શું તમને ખ્યાલ છે પેટમા થતા ગેસ, ડાયાબીટીસ તેમજ શરદી જેવી ઘણી બીમારીઓ માટે ખુબ જ અસરકારક છે આ ઔષધી, જાણો તમે પણ…

શેરડીમાંથી બનાવવામાં આવતી ખાંડને કાચી ખાંડ કહે છે. તેની અંદર પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. કાચી ખાંડની પ્રોસેસ કરીને સફેદ ખાંડ બનાવામાં આવે છે. જે આપણે બધી જગ્યાએ સરળતાથી મળી જાય છે. તેથી કાચી ખાંડ આપણા માટે વધારે ફાયદાકારક છે. કાચી ખાંડ ભૂરા રંગની હોવાથી તેને બ્રાઉન સુગર તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે. જે આપણાને અનેક બીમારીથી દુર રાખે છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ.

બ્રાઉન સુગર ખાવાથી તે આપણા પાચનતંત્ર સ્વસ્થ રાખે છે. પેટને લગતી બધી સમસ્યા દુર થાય છે. જે વ્યક્તિને કબજિયાત ની સમસ્યા હોય તેણે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુનો ટુકડો અને એક ચમચી બ્રાઉન સુગર મિક્સ કરી પીવાથી આ સમસ્યા દુર થાય છે. બ્રાઉન સુગર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે. તે વજનને ઓછો કરવામાં પણ મદદ કરે છે.

તેની અંદર કેલેરીની માત્રા સેફ્દ ખાંડ કરતા ઓછી હોય છે. ખાંડ વધારે લેવાથી આપણા શરીરમાં અનેક બીમારી થાય છે. પરંતુ બ્રાઉન સુગરમાં હાજર તત્વ તેમાં ચયાપચ વધારે હોવાથી તે ભૂખ ધટાડવામાં મદદ કરે છે. તેને લીધે વજનમાં પણ ઘટાડો થાય છે. બ્રાઉન સુગર ગર્ભાશયની માંસપેસીઓની સ્નાયુઓને આરામ આપે છે. મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન ગર્ભાશયની સ્નાયુઓ સંકોચાઈ જાય છે. જેના લીધે સ્નાયુઓની ખેંચાણનો અનુભવ થાય છે.

આદુની ચામાં બ્રાઉન સુગર ઉમેરીને પીવાથી ખેચાણ દુર થાય છે. બ્રાઉન સુગરનો ઉપયોગ અસ્થમાની સારવારમાં પણ થાય છે. તે લોકો સેફ્દ ખાંડની જગ્યાએ બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકે છે. તેની અંદર એન્ટી એલર્જિક ગુણધર્મ રહેલો છે. જે આપણને દમની સમસ્યામાં પણ રાહત આપે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી બ્રાઉન સુગર નાખીને પીવાથી અસ્થમાના લક્ષણોમાં ધીમે ધીમે ઘટાડો કરે છે.

સફેદ ખાંડની જેમ બ્રાઉન ખાંડ પણ ઉર્જા અને શક્તિ આપે છે. તેને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાઈ માનવામાં આવે છે. બ્રાઉન સુગરમાં એન્ટીબેક્ટેરિયલના ગુણો રહેલા છે. તેને તમે ગ્લાયકોલિક એસિડ અને ઓલિવ તેલ સાથે પણ મિક્સ કરી શકાય છે, તેનો ઉપયોગ ફેસ સ્ક્રબમાં પણ થાય છે. નાના બાળકોને દુધની બોટેલ માં પાણી ભરી પીવડાવામાં આવે ત્યારે તેમાં એક ચમચી બ્રાઉન સુગર નાખી પીવાથી તે પેટમાં થતો ગેસ માટે ફાયદાકારક છે.

બ્રાઉન સુગરનો ઉપયોગ શરદીને મટાડવા માટે પણ થાય છે. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુના ટુકડા અને થોડી ખાંડ ઉમેરીને પીવાથી શરદીમાં જલ્દી રાહત મળે છે. બ્રાઉન સુગરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ઘણા આવશ્યક ખનીજ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. બ્રાઉન સુગરનું સેવન કરવાથી શરીરમાં એનેમિયા દુર થાય છે. નિયમિત ચામાં એક ચમચી બ્રાઉન સુગર મિક્સ કરી પીવાથી, તેમાં તમને ૨૦ ટકા આયર્ન અને કેલ્શિયમ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *