્યા છોડીને ભાગવુ પડ્યુ હતુ.

અત્રે જાણવા મળે છે લે આ પાણી ના ભારે ઝરણા ના પ્રવાહ ને લીધે એક બલેનો કાર સાવ નસ્તેનાબુદ થઈ હતી અને આ સિવાય ની અન્ય ત્રણ કાર ને ગ્રામજનોએ એક દોરડા ની મદદ થી બાંધીને બચાવી લીધી હતી. જાણવા મળે છે કે આ કારમા કોઈપણ વ્યક્તિઓ ન હતા. જો તેવુ થાત તો લોકો ના જીવ અને કાર બંને ને નુકસાન થઇ શકે તેમ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *