વાળને ખુલ્લા રાખવાનો શોખ ધરાવતી સ્ત્રીઓ પણ હવે કરી શકશે પોતાના શોખ પુરા, આજે જ અજમાવો આ ખાસ ઉપાયો…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા લોકોમા વાળ પાતળા થઇ જવાની સમસ્યા સર્વસામાન્ય છે. લોકોનુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ બની ચુક્યુ છે કે તેમની પાસે વાળની યોગ્ય સારસંભાળ લેવાનો સમય જ રહેતો નથી અને પરિણામે વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના નિવારણ માટે આપણે ઘણી ખર્ચાળ વાળની ​​સારવાર અથવા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ, ઘણીવાર તેમની આડઅસર આ સમસ્યાને વિકરાળ બનાવે છે. આજે આ લેખમા અમે તમને અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશુ, જે તમારા વાળને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવશે.

ઘરગથ્થુ ઉપાય :

મેથી :

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પ્રોટીન, નિકોટિનિક એસિડ અને લેસિથિનરી વાળના મૂળોને મજબૂત કરવા માટે અને વાળ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે એક ચમચી મેથી ની પેસ્ટમા બે ચમચી કોકોનટ ઓઈલ ઉમેરો અને ત્યારબાદ તેને વાળ પર લગાવો અને ૩૦ મિનિટ સુધી તેને વાળ પર રહેવા દો અને ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી સાફ કરો તો તમારા વાળ મજબૂત થશે અને સાથે વાળનો વિકાસ પણ થશે.

એલોવેરા અને હની :

આ બંને વસ્તુઓ વાળ માટે વરદાન માનવામા આવે છે. એલોવેરામા પુષ્કળ માત્રામા વિટામિન, સેલેનિયમ અને અન્ય અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળમા થતી ખોળાની સમસ્યાને દૂર કરે છે. જો તમે આ એલોવેરા જેલ અને મધને એકસમાન માત્રામા લઇ આ પેસ્ટને વાળમા લગાવો અને અડધી કલાક બાદ વાળ શેમ્પૂથી વોશ કરી લો. આ ઉપાય અજમાવવાથી તમારા વાળ સ્વસ્થ,મજબૂત અને લાંબા થાય છે.

લીમડાના પાન :

આ વૃક્ષના પાંદડામા પુષ્કળ માત્રામા વિટામિન-સી, ફોસ્ફરસ, લોહતત્વ, કેલ્શિયમ અને નિકોટિનિક એસિડ સમાવિષ્ટ હોય છે. તે તમારા વાળને ઝડપથી વધારવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. જો તમે તમારા કોકોનટ ઓઈલમા લીમડાના પાંદડા ઉમેરી તેને તમારા વાળ પર લગાવો તો તે તમારા વાળને મજબૂત અને ઘાટા બનાવશે.

ડુંગળી :

આ વસ્તુ વાળ માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તામારા વાળમા ડુંગળીનો રસ લગાવો તો તેનાથી તમને અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે. જો તમે એક પાત્રમા કોકોનટ ઓઈલ ગરમ કરીને તેમા ડુંગળી સમારીને ઉમેરો અને ત્યારબાદ આ મિશ્રણ તમારા વાળ પર લગાવો અને એક કલાક સુધી રાખો અને એક કલાક બાદ શેમ્પૂથી વાળ વોશ કરી લો તો તમારા વાળ એકદમ ઘાટા અને આકર્ષક બનશે.

જાસુદ :

આ એક રંગીન પુષ્પ છે, જે તમારા વાળનો ગ્રોથ વધારવા માટે ખુબ જ લાભદાયી માનવામા આવે છે. આ પુષ્પ માથાની ઉપરની ચામડી માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે.જો તમે જાસુદના પુષ્પને પીસીને આ પેસ્ટને કોકોનટ ઓઈલમા મિક્સ કરો અને તેને હુંફાળુ ગરમ કરીને ત્યારબાદ તમારા માથા પર લાગવો અને થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ શેમ્પૂ વડે તમારા વાળ વોશ કરી લો તો તામારા વાળ મજબુત અને આકર્ષક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *