શું તમે જાણો છો આ છે દુનિયાનુ સૌથી શક્તિશાળી કઠોળ, આ રીતે કરવો પડશે ઉપયોગ, આવા ગંભીર રોગોનો પણ કરે છે સફાયો…

મગ એ એક પ્રકારનું કઠોળ છે. મગનું વાવેતર દરેક પ્રકારની જમીનમાં થાય છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. ભારતમાં આખા મગને બાફીને તેનું શાક બનાવામાં ઉપયોગી છે. ફણગાવેલા મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે.

આપણે બધા જાણતા જ હોયે છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ જો તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેમાં બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને વજનમાં પણ ઘટાડો થાય છે.

લીલા મગમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે. જે પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે. લીલા મગમાં એન્ટીફંગલ તેમજ એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોવાથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા મગ ખુબ જ લાભકારી હોય છે કેમ કે તે બ્લડ શુગરના સ્તરને કન્ટ્રોલમાં રાખે છે. ફણગાવેલાં મગમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી6, કેલ્શિયમ, ફોસ્ફરસ, થાઇમીન અને પ્રોટીન વગેરે તત્વો રહેલા છે.

તેથી તેનો ઉપયોગ આરોગ્યની દ્ર્સ્તીએ ખુબ ફાયદાકારક છે. જે વ્યક્તિના શરીરમાં નબળાઈ હોય તેણે ફણગાવેલા મગ ખાવા જોઈએ. તે આપણા શરીરને મજબુત બનાવે છે. મગમાં રહેલુ ઓલીયોસાચ્ચારાઈડસ નામનું તત્વ ગંભીર રોગોથી બચાવે છે. કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખુબ ફાયદાકારક રહે છે.

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને આપણી સ્કિનમાં નિખાર આવે છે. ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચરો પણ બહાર નીકળી જાય છે. આ સાથે જ પ્રોટિન પણ પુરતા પ્રમાણમાં મળી રહે છે.
ફણગાવેલા મગ એ આયર્ન નો એક સારો એવો સ્ત્રોત છે.

એનિમિયાના રોગથી બચવા માટે અને આયરન ની ઉણપને દુર કરવા માટે મગનું સેવન કરવું ખુબ જરૂરી છે. ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી. શરીરમાં રહેલો ગંદો કચરો બહાર નીકળી જાય છે, અને તેમાં રહેલું પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળે છે. ફણગાવેલા મગમા પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના હાડકાને મજબૂત બનાવે છે.

મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી આપણા હોર્મોનમાં વધારો કરે અને વજનમાં ઘટાડો કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે શરીરની નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એનર્જી પૂરી પાડે છે. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો તો ફણગાવેલા મગનું સેવન કરવું જે તમારી કેલેરી ઓછી કરે છે, અને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી.

સાંજે જમતી વખતે રોટલી સાથે એક કપ મગનું સેવન કરવું જોઈએ, જેનાથી પુષ્કળ પ્રમાણમાં તમને પોષણ મળે છે. સવારે નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. સવારમાં તેનું સેવન કરવાથી ભરપુર પ્રમાણમાં ફાયબર મળે છે. જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા મગનું સેવન નિયમિત કરવું જોઈએ. ફણગાવેલા મગ ની સાથે સાથે મગનું પાણી પણ તેટલૂ જ ઉપયોગી છે, મગનું પાણી પીવાથી સ્કીન ને લગતી ઘણી બીમારી માં તે ખુબ ઉપયોગી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *