શું તમને ખ્યાલ છે ઘરે ભગવાન સત્યનારાયણ ની કથામા ભૂલે થી પણ ન બોલાવવા જોઈએ આ ત્રણ લોકોને, લાભ ની જગ્યાએ થાય છે હાની, જાણો તમે પણ…

ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઈશ્વરના પૂજાપાઠ હંમેશા કરવા જોઈએ. તેના માટે લોકો જુદા-જુદા ઈશ્વરોને માનતા હોય છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા ઈશ્વરનો નિવાસ થાય છે, તે ઘરનુ વાતાવરણ શુદ્ધ, સકારાત્મક અને પવિત્ર હોવુ અત્યંત આવશ્યક છે. જો તમારા ઘરનુ વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક હશે તો જ તમારી પાસે પૈસા અને સુખ બંને હશે. ઘરના વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક રાખવા માટે ઘરની અંદર સત્યનારાયણની કથા કરવી ખૂબ જ લાભદાયી છે.

પ્રભુ વિષ્ણુના નામની સત્યનારાયણ ની કથા કરાવવાથી ઘરમા સકારાત્મક વાતાવરણ રહે છે અને એક સકારાત્મક ઉર્જા આખા ઘરમા ફેલાયેલી રહે છે. તેનાથી પ્રભુ નારાયણ સહિત તેમની પત્ની લક્ષ્મીજીનુ પણ આગમન થાય છે. જ્યા એક તરફ પ્રભુ નારાયણ તમારા ભાગ્યને ઉજ્જવળ કરવાનુ કાર્ય કરે છે તો વળી બીજી તરફ માતા લક્ષ્મી તમારા ઘરમા બરકત અને ધનની આવક ને ક્યારેય અટકવા દેતા નથી. એવુ કહેવામા આવે છે કે, ઘરમા સુખ-શાંતિ અને ધન મેળવવા માટે દર ચાર માસે એક વખત સત્યનારાયણની કથા અવશ્યપણે કરાવવી જોઈએ.

આ કથા કરાવતા સમયે અમુક પ્રકારની બાબતોની વિશેષ સાવચેતી રાખવી જેમકે, ઘરમા કથા સાંભળવા આવેલા મહેમાનો ને ચા-નાસ્તો જરૂર કરાવવો. કથા કરતા પંડિતજીને ભોજન કરાવવુ અને દક્ષિણા સ્વરૂપે નિશ્ચિત ધનરાશી આપવી, તેની સાથે જ ઘરની સાફ-સફાઇ પણ કરી લો. ખાસ કરીને જે રૂમમા સત્યનારાયણની કથા થવા જઈ રહી છે, તેને ગંગાજળથી શુદ્ધ કરો અને કચરા-પોતા કરો. આ સિવાય તમારે પોતાની કથામા આ પ્રકારના લોકોને ના બોલાવવા જોઈએ. જો તમે આ લોકોને કથામા બોલાવો છો તો તેનાથી તમને લાભ થવાને બદલે હાની પણ થઈ શકે છે.

જે વ્યક્તિએ મદિરાપાનનુ સેવન કર્યુ હોય :

જ્યારે પણ ઘરમા સત્યનારાયણની કથાનુ આયોજન કરવામા આવે ત્યારે કોઈપણ નશા કરતા વ્યક્તિને ભૂલથી પણ આ કથામા આમંત્રણ ના આપવુ જોઇએ. ખાસ કરીને જે વ્યક્તિ સિગરેટ,બીડી, તંબાકુ કે અન્ય કોઈ પ્રકારના વ્યસનની આદત ધરાવતા હોય તેમને સ્પષ્ટપણે સમજાવી દેવા જોઈએ કે, આ કથા દરમિયાન તમારા ઘરમા ધુમ્રપાન ના કરે. જો કોઈપણ વ્યક્તિ આ સત્યનારાયણની કથા દરમિયાન વ્યસન કરે છે, તો ઘરમા નકારાત્મકતા ફેલાશે અને પ્રભુ તમારા ઘરે પધારશે નહિ.

જે સ્ત્રી માસિક ધર્મમા હોય :

હિંદુ ધર્મની માન્યતા પમાણે જ્યારે કોઈ સ્ત્રી માસિક ધર્મમા હોય છે તો તે ઈશ્વરની આરાધના કરી શકતી નથી માટે જો કોઇ સ્ત્રી માસિક ધર્મમા ચાલી રહી છે તો તેને ઘરની સત્યનારાયણ ની કથામા ના બોલાવો તો વધારે સારુ રહેશે.

જે વ્યક્તિ અશાંત હોય :

આ પૂજાપાઠની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ એક જગ્યાએ શાંતિથી બેસી નથી શકતો અથવા તો હંમેશા ઝઘડા કરતો રહે છે અથવા તો બુમ બરાડા પાડતો રહે છે તો તેને કથામા ના બોલાવવો વધારે સારુ રહેશે. જો કથા દરમિયાન તેણે પોતાની આદતથી મજબુર થઈને શાંતિ ભંગ કરી દીધી અથવા કોઈ ખોટુ કામ કર્યુ તો તમારી કથા વ્યર્થ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *