ટૂંક સમય મા જ શરીર બની જશે તંદુરસ્ત અને નીરોગી, ખાલી એક મુઠ્ઠી કરો પાણી સાથે આ વસ્તુનુ સેવન…

આજે આપણે એવા આર્યુવેદીક બીજ વિષે વાત કરશું જે આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારી છે. જેનું સેવન કરવાથી આપણે માથાથી પગ સુધીના બધા રોગને મટાડવાની ક્ષમતા આ બીજમા રહેલી છે. જે આપણા સ્વાથ્યને નીરોગી બનાવે છે. કુદરતી રીતે જાડા થયેલા લોકોએ અનેક દવાનો ઉપયોગ કર્યો હશે. કેટલીક વસ્તુઓ એવી છે જેના ઉપયોગ આપણને ખબર પણ નથી હોતા. તે વસ્તુનો ઉપયોગ વર્ષોથી થતો હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક બીજના ફાયદા વિષે જણાવશું જેનું સેવન કરવાથી આપણા શરીરમાં ફાયદો થાય છે.

આજે આપણે જે બીજ વિષે વાત કરી રહ્યા છીએ તે છે કોળાના બીજ. ઘણા વ્યક્તિઓ કોળાનો ઉપયોગ શાકભાજી અને મીઠાઈ વગેરે બનાવવા માટે કરતા હોય છે. તેનો ઉપયોગ કરીએ ત્યારે તેના અંદરના બીજને આપણે ફેકી દેતા હોઈ છીએ. કેમ કે તેના ફાયદા વિશે આપણે જાણતા ન હોય. કોળા કરતા તેમના બીજ અનેક રીતે ખુબ ફાયદાકારક છે. તેની અંદર ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક વધુ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં શક્તિ લાવે છે. તેનું રોજ સેવન કરવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી.

તે આપણી બધી બીમારીને દુર કરે છે. તો ચાલો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પદ્ધતિ જોઈએ. કોળાના બીજનો ઉકાળો બનાવીને પી શકો છો. તેનો ઉકાળો બનાવવા માટે એક મુઠ્ઠી જેટલા કોળાના બીજ લો. તે બીજને સાફ કરી તેને બે ગ્લાસ પાણીમાં ઉકાળવા. બીજને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં એક તૃતિયાંસ જેટલું પાણી રહે. ત્યાર પછી તેને નીચે ઉતારી ગલી લેવું. આ ઉકાળાનું સેવન નિયમિત સવારે ખાલી પેટે પીવું. આ પીવાથી શરીરના ઘણા રોગો દુર થાય છે.

ડાયાબિટીઝ મટાડે

ડાયાબીટીસ જેવા રોગોને દુર કરવા કોળાના દાણા લેવાથી ઘણો ફાયદો થાય છે. જો તમને ડાયાબીટીસ હોય તો કોળાના બીજ માંથી બનાવેલો ઉકાળો નિયમિત પીવો જોઈએ. આ ઉકાળો પીવાથી તે તમારા બ્લડસુગરને કન્ટ્રોલમાં રાખે છે અને આ રોગ માંથી છુટકારો આપે છે.

હૃદય માટે ઉપયોગી

કોળાના બીજથી હદયના તમામ રોગને તે દુર કરે છે. આ ઉકાળાનું સેવન કરવાથી તે હદયની બધી નસને ખોલે છે, અને હાર્ટ એટેક જેવા રોગોથી તમને બચાવે છે. તેના ઉપયોગથી બેડ કોલેસ્ટ્રોલને તે કન્ટ્રોલમાં રાખે છે. તેથી તેવા લોકોએ નિયમિત કોળાના બીજનો ઉકાળો પીવો જોઈએ.

પેટની સમસ્યાને દુર કરે

કોળાના બીજમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોવાથી તે પેટના રોગો માટે ખુબ ફાયદાકારક છે. તે આપણી પાચન શક્તિને મજબુત બનાવે છે. જે વ્યક્તિને અપચાની સમસ્યા હોય તેણે પણ આ ઉકાળો પીવો જોઈએ. જે લોકોને ગેસ, એસિડીટી જેવી સમસ્યા હોય તેના માટે પણ આ ઉકાળો ઉપયોગી છે. પેટને લગતા બધા પ્રકારના રોગને મટાડવા માટે આ ઉકાળાનું નિયમિત સેવન કરવું.

જાડાપણું ઘટાડવું

જે વ્યક્તિ જાડાપણાથી પરેશાન છે, તેના માટે આ બીજ લાભકારી છે. તેમાં ભરપુર પ્રમાણમાં ફાયબર હોવાથી તે આપણી વધારાની ચરબીને દુર કરે છે, અને આપણા શરીરને ફીટ રાખે છે. તે આપણા વજનમાં પણ ધટાડો કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તે આપણી ચરબીને માખણની જેમ ઓગળી નાખે છે.

સાંધાના દુખાવાની સારવાર

આજના સમયમાં દરેક વ્યક્તિને સાંધા દુખવાની સમસ્યા રહેતી જ હોય છે. અત્યારે આ સમસ્યા નાના યુવાનોમાં પણ જોવા મળે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિ પોતાનું કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે. તે આપણા હાડકાને નબળા કરી દે છે. આપણા હાડકામાં કેલ્શિયમના અભાવને લીધે સાંધાનો દુખાવો થાય છે. તેને દુર કરવા માટે કોળાના બીજનો ઉકાળો પીવો જોઈએ. તેની અંદર રહેલા પ્રોટીન હાડકાને મજબુત બનાવે છે.

આંખોનું તેજ વધારવા માટે

કોળાના દાણાના બીજનો ઉપયોગ કરવાથી આપણા આંખના તેજને તે વધારે છે. તે આંખમાં રહેલી નબળાઈને દુર કરે છે. જે વ્યક્તિને ચશ્માં હોય, તેને પણ આ બીજનું સેવન કરવાથી તે દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *