તમારી રસોઈ ને બનાવો વધુ શાનદાર, ખુબ જ કામ ની છે આ ટ્રિક્સ અને ટિપ્સ, રસોઈ બનાવતા સમયે આવશે કામ, આજે જ જાણીલો…

આમ જોવા જઈએ તો સામાન્ય રીતે દરેક ગૃહિણીઓ રસોઈઘરમા સમય ની બચત કરવા માટે ઘણા પ્રયાસ કરતી હોય છે. આ સાથે તેઓ હંમેશા એ પ્રયાસ કરતી હોય છે કે તે સારી રસોઇ બનાવી શકે તેમજ પરિવારને એક સારો સ્વાદ પણ આપી શકે. જો તમે પણ એવું ઇચ્છો છો તેમ છતા ઘણી વખત તમારા થી નાની-નાની ભૂલો થઇ જાય છે તેમજ તમારુ ભોજન બગડે છે તો આ અમુક નાની-નાની ટિપ્સ તમારી રસોઇ ને સારી બનાવવામા તમારી મદદ કરી શકે છે.

મરચાં ના ડબ્બા મા થોડી હિંગ સાથે રાખવાથી મરચા લાંબા સમય સુધી ખરાબ નથી થતા. કિચન ના ખૂણામા બોરિક પાવડર છાંટવા થી વંદા નથી આવતા. લીલા વટાણા ને સારી રીતે એકદમ તાજા રાખવા માટે તેને છોલી ને એક પ્લાસ્ટિકની થેલીમા ભરીને ફ્રિઝરમા રાખવા જોઈએ. પનીર ને બ્લોટિંગ પેપરમા રાખવાથી તે ઘણા લાંબા સમય સુધી તરોતાજા રહે છે. કોઇપણ ડેઝર્ટ બનાવતા સમયે ભારે તળિયાવાળા વાસણ નો ઉપયોગ કરવો. જેના થી તે ચોંટશે નહીં અને સ્વાદ મા પણ વધારો થશે.

ફૂદીના ની ચટણી ને જો મિક્સરમા બનાવી રહ્યા હોય તો તેને વધુ સમય ન ચલાવો. તેના થી તેનો સ્વાદ કડવો થઇ જાય છે. ગરમીમા ઝડપ થી બરફ જમાવવો માટે ફ્રિઝમા ગરમ પાણી રાખી દો જેથી આ પાણી નો બરફ જલ્દી બનશે. જો ભાત બનાવતા સમયે તે થોડા બળી જાય તો તેને ફેકશો નહીં. તેને ગેસ પર થી ઉતારી લેવા અને તેના પર દસ મિનિટ માટે સફેદ બ્રેડ રાખવા. તેની વાસ જતી રહેશે અને ફરી તે ખાવાલાયક બની જશે. શાક અથવા સૂપમા નમક વધુ થઇ ગયુ હોય તો પા ભાગ નુ બટાકુ છોલીને તેમા નાંખો. તે વધારા ના નમક ને શોષી લેશે અને પીરસતા પહેલા આ બટાકુ બહાર કાઢી લેવું.

નવા વાસણો ના સ્ટીકર ઉખાડવા માટે તેના તળિયા ને સામાન્ય રીતે ગરમ કરવા અને પછી ચપ્પુ ની મદદ થી તેને ઉખાડો. તે સેહલાઈ થી આખુ નીકળી જશે. જો તમે કાચું શાક સલાડ ની જેમ પીરસવા માંગો છો તો તમે તેને એકવખત પોટેશિયમ પરમેંગેનેટમા ધોઇને જ વાપરો તે જરૂરી છે. કિચનમા ધારદાર ચપ્પુ રાખવું જેના લીધે શાક સરળતા થી સુધારી શકાય અને સાથોસાથ સમય ની પણ બચત થાય છે. જો તમે કંઇ ઉકળવા મુક્યુ હોય તો ધ્યાન રાખવુ કે પ્રેશર કૂકર અથવા પૈન નુ ઢાંકણ બંધ હોવું જોઈએ જેથી ભોજન ઝડપે ઉકળશે અને ગેસ ની બચત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *