ટૂંક સમયમા જ દાંત પર જોવા મળતી પીળાશ તેમજ દુખાવાને દુર કરવા ખુબજ ઉપયોગી છે આ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહિયાં ક્લિક કરો

મિત્રો, દાંતમા રહેલ પીળાશ હાલ બધા માટે એક ખુબ જ જટીલ સમસ્યા બની ચુકી છે. તે આપણી સુંદરતાને ઓછી કરે છે. તેનાથી આપણે લોકોની વચ્ચે બોલવા અને હસવાથી અચકાય છીએ. આ સમસ્યા માટેની અનેક ઉપાયો લોકો અવારનવાર ગોતતા હોય છે. અમુક ઉપાયો ક્યારેક ઓછા કામ કરે છે. તો આજે આપણે આને સફેદ બનાવાના ઘરગથ્થુ ઉપાયો વિશે જાણીશુ.

રોજ બ્રશ અથવા દાંતણ કરવા પર તે સફેદ થાય છે. આપણે જે ટુથપેસ્ટ વાપરીએ છીએ તે દાંતના ઉપલા પડને ઘસે છે. તેથી મુલાયમ રેસા વાળુ જ બ્રશ વાપરવુ જોઇએ. કડવા લીમડામા બેક્ટેરીયા મારવાના ગુણ હોય છે અને તે તેને સફેદ પણ બનાવે છે. તે એંટીસેપ્ટીક તરીકે પણ કામ કરે છે. લીંબુમા બ્લિચિંગના ગુણ હોય છે. આમા નિમક ભેળવીને દાંત ઘસવા જોઇએ. આ ઉપાય પંદર દિવસ અજમાવવાથી તમારા દાંત અવશ્યપણે સફેદ થઇ જશે.

ખાવાની વસ્તુથી પણ દાંત પીળા રંગના પડે છે. ફાસ્ટફુડ અને મીઠી વસ્તુ અથવા તો ચોંટી જાય તેવી વસ્તુઓ ખાવાથી પણ આમ થાય છે. તેથી આમ ખાવામા ધ્યાન રાખવુ જોઇએ. ડેરી પ્રોડ્ક્ટ્સ વધારે ખાવા જોઇએ. તેમા કેલ્સિયમ ખુબ વધારે હોય છે. જે દાંત માટે ખુબ જ જરૂરી છે. તુલસી પાનને સુકવીને તેની ભુક્કીથી દાંત સાફ કરવા જોઇએ, જેથી દાંતમા એક અલગ જ પ્રકારની સફેદ ચમકાટ આવે.

એક વીકમા બે થી ત્રણ વાર બ્રશમા બેકિંગ સોડા નાખીને કરવુ જોઇએ.  આ ઉપરાંત ટુથપેસ્ટ હમેશા ફ્લોરાઇડયુક્ત હોવી જોઇએ. તે દાંત પર રહેલ ઇનેમલ અને કેપિટીસની સમસ્યાને દુર કરે છે. સારુ પાણી, ફળ અને તેના રસ  તથા ખાંડ વગરનો ખોરાક વધારે પ્રમાણમા લેવો જોઇએ. ચોકલેટ ના ખાવી જોઇએ. વીકમા એકાદ વાર નમક અને સરસવના તેલથી દાંત સાફ કરવા જોઇએ. આ સિવાય વાટકામા ઇનો અને લીંબુ ભેળવી લેવુ જોઇએ અને તેને આંગળીની મદદથી ઘસીને સાફ કરવા જોઇએ. પાંચ મિનિટ આ કાર્ય  કરીને સાદા પાણીથી કોગળા કરવા જોઇએ.

આ સિવાય એક સફરજનનો કટકો લઇને તેને દાંત પર ઘસો તો પણ દાંત માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય સંતરાની છાલ પણ દાંતને સાફ અને મજબુત રાખવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમા ખુબ જ વધારે પ્રમાણમા વિટામિન-સી અને કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે, જે દાંત માટે ખુબ જ સારુ છે. આનાથી દાંત મજબુત અને સફેદ થાય છે.

સ્ટ્રોબેરીમા ફોલિક એસીડ ખુબ જ વધારે સમાવિષ્ટ  હોય છે. આનો લેપ બનાવીને દાંત પર લગાવવો જોઇએ. તેને દાંત પર પાંચ થી દસ મિનિટ લગાવવુ જોઇએ. આમ થોડો સમય કરવાથી દાંત સફેદ થાય છે. આ સિવાય એક પ્યાલા પાણીમા અડધા લીંબુનો રસ ભેળવવો અને તેને આખી રાત ઢાંકીને રાખવુ જોઇએ. આ સિવાય વહેલી સવારે આ પાણીથી દાંતણ કરવુ જોઇએ. જો તમે રોજ આમ નથી કરી શકતા તો વીકમા એકવાર જરૂર કરવુ જોઇએ. આમ, કરવાથી પણ દાંત મજબુત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *