શું તમને પણ ડુગળી કાપતા સમયે આવે છે આંખ મા આંસુ, તો અજમાવો આ સાત ઉપાય અને પછી જુઓ કમાલ…

રસોડાનું સૌથી અધરું કામ હોઈ તો તે છે ડુંગળી કાપવી ,જ્યારે આપણે ડુંગળી કાપીએ ત્યારે આંખમા પાણી આવે છે અને આંખ બળવા લાગે છે.ડુંગળીમાં રહેલ સિન્થેસ એન્ઝાઇમ્સને લીધે આવું થાય છે.આના ઉત્સેચકો આંખની ગ્રંથ સુધી પોહ્ચે છે. તેથી આંખમાં બળતરા થાય છે.જો તમે ડુંગળીને લીધે આવતા આસું રોકવા માંગો છો તો આજે અમે તમને તેના ઉપાયો વિશે કહેશું.આ પ્રયોગ કરવાથી ડુંગળી કાપતા સમયે આંસુ અથવા તો બળતરા નહી થાય. તો ચાલો તેના ઉપાયો વિશે જાણીએ.

પાણીમા રાખીને ડુંગળી કાપો :

જ્યારે આપણે ડુંગળીને કાપીએ ત્યારે વરાળની રચનાને લીધે તેમાં રહેલા ઉત્સેચકો આપણા આંખોના સંપર્કમા રહે છે. પણ જો ડુંગળીને પાણીમાં રાખીને કાપવામાં આવે તો તે તેમાં રહેલી વરાળની રચનાને રોકે છે.માટે એક વાસણમા પાણી લઈ તેમાં ડુંગળી નાખી પછી કાપવાથી તમને આંખમાં પાણી નહી આવે અને બળતરા પણ નહી થાય અને તમે શાંતિથી ડુંગળી કાપી શકશો.

ડુંગળી કાપતા પહેલા પાણીમા ડુબાડો :

જ્યારે તમારે ડુંગળી કાપવાની હોઈ ત્યારે તેની છાલ ઉતારીને તેને ૧૦ મિનીટ સુધી પાણીમાં મૂકી દો.અને ત્યાર બાદ તેને કાપી લો. આવું કરવાથી આંખમાં આસું નહી આવે.જ્યારે ડુંગળી પાણીમાં પલળી જાય ત્યારે તેમાં રહેલા પાણી એસિડિક એન્ઝાઇમનું બહાર નીકળવાનું બંધ કરે છે,જેના લીધે આંખમાં પાણી આવતા નથી.

સ્ટીમની નજીક ડુંગળી કાપી :

જો તમારા ધરમાં સ્ટીમર હોય તો જ્યારે તમે ડુંગળી કાપો ત્યારે તેને તમારી બાજુમાં ચાલુ કરી લેવું, અથવા તો ઉકળતા પાણી પાસે પણ ડુંગળી કાપવામાં આવે તો તેમાંથી નીકળતી વરાળ આંખમાં થતી ડુંગળીની અસરને રોકે છે અને તે આંખમા થતાં બળતરાને દુર કરે છે.

ચ્યુઇંગમ ચાવવુ :

જ્યારે આપણે ડુંગળી કાપીએ ત્યારે મોઢામાં ચીન્ગ્મ રાખવી જોઈએ. સાંભળવામા આવ્યું છે કે આવું કરવાથી ડુંગળીની અસર આંખ પર ઓછી જોવા મળશે.ખરેખર તો એવું છે કે ચીન્ગ્મ ચાવતા હોઈ ત્યારે આપણે મોંથી શ્વાસ લઈ છીએ તેથી ડુંગળીની ઉત્સર્જન કરતી વરાળ તમારી આંખ નજીક નથી આવતી.તેને લીધે આંખોમાંથી આસું આવતા નથી.

મીણબત્તી સળગાવો :

ડુંગળી કાપતા સમયે તમારી બાજુમાં એક થી બે મીણબતી રાખવામાં આવે તો આંખમાંથી આસું આવતા અટકશે.

વિનેગરમા ડુબાડો :

ડુંગળીની છાલ ઉતારી તેને વિનેગર અને પાણીના દ્રાવણમાં થોડા સમય ડુબાડી રાખો. આવું કરવાથી પણ આંખોમાં બળતરા થતાં બંધ થશે.

રેફ્રિજરેટરમાં રાખો :

જ્યારે ડુંગળીને કાપવી હોય તેના થોડા સમય પહેલા ડુંગળીને ફ્રીજમાં મુકવી અને ઠંડી થાય પછી તેને કાપવી. આ પ્રયોગ કરવાથી આંખમા બળતરા નહી થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *