વાળને મુલાયમ અને સીધા કરવા માટે જરૂર થી અજમાવવા જોઈએ આ સરળ ઘરગથ્થુ ઉપાય, સ્ત્રીઓએ જરૂર થી વાંચવુ…

મિત્રો, દરેક વ્યક્તિને સીધા, નરમ અને ચમકતા વાળ પસંદ હોય છે. સીધા વાળ એ તમારી સુંદરતામા વધારો કરે છે. તે તમારા વ્યક્તિત્વને નિખારે છે પરંતુ, સીધા વાળ કરવા સરળ નથી. વાળ સીધા રાખવા માટે લોકો અનેકવિધ પ્રકારના સૌન્દર્ય સંસાધનો પર પૈસા ખર્ચ કરે છે પરંતુ, તે કુદરતી ના હોવાને કારણે તમારા વાળ થોડા સમય માટે સારા લાગે છે અને થોડા સમય બાદ વાળ ફરીથી પહેલા જેવા થઈ જાય છે. યુવક હોય કે યુવતી બંને આ વાંકડિયા વાળની સમસ્યાથી પીડાતા હોય છે. આજે આ લેખમા અમે તમને વાળને સીધા કરવા માટેના સરળ ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશુ.

કોકોનટ મિલ્ક અને લીંબુ :

નાળિયેરમા પુષ્કળ માત્રામા લોહતત્વ અને મેંગેનીઝ જોવા મળે છે. જો તમે કોકોનટ મિલ્ક અને લીંબુનુ હેરપેક તૈયાર કરી ત્યારબાદ તેને વાળ પર લગાવો અને થોડા સમય પછી તેને ધોઈ લો તો તમે આ વાંકડિયા વાળની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો અને તેના ઉપયોગથી તમારા વાળ પણ સીધા થઈ જશે.

મિલ્ક એન્ડ હની :

જો તમે એક ગ્લાસ દૂધમા મધ મિક્સ કરીને તેને વાળમા લગાવો. તેને લગાવ્યા બાદ ૧-૨ કલાક માટે છોડી દો અને શેમ્પૂ કરો. આ ઉપાય અજમાવવાથી તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યા દૂર થશે. .

મુલતાની માટી અને ચોખાની પેસ્ટ :

તમે એક કપ ચોખાના લોટની પેસ્ટ અને એક કપ મુલતાની માટીને મિક્સ કરી ત્યારબાદ તેને વાળમા લગાવો અને ચાલીસ મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસો સુધી આ ઉપાય અજમાવો, જેથી તમારા વાળ તુરંત સીધા થઇ જશે.

કેળા અને મધ :

જો તમે કેળાને યોગ્ય રીતે મેશ કરો અને ત્યારબાદ તેમા બે ચમચી મધ, દહી અને ઓલિવ તેલ ઉમેરો અને આ પેસ્ટને વાળમા લગાવી અડધા કલાક સુધી રહેવા દો તો તમારા વાળ સીધા અને ચમકદાર બનશે.

ગરમ ઓઈલ :

ગરમ ઓઈલની માલિશ એ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે ઓઈલને મધ્યમ આંચ પર ગરમ કરીને ત્યારબાદ માથા પર ૧૫-૨૦ મિનીટ સુધી માલીશ કરો તો તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *