શું તમે જાણો છો સફળ થવા માટે સવારે નિત્યકર્મ બાદ જરૂર થી કરવુ જોઈએ આ ખાસ કામ, તમે પણ એકવાર અજમાવી જુઓ…

મિત્રો, વર્તમાન સમયમા સફળતા મેળવવા માટે લોકો દરેક સંભવ પ્રયાસો કરતા હોય છે પરંતુ, તેમછતા ક્યારેક-ક્યારેક એવુ લાગે છે કે, સફળતાની સાવ નજીક હોવાછતા પણ સફળતા પ્રાપ્ત થતી નથી અથવા તો સફળતા મળ્યાની સાથે જ ચાલી જાય છે તેમછતા આપણે વધુમા વધુ નાણા કમાઈને શ્રીમંત બનવા માટે મથતા રહેતા હોઈએ છીએ. ઘણા લોકોને ખુબ જ ઓછા પરિશ્રમે ઘણુ બધુ મળી જતુ હોય છે અને અમુક લોકોને પરિશ્રમ કરવા છતાપણ કઈજ પ્રાપ્ત નથી થતુ. જીવનમા સફળ થવુ હોય તો પરિશ્રમની સાથે ભાગ્યનો સાથ પણ અત્યંત આવશ્યક છે.

આપણા ધાર્મિક અને પૌરાણિક ગ્રંથ રામાયણમા અમુક એવી ચોપાઈઓ છે, જેના માટે એવુ માનવામા આવે છે કે, જો આપણે તેને નિયમિત સ્નાન કર્યા બાદ વાચી લઈએ તો આપણા બધા જ સ્વપ્નો પૂર્ણ થઇ શકે છે અને આપણા દરેક કાર્યો સફળ થઇ જાય છે. રામાયણ એ હિન્દુઓનો પવિત્ર ધાર્મિક ગ્રંથ છે અને તેની રચના ઋષિ વાલ્મીકિએ કરી હતી.

રામાયણમા એવી અનેકવિધ વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જે આપણા જીવનના સત્યને ઉજાગર કરે છે અને સત્ય સાથે આપણી ભેંટ કરાવે છે. રામાયણમા અમુક એવી ચોપાઈઓ છે, જેને વાંચવાથી આપણા ભાગ્યના બધાજ તાળા ખુલી જાય છે અને દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન પણ મળી જાય છે.

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।।

जपहि नामु जन आरत भारी।मिटहि कुसंकट होंहि सुखारि।।

दीनदयाल बिरद संभारी।हरहु नाथ मम संकट भारी।।

સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ ઈશ્વરની સામે જઈને દરેક ચોપાઈને કમ સે કમ પાંચ વાર વાંચવી અને મનમા ઈશ્વર સામે સંકલ્પ કરવો કે, તમે ક્યારેય કોઈનુ ખરાબ નહિ કરો અને કોઈ વિશે ખરાબ નહિ વિચારો. આવુ બોલીને એક ચોપાઈ પાચ વાર વાંચવી અને પછી બંને હાથ જોડીને પ્રભુને વંદન કરવા. આવુ નિયમિત કરવાથી જીવનમા અપાર સફળતા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *