સોનૂ સૂદ પોતાના જન્મદિવસે પ્રવાસીઓ ને આપશે ત્રણ લાખ નોકરીઓ, આ મોટી કંપની સાથે કરવામા આવ્યા કરાર, જાણો સમ્પૂર્ણ માહિતી…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતના અભિનેતા સોનૂ સૂદે કોરોના કાળમા જેવી રીતે દરેક જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરી છે તેના પરથી કહી શકાય કે, તે ફક્ત પડદા પર જ નહિ વાસ્તવિક જીવનમા પણ હીરો છે. હાલ, તેમના આ નેક કાર્યોને લઈને તેની નિરંતર પ્રસંશા થઈ રહી છે. તે હમેંશા લોકોની સહાયતા કરતો આવ્યો છે. તે અવારનવાર લોકોની મદદ માટે સૌથી આગળ ઉભો હોય છે. પહેલા તો તે આ કોરોના કાળમા ફક્ત લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યા જવા માટે મદદ કરતો હતો પરંતું, હાલ તે કિસાનોને ટ્રેક્ટર આપવાથી લઈને નોકરીઓ આપવા જેવા કામ પણ કરવા લાગ્યો છે.

યાત્રીઓ સાથે ત્રણ લાખ નોકરીનો કર્યો કરાર :

હાલ, તેણે પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવ્યો પરંતુ, તેણે પોતાના જન્મદિવસ પર કોઈ મોટી બોલિવૂડ પાર્ટી નથી રાખી. તે આ દિવસે પણ લોકોની મદદ કરીને પુણ્યનુ કામ કરવાની કોશિશમા રહ્યો. તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તે હવે યાત્રીકોને નોકરી અપાવવામા સહાય કરશે. પૂરથી અસરગ્રસ્ત થયેલા બિહાર અને આસામમા તે આ અભિયાનને ઝડપથી આગળ વધારશે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યુ છે કે, મારા જન્મ દિવસના અવસર પર મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com સાથે ત્રણ લાખ નોકરીઓ માટે મારા કરાર થયા છે.

રોજગારી માટેનુ નવુ અભિયાન શરૂ :

બોલીવૂડ ફિલ્મજગતના આ અભિનેતાએ હાલ “પ્રવાસી રોજગાર” ના નામથી નવુ અભિયાન શરૂ કર્યુ છે. તેણે હાલ અમુક મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. પૂરના કારણે આસામ અને બિહારમા લાખો લોકો પ્રભાવિત થયા છે, જેના પગલે હાલ ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી શકે તેવી સંભાવના સર્જાઈ રહી છે. હવે, આ લોકોની મદદ માટે સોનૂ સૂદ આગળ આવ્યો છે. તેની આ પહેલ તે તમામ લોકો માટે એક નવી આશા લઈને આવ્યો છે,

 

કિસાનોને પણ કરી રહ્યો છે સહાયતા :

આ પહેલા પણ તેણે જુદી-જુદી રીતે લોકોને મદદ કરી છે. હાલમા તેણે એક કિસાનને બે બળદ આપ્યા હતા જેથી, તેને ખેતી કરવામા મદદ મળી રહે. આ સિવાય તેણે એક કિસાનને ટ્રેક્ટરની સહાયતા કરી છે. સોનુ ના નેક કાર્યોના કારણે લોકોની નજરમા તેનુ માન-સન્માન વધતુ જઈ રહ્યુ છે. તે દરેક લોકોની નજરમા હાલ રીયલ લાઈફ હીરો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *