શુ તમે જાણો છો હાથે થી ભોજન ખાવાના છે આ જબરદસ્ત પાંચ ફાયદાઓ, આ વાંચ્યા બાદ તમે પણ છોડી દેશો ચમચી નો સાથ…

મિત્રો, હાલ મોટાભાગના લોકો ભોજન કરવા માટે હાથની જગ્યાએ જુદી-જુદી ચમચીઓનો ઉપયોગ કરે છે. જો કે આપણા શાસ્ત્રોમા હાથથી ભોજન કરવા માટેના અનેકવિધ લાભ જણાવવામા આવ્યા છે. હાથથી ભોજન કરવાના કારણે તમે અનેકવિધ શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકો છો. તો ચાલો આજે આ લેખમા હાથથી ભોજન કરવા માટેના અદભૂત લાભો વિશે માહિતી મેળવીએ.

મોઢુ દાઝી જતુ નથી :

જો તમે ચમચીથી ભોજન કરો છો તો તમે અનુમાન ના લગાડી શકો કે ભોજન કેટલુ ઠંડુ છે અને કેટલુ ગરમ? અને ઘણીવાર ગરમ ભોજનનુ સેવન કરી લેવાથી મોઢુ પણ દાઝી ઝાય છે પરંતુ, જ્યારે તમે હાથ વડે ભોજન કરો છો તો તમારુ મોઢુ દાઝતુ નથી કારણકે, જમવાનુ કેટલું ગરમ છે તેનો અંદાજ તમને પહેલા જ આવી જાય છે. જયારે ચમચી કે ફોકથી ભોજન કરતી વખતે મગજ સુધી આ મેસેજ પહોંચતો નથી કે, જમવાનુ કેટલુ ગરમ છે?

વજન નિયંત્રિત રહે :

જો તમે તમારુ વજન નિયંત્રિત રાખવા માંગતા હોવ તો ભોજન ચમચીથી નહીં પણ તમારા હાથ વડે જમવુ જોઈએ. વાસ્તવમા આપણા હાથ વડે જમવાથી આપણુ પેટ ભરાઈ જાય ત્યારે આપણા મગજને એક સંકેત મળે છે અને આપણે ઓવરઈટિંગની સમસ્યાથી બચી શકીએ છીએ.

શરીરમા ઉર્જાનુ પ્રમાણ જળવાઈ રહે :

હાથથી ભોજન જમતી વખતે શરીરની ઉર્જા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. એવુ કહેવાય છે કે, માનવશરીર હવા , પાણી , અગ્નિ , પૃથ્વી અને આકાશ એવા પાંચ તત્વોનું બનેલું છે. જો આ તત્વોમાં કોઈપણ પ્રકારનુ અસંતુલન સર્જાય તો તેનાથી શરીરમા અનેકવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે. હાથ વડે જયારે તમે કોળિયો બનાવો ત્યારે જે સ્થિતિ બને છે તે તમારા શરીરના પાંચ તત્વો વચ્ચે સંતુલન બનાવી રાખે છે અને શરીરને ઉર્જા મળે છે.

પાચનક્રિયા મજબુત બને :

જો તમે ચમચી વડે ભોજનનુ સેવન કરો છો તો તમારી પાચનક્રિયા મંદ પડી શકે છે પરંતુ, હાથ વડે ભોજન કરવાથી તમારી પાચનક્રિયા સુધરે છે અને મજબુત બને છે. જો તમે હાથ વડે ભોજન કરો છો તો તુરંત જ આ ભોજનના પાચનનો મેસેજ મગજ શુધી પહોંચે છે અને તે પાચનતંત્રનેઆ ભોજનને પચાવવા માટે તૈયાર રાખે છે. જેથી, આ ભોજનનુ સરળતાથી પાચન થઇ જાય છે.

ભોજન પર ધ્યાન કેન્દ્રિત રહે :

ચમચી અને ફોકથી ભોજનનુ સેવન કરતી વખતે ઘણીવાર આપણુ ધ્યાન જમવાથી ભટકી જાય છે પરંતુ, હાથ વડે ભોજન કરતી વખતે આપણુ ધ્યાન ફક્ત ભોજન પર જ હોય છે. આ દરમિયાન આપણે શું ખાઈ રહ્યા છીએ અને કેટલું ખાઈ રહ્યા છીએ તેના પર પણ આપણુ ધ્યાન રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *