સોરઠ ની જાગતી જ્યોત માં રાંદલ, દળવા ની દેવ ના આવા ચમત્કાર જાણીને તમે પણ માં ના ભક્ત બની જશો, જાણો તેમના આ ચમત્કારો વિશે…

ભારત ના દરેક ખૂણે દેવી-દેવતાઓ નો મહિમા ખૂબ જ ગવાય છે. ગુજરાતીઓના શુભ પ્રસંગો મા માતા રાંદલ ના લોટા તેડવાને ખુબ જ ધામધૂમ થી ઉજવવામા આવે છે પરંતુ આજે માં રાંદલ ના લોટા તેડવા વિશે નહીં પણ તે જે ગામડા મા બિરાજેલા છે અને ત્યા થયેલા ચમત્કાર વિશે જાણીશુ. સોરઠ ની ધરા પર આવેલ પંખી ના માળા જેવું ગોંડલ નજીક નુ દડવા એટલે રાંદલ માતાજી નુ પ્રખ્યાત ધામ. આ ગામમા માતા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. તેમની અધ્યાત્મ ની ભાષામા જણાવીએ તો અહી બિરાજેલા માતાજી ના મંદિર માંથી દિવ્ય આલૌકીક ઉર્જા ફેલાય છે.

દડવા ની દેવ માં રાંદલ નો ઈતિહાસ

એકવાર સોરઠ મા ખુબ જ ગંભીર દુષ્કાળ નુ વાતાવરણ સર્જાયુ અને જેનાથી રક્ષણ મેળવવા માટે માલધારીઓ ટીંબા મા રેહતા હતા તે બીજુ કોઈ નહી પણ સ્વયં રાંદલ માતાજી છે. આ બાળકી ના પગ ગામમા પડતા જ ચારેય તરફ આલૌકિક ચમત્કારો થવા લાગે છે. અપંગ, આંધળા તેમજ કોઢયા લોકો સકુશળ થઈ જાય છે છતા પણ કોઈ તેમને ઓળખી શકતુ નથી. આ માટે તે કોઈ અનન્ય લીલા ગ્રામજનો સામે પ્રગટ કરવા નો નિશ્ચય કરે છે. માતાજી બાજુ ના ધૂતારપુરા ગામમા જાય છે કે જ્યા બાદશાહ ના સિપાઈઓ હોય છે.

દુધ-ઘી આ માલધારીઓ પાસે થી લેવા માટે તેમની સામે તે ૧૬ વર્ષ ની સુંદર દીકરી ના સ્વરૂપે જાય છે. બાદશાહ સુધી આ વાત જાણ થતા તે આ દીકરી ને પોતાની પાસે લાવવા માટે આ માલધારીઓ પર પોતાનો ત્રાસ ગુજારે છે. આ દ્રશ્ય જોઈને માતાજી ગુસ્સે થાય છે અને તેની પાસે ઊભેલા વાછરડાને પરિવર્તિત કરી આ સમગ્ર સેના નો નાશ કરી નાખે છે. જેથી આ ગામ ને દડવા તરીકે ઓળખવામા આવે છે. માતાજીને જોઈને ગ્રામજનોમા ખુશી ની લાગણી પસરી જાય છે.

આ પ્રસંગ બાદ માતા ગ્રામજનો ને વચને બંધાય છે કે જે કોઈ માણસ તેમની સાચા મન,વચન અને કર્મ થી ભક્તિ કરશે. તેમની તે સર્વ બાધાઓ હરી લેશે, આંધળાઓ ને આંખો આપશે, લુલા-લંગડા ને પગ આપશે, કોઢિયા નો કોઢ મટાડશે અને નિસંતાન દંપતી ના વાન્જીયામેણા ભાંગવા સંતાન આપશે. આ ધામ મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે તેમજ માતાજીના લોટા તેડાવામા આવે છે. સાથોસાથ ચંડીપાઠ અને ગોરાણી ને જમાડાય છે તેમજ બટુક ભોજન પણ કરાવવામા આવે છે.

દડવામા માતાજીના આ ધામ મા સવારે તેમજ સંધ્યાકાળે આરતીના દર્શન નો અનેરો મહત્વ છે. અહિયાં સવારે પાંચ વાગે તેમજ સંધ્યાકાળે સાત વાગે આરતી થાય છે. અહી જુના રીત-રીવાજ પ્રમાણે શંખ, ઢોલ, નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવામા આવે છે. દડવાના આ ધામ ના દર્શન કરવા માટે દેશ-વિદેશ થી ભક્તો ની મોટી ભીડ ઉમટે છે. તો મિત્રો, અંતે ફક્ત એટલુ જ કહીશ કે, જ્યા માણસ ની વિચારવા ની શક્તિ નો અંત આવે છે ત્યા થી શ્રધ્ધા ના દ્વાર નો પ્રારંભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *