શું તમે જાણો છો રસોઈઘરમા રહેલા આ નાના કાળા દાણા છે ઘણા કામના? કરે છે આ દસ તકલીફો ને દુર, આજે જ જાણીલો કાળામરીના આ દસ નુસ્ખા…

મિત્રો, ભારતીય રસોઈઘરમા સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે અનેકવિધ મસાલાઓનો ઉપયોગ કરવામા આવતો હોય છે. આ મસાલા ફક્ત ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહિ પરંતુ, આપણી ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ બનાવવામાં માટે પણ સહાયરૂપ બને છે. આ ઉપરાંત તે અનેકવિધ બીમારીઓનુ નિદાન કરવામા પણ સહાયરૂપ થાય છે. એવો જ એક મસાલો છે કાળા મરી.

આ મસાલાનો ઉપયોગ મુખ્યત્વે દરેક વ્યક્તિના ઘરમા કરવામા આવે છે. તેમા ભરપૂર પ્રમાણમા એન્ટીબેક્ટેરિયલ , એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જેના કારણે તેને એક ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામા આવે છે. નિયમિત આ મસાલાનુ સેવન કરવાથી આપણને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મળી શકે છે, તો ચાલો જાણીએ તેના લાભો વિશે.

લાભ :

  • જો તમને વધુ પડતી ઉધરસ આવતી હોય અને તેના કારણે તમે સુઈ ના શકતા હોવ તો મરીના એકાદ દાણાને મોઢામા મૂકીને તેને ચૂસતા રહો, તુરંત તમને ઉધરસમા રાહત મળશે અને ઉંઘ પણ સારી આવશે.આ સિવાય જો તમે થોડુ આદુ અને 3-4 કાળા મરીનો ભુક્કો કરી ઉકાળો તૈયાર કરી તેનુ સેવન કરો તો તમને તુરંત ઉધરસની સમસ્યામા રાહત મળશે.આ સિવાય જો તમે શીતપિત્તની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ૪-૫ કાળમરી વાટીને તેમા એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ ઉમેરીને તેનુ સેવન કરવાથી આ સમસ્યામા રાહત મળે છે.

  • આ ઉપરાંત જો તમે ઉધરસ તથા તેની સાથે નબળાઈની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ૨૦ ગ્રામ મરી, ૧૦૦ ગ્રામ બદામ, ૧૫૦ ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવીને એક શીશીમા ભરી લો. ત્યારબાદ નિયમિત ૧ ગ્રામ જેટલુ સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસની સમસ્યા અને નબળાઈ બંને દૂર થશે.જો તમે હેડકી અથવા તો સરદર્દની સમસ્યાથી પરેશાન હોવ તો ૩-૪ દાણાને બાળી તેનો ધૂમાડો સુંઘી લો તો તમને આ સમસ્યામા રાહત મળે છે.કાળા મરીમા લોહતત્વનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ હોય છે, જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમે રક્ત સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમકે, એનીમિયામાંથી મુક્તિ મેળવી શકો.

  • આ મસાલામા પેપરીન નામનો ગુણતત્વ સમાવિષ્ટ હોય છે. જે તમારા મેટાબોલિઝ્મને વધારે છે અને તમારા શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળે છે, જેથી તમારુ વજન નિયંત્રિત રહે છે.જયારે પણ તમે ગળુ બેસી જવાની સમસ્યાથી પીડાવ છો, તો ૨-૩ કાળા મરીને પીસીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી તમારુ બંધ થયેલુ ગળુ પણ ખુલી જાય છે. જો તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાથી પીડાતા હોવ તો સફેદ મરીના પાવડરને મધ સાથે ચાંટી લેવાથી તમને તુરંત જ આરામ મળે છે.

  • જો તમે કફની સમસ્યાથી પીડાવ છો તો એક ગ્લાસ નવશેકા પાણીમા અડધી ચમચી મરીનો પાવડર મિક્સ કરીને તેને પીવાથી તુરંત આરામ મળે છે અને કફની સમસ્યા પણ દૂર થાય છે. જો તમને દાંતમા અસહ્ય પીડા થતી હોય તો નમક અને કાળા મરીનો પાવડર સપ્રમાણ ભાગમા મિક્સ કરીને તેમા થોડુ પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો અને દાંતમા જે જગ્યાએ દુ:ખાવો થતો હોય ત્યા લગાવી લો તુરંત રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *