શું તમે જાણો છો સીતાફલ ખાવાના છે આવા અઢળક ફાયદા, જાણો અને બીજાને પણ જરૂર થી જણાવો…

મિત્રો, સીતાફળ ને અંગ્રેજી ભાષામા કસ્ટર્ડ એપલ અથવા તો સુગર એપલ તરીકે ઓળખવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ સમાવિષ્ટ હોય છે. આ ફળમા રહેલા બીજનો ઉપયોગ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓના નિવારણ માટે કરી શકાય. આ ફળમા પુષ્કળ માત્રામા વિટામીન-સી અને એન્ટીઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.


આ ફળમા સમાવિષ્ટ વિટામીન-સી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે પણ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત આ ફળનુ સેવન કરો છો તો તમે અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે તમારા શરીરમા હંમેશા થાકનો અનુભવ કરતા હોવ તો આ ફળનુ  તમારે નિયમિતપણે સેવન કરવુ જોઈએ.

આ ફળ એનર્જીનુ સ્ત્રોત છે. તેનુ નિયમિત સેવન કરવામા આવે તો તમારી આ થકાવટની સમસ્યા દૂર થાય છે અને સ્નાયુઓ મજબુત બને છે. વિટામિન-બી કોમ્પલેક્સ થી ભરપૂર આ ફળ આપણા મગજને ઠંડક પણ આપે છે અને માનસિક તણાવની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે. જો તમે વારંવાર ચિડાઇ જવાની સમસ્યાથી પીડાતા હોવ તો આ ફળ ખુબ જ લાભદાયી સાબીઓત થાય છે. આ ફળમા તણાવમાંથી મુક્તિ મેળવવા માટેના ગુણતત્વો પણ સમાવિષ્ટ છે. આ સિવાય આ ફળનુ સેવન કરવાથી દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત મળે છે.

જો તમે આ ફળનુ નિયમિત સેવન કરો છો તો તમને પેઢામા થતા દુ:ખાવામા પણ રાહત મળે છે. જો તમે લોહીમા હિમોગ્લોબિનની ઊણપની સમસ્યાથી પીડાતા હોવ તો આ ફળનુ સેવન તમારા માટે લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત આ ફળના નિયમિત સેવનથી તમારા નેત્રની રોશનીમા પણ વૃદ્ધિ થાય છે. આ સિવાય આ ફળમા સમાવિષ્ટ સોડિયમ અને પોટિશિયમ તમારી રક્તપરિભ્રમણની પ્રક્રિયાને નિયંત્રિત રાખે છે.

તે શરીરના સુગર લેવલને સામાન્ય સ્તર પર લાવે છે. આ સિવાય આ ફળનુ સેવન ચામડી અને વાળ માટે પણ લાભદાયી સાબિત થાય છે. આ ફળમા સમાવિષ્ટ વિટામિન-એ અને એન્ટીઓક્સિડન્ટ તમારી ત્વચાની ચમક અને નરમી ને જાળવી રાખે છે અને ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

આ સિવાય આ ફળનુ સેવન તમારી પાચનશક્તિ સુધારે છે. આ ફળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં સહાય કરે છે. તેનાથી કબજિયાત અને આંતરડાની તકલીફ ઓછી થાય છે. આ ઉપરાંત તેમા અમુક એવા પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે જે તમને કેન્સર જેવી જીવલેણ સમસ્યા સામે રક્ષણ આપે છે.

આ ઉપરાંત જો તમે આ ફળના બીજને ક્રશ કરી તેનો પાવડર તૈયાર કરી આ પાવડરને કોકોનટ ઓઈલમા મિક્સ કરી તેને વાળ પર લગાવો અને ૧૦-૧૫ મિનીટ સુધી વાળ પર રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ વોશ કરી લો તો તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમે સ્વસ્થ અને નીરોગી જીવન વ્યતીત કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *