શુ તમે જાણો છો આ એક વસ્તુનુ નિયમિત સેવન રાખે છે દવાઓ ને દુર, જીવનભર નહી લેવી પડે કોઇપણ પ્રકાર ની દવા, જાણો કઈ છે આ ખાસ વસ્તુ…

મિત્રો, આજે અમે તમને એક એવા ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનુ સેવન કરવાથી તમારા શરીરમા રહેલી ગંદકી દૂર થાય છે અને અનેકવિધ બીમારીઓમાંથી મુક્તિ મળે છે. આપણે જે વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે અર્જુનની છાલ. તેમા અનેકવિધ ખનીજતત્વો સમાવિષ્ટ હોય છે, જેના કારણે હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. તો ચાલો આ છાલના સેવનથી આપણા સ્વાસ્થ્યને થતા લાભો વિશે વધુ માહિતી મેળવીએ.

જો તમને શરીરના કોઈપણ ભાગે થોડી પણ ઈજા પહોંચી છે અથવા તો તમારુ કોઈ હાડકુ તૂટી ગયુ છે તો તમે અર્જુનની છાલનો પાવડર કાઢી તેમા દૂધ ઉમેરીને તેનુ સેવન કરી શકો છો. આ મિશ્રણનુ સેવન કરવાથી તમારુ હાડકુ તુરત જોડાવાનુ શરૂ થઇ જશે અને તમને થતી પીડામા તમને રાહત મળશે.

જો તમે હૃદયરોગની સમસ્યાથી લાંબા સમયથી પીડાઈ રહ્યા હોવ તો તમને આ છાલથી રાહત મળી શકે છે. આ માટે તમારે આ છાલને પીસીને એક ચમચી દૂધમા મિક્સ કરી તેનુ સવારે અને સાંજે બે વાર નિયમિત સેવન કરવુ પડશે. જો તમે નિરંતર એક માસ સુધી આ મિશ્રણનુ સેવન કરો છો તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

જો તમારા મોઢામા વારંવાર ચાંદાની સમસ્યા ઉદ્ભવી રહી હોય તો તમારે આ છાલને પીસીને કોકોનટ ઓઈલમા મિક્સ કરીને તમારા જ્યા ચાંદા પડ્યા હોય ત્યા લગાવવામા આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ સિવાય જો તમે તમારા શરીરને મજબૂત બનાવવા ઈચ્છતા હોવ તો આ છાલને પીસીને તેમા દૂધ ,ગોળ અને ખાંડ એકસાથે ઉમેરીને તેનુ સેવન કરવુ. આ મિશ્રણનુ સેવન કરવાથી તમારા હાડકા અને સ્નાયુઓ અવશ્ય મજબૂત બનશે.

જો તમને વારંવાર પેટમા અસહ્ય પીડા થતી હોય તો તમારા માટે આ છાલનો ઉપયોગ ખુબ જ લાભદાયી નીવડશે. આ માટે તમારે સૌથી પહેલા આ છાલના પાવડરમા હીંગ અને નમકને સ્વાદ મુજબ મિક્સ કરી અને આ ખાવાથી પેટના દુ:ખાવાથી રાહત મળશે અને જો તમને કિડનીમા સમસ્યા થતી હોય તો આ રીતે જ આ મિશ્રણનુ સેવન કરીને તમે આ પીડામાંથી રાહત મેળવી શકો છો.

હૃદયરોગની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે ૪૦ મિ.લી. જેટલો આ છાલનો પાવડર અને તેમા દૂધ ઉમેરી આ ઉકાળો સવારે અને રાતના બે સમય લેવો. આ સિવાય ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ આ ઉકાળો ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. તે લોહીના પિત્ત અને કફની સમસ્યાનો પણ નાશ કરે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ આ ઉકાળો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેમા ભરપૂર પ્રમાણમા કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાને મજબુત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *