શુક્ર કરવા જઈ રહ્યા છે કર્ક રાશિમા ગોચર, જાણો કઈ રાશી ને મળશે લાભ અને કોને થશે હાની, જાણીલો તમારી રાશી નો હાલ…

મિત્રો, બ્રમ્હાંડમા ગ્રહોની ગ્રહદશામા અવારનવાર પરિવર્તન આવતુ રહેતુ હોય છે. આ પરિવર્તન અમુક જાતકો માટે લાભદાયી તો અમુક જાતકો માટે નુકશાનકારક સાબિત થાય છે. હાલ, આવનાર સમયમા શુક્ર કર્ક રાશિમા પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે આ રાશિપરિવર્તન રાશિજાતકો માટે કેવુ સાબિત થશે? ચાલો જાણીએ.

મેષ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થશે. સામાજીક ચિંતાઓનો ઉકેલ મળે. આર્થિક મુંઝવણ અનુભવાય. મિલન મુલાકાત માટે શુભ સમય જણાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી.

વૃષભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થઇ રહ્યો છે. તમને તમારા કાર્યક્ષેત્રે પ્રયત્નોનુ સારુ ફળ પ્રાપ્ત થતુ જણાય રહ્યુ છે. ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

મિથુન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. કાર્યલાભ અને પ્રગતિના સંજોગ ઉભા થાય. કોઇની સાથે થતા વાદ-વિવાદનો ઉકેલ આવે. અકસ્માતથી સંભાળવુ.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રે મહત્વની તક પ્રાપ્ત થતી જણાય. પરિશ્રમમા વધારો કરવાથી લાભ મળતો જણાય. તમારા તમામ અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે.

સિંહ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ લાભદાયી સાબિત થશે. વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

કન્યા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. કાર્યસ્થળે તમારા કાર્યની ઉચ્ચ અધિકારીઓ પ્રશંસા કરશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. ક્રોધ પર નિયંત્રણ રાખવુ નહીતર વાદ-વિવાદ સર્જાઈ શકે છે.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય પ્રતિકુળ સાબિત થઇ શકે છે. આવનાર સમયમા કોઇ નવા કાર્યની શરૂઆત ના કરવી. વાદ-વિવાદથી ભરેલા વાતાવરણથી દુર રહેવુ. આકસ્મિક ખર્ચમા વૃદ્ધિ થઇ શકે. કાર્યસ્થળે કરેલા અથાગ પરિશ્રમનુ યોગ્ય ફળ પ્રાપ્ત થશે. ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. નવી યોજના ઘડતા પહેલા વીચારવુ. નિષ્ફળતા ઘેરી લેશે. જીવનસાથી સાથે ટક્કર થાય તેવા સંયોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય કાર્યક્ષેત્રે લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્યને લગતી તમામ ચિંતાઓ દુર થશે. ભાગીદારીમા કરેલા વ્યવસાયના કારણે મતભેદ સર્જાય શકે છે.

ધન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ નબળો સાબિત થશે. આધ્યાત્મિક વલણ આજે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે. શારીરિક સમસ્યાઓ અંગે વિશેષ સાવચેતી રાખવી.

મકર રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રાના યોગ બની રહ્યા છે. મતભેદોનુ નિરાકરણ આવશે. શત્રુઓથી સાવચેત રહેવુ. ભાગદોડ રહેશે. ખરચાઓ પર લગામ રાખવી. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ નો સહયોગ મળશે.

કુંભ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય. સંતાનની ચિંતા સતાવે. નાની-નાની વાતમા મન પર બોજ આવશે. નિરંતર ચિંતાઓ સતાવશે. આવકના સાધનો વિકસાવજો. કામમા મનને વ્યસ્ત રાખવુ. કોઇ માનસીક તણાવ હેરાન કરશે. પરિવાર સાથે સમય વિતાવજો.

મીન રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. શત્રુઓથી વિશેષ સાવચેત રહેવુ. સ્વાથ્ય કથળી શકે છે, જેના કારણે તમે માનસિક તણાવની અનુભૂતિ કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *