ટૂંક સમય મા જ ઘટાડો ૧૦ કિ.લો વજન, ખાવી પડશે આ ખાસ ખિચડી!

આજના સમયમા બધાનો વજન ખુબ વધી ગયો છે. આ સમસ્યાથી દરેક માણસ પરેશાન છે. ઘણા લોકો વજન ઓછુ કરવા માટે ઘણુ બધુ કરે છે. આજે અમે તમને એક એવી ખીચડીની રીત જણાવશુ કે જેનાથી તમારો વજન મહિનામા દસ કિલો જેટલુ ઘટી જાશે. આને પુષ્ટાહાર તરીકે ઓળખવામા આવે છે. આમાથી પ્રોટીન, વિટામીનસ, કાર્બન અને મિનરલ્સ શરીરને જોતા પ્રમાણમા મળી આવે છે.

સામગ્રી :

ફાડા ( દલિયા ) બાજરી મગની ફોતરાવાળી દાળ, બ્રાઉન રાઇસ ( આ બધી વસ્તુ ૧૦૦ ગ્રામ લેવી. ), ૧ ચમચી અજમા, ચપટી એક તલ આ બધી સામગ્રીને ભેળવીને એક બરણીમા ભરી લેવી જ્યારે ખાવી હોય ત્યારે એક વ્યક્તિના ભાગની ૫૦ ગ્રામ માપ કરીને બનાવી લેવી.

બનાવાની રીત:

આ બધી વસ્તુને પહેલા પાણીથી ધોઇને સાફ કરી લેવી. પછી તેને કુકરમા નાખવી. ત્યારબાદ તેમા પાણી અને નિમક જરૂરીયાત મુજબ નાખવુ. ત્યારબાદ તેને ધીમા ગેસે ચડવા માટે મુકવી. તેને લગભગ તેને દસ મિનિટ સુધી પકાવી એટલે કે બે થી ચાર સીટી થાશે. ત્યારબાદ તેને ખોલીને જોઇ લેવી જો તે હજી કાચી હોય તો તેને પાછી પકાવા માટે મુકી શકો છો. ત્યારબાદ તેને એક વાટકામા કાઢીને ઉપરથી ધાણા નાખવા. ખિચડી ખાવા માટે તૈયાર છે.

કેટલા પ્રમાણમા ખાવી :

વજન ઓછુ કરવા માટે આને એક દિવસમા બે વખત ખાય શકાય છે. તેની સાથે તમે દિવસમા દુધીનો રસ પણ પીવો જોઇએ. તમે સતત એક થી દોઢ મહિના સુધી આ ખાવાથી વજન ઓછુ થાય છે. આમા તમે સ્વાદ માટે લસણ, બટાકુ, ડુંગળી જેવા શાકભાજી ઉમેરી શકો છો. આમા વધારે તેલ, મસાલા અને ઘી નો ઉપયોગ ન કરવો જોઇએ.

વજન ઓછુ કરવા માટે કઇ રીતે કામ કરે છે :

બ્રાઉન રાઇસ :

વજન ઓછુ કરવુ હોય તો આ ચોખા ખાવા જોઇએ. સફેદ ચોખામા વધારે ચરબી હોય છે. આને ખાવાથી વજન વધવા પર કાબુ રહે છે. આ શરીરનુ મેટાબોલિઝમ વધારવા મદદ કરે છે. આનાથી ભુખ ઓછી લાગે છે અને પેટ ભરેલુ રહે છે.

ફાડા ( દલિયા ) :

ફાડાએ ઘઉં માથી બને છે તેમા ખુબ જ વધારે પ્રમાણમા પોષણો હોય છે. તેમા ખુબ વધારે ફાયબર, મિનરલ્સ અને વિટામીનઓ હોય છે. આ શરીરમા સુગરને કાબુમા કરે છે અને તેનાથી વજન ઓછુ થાય છે.

મગની દાળ :

આમા ખુબ વધુ પ્રમાણમા પ્રોટીન અને ફાયબર હોય છે. આમા કાર્બનનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટે છે. આમા આર્યન, પોટેસિયમ, મેંગેનીસ અને પ્રોટીન જેવા તત્વો ખુબ વધારે હોય છે.

બાજરી :

બાજરીમા રહેલ પોષણો અને તત્વો શરીર માથી ગ્લુકોઝ, સુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામા મદદ કરે છે. શરીર માથી આ વસ્તુ ઘટવાની સાથે વજન પણ ઘટે છે. આમ આ ખિચડી વજન ઉતારવા માટે ઉત્તમ ઉપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *