શું તમે જાણો છો દરેક વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે રોજ ચાલવુ જોઈએ આટલા ડગલા? જાણો ઉંમર પ્રમાણે ચાલવાથી લગતી સંપૂર્ણ વિગત

મિત્રો, દરરોજ વહેલી સવારે ઉઠીને વોકિંગ કરવાથી માત્ર આપણા પૈસા જ નથી બચતા પરંતુ, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો તમે નિયમિત અમુક પગલા ચાલો છો તો તમે અનેકવિધ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો અને તેનાથી માનસિક મજબૂતી પણ પ્રાપ્ત થાય છે.

હાલ, વર્તમાન સમયમા લોકો થોડુ ચાલવાથી પણ અચકાતા હોય છે. ઓફિસ, કોલેજ અથવા શોપિંગ મોલમા સીડીઓનો ઉપયોગ કરવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરે છે. પ્રતિષ્ઠિત મેડીકલ જર્નલ “ધ લૈસેંટ” મા પ્રકાશિત એક અહેવાલ મુજબ જો નિયમિત ૨૦ મિનિટ જેટલુ પણ ચાલવામા આવે તો તેનાથી ખોરવાઈ ગયેલા ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરી શકાય છે અને હૃદયની બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

હવે બધાના મનમા એક મૂંઝવણ ઉભી થતી હોય છે કે, આપણે કેટલા પગલા અથવા તો કેટલા સમય સુધી અથવા તો કેટલા અંતર સુધી ચાલવુ જોઈએ? દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે પોતાની ઉંમર પ્રમાણે અમુક અંતર સુધી અથવા તો અમુક પગલા સુધી ચાલવાની આદત કેળવવી જોઈએ. કઈ ઉંમરના વ્યક્તિએ દિવસભરમાં કેટલાં પગલાં ચાલવા જોઈએ તેના વિશે અમે તમને આજે અમારા લેખમા જણાવીશુ અને સાથોસાથ ચાલવાથી શુ લાભ થાય છે તે પણ જણાવીશુ.

કમરદર્દની સમસ્યા દૂર થાય :

વિશેષજ્ઞોના મત મુજબ જો આખા દિવસમા ૮૦ મિનિટ સ્લો વોકિંગ કરવામાં આવે તો ઘૂંટણ , પગની ઘૂંટી , હિપ અને પગના દુ:ખાવામાંથી મુક્તિ મેળવી શકાય છે. આ સિવાય એક અઠવાડિયામા બે મિનિટ સુધી ઝડપથી ચાલવુ જોઈએ કારણકે, તેનાથી આપણે અનેકવિધ બીમારીઓમા રાહત મેળવી શકીએ છીએ. “ધ લૈસેંટ” મા પ્રકાશિત એક અહેવાલ મુજબ નિયમિત વોકિંગ કરતા લોકોમા હૃદયરોગનુ જોખમા ઘટી જાય છે.

બ્રેઈન સ્ટ્રોકની સમસ્યામા રાહત મળે :

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે, દાકતર સલાહ આપતા હોય છે કે, નિયમિત સવારે મોર્નિંગ વોક પર જરૂર જાઓ. જેટી તમને ચોખ્ખી હવા મળે છે અને સાથોસાથ તમારો મૂડ પણ રિફ્રેશ થઈ જાય છે. શું તમને ખ્યાલ છે કે, મોર્નિંગ વોક કરવાથી તમે બ્રેઇન સ્ટ્રોક જેવી જીવલેણ સમસ્યા સામે રક્ષણ મેળવી શકો છો. નિયમિત વોકિંગ કરવાના કારણે આ સમસ્યાનો ભય ઘણી હદ સુધી ઘટી જાય છે.

મોટાપાની સમસ્યા દૂર થાય :

જે લોકોને સ્થૂળતાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમણે વોકિંગ અવશ્યપણે કરવુ જોઈએ. દાક્તરો પણ વેઇટ લોસ ટિપ્સમા ચાલવા માટેની સલાહ અવશ્ય આપે છે. વાસ્તવમા વોકિંગ કરવાથી શરીર ખૂબ જ ઝડપથી પરસેવાને બહાર છોડે છે, જે ચરબીને પાતળી કરવામા મદદગાર સાબિત થાય છે ફક્ત એટલું જ નહીં પરંતુ, નિયમિત ૧ કલાક ચાલવાથી શરીરને સ્થૂળતાની સમસ્યાથી દૂર કરી શકાય અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે.

માનસિક તણાવ દૂર થાય :

ઘણીવાર ઓફિસનુ વર્ક, ઘરનો તણાવ, સંબંધીઓ સાથે મતભેદ અથવા કોઈપણ વિશેષ બાબતને કારણે વ્યક્તિ માનસિક તણાવનો શિકાર બની જતો હોય છે પરંતુ, જો તમે નિયમિત વોકિંગ કરો છો તો આ તણાવની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો, તમારે નિયમિત ૩૦ મિનિટ સુધી વોકિંગ કરવું જોઈએ. વાસ્તવમા ચાલવાથી આપણા શરીરની બધી જ કોશિકાઓની એક્સરસાઇઝ થાય છે અને તે મગજ ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે, જેના કારણે તમે માનસિક તણાવની સમસ્યામાં રાહત મેળવી શકો.

હાડકા મજબુત બને :

જો આપણે વોકિંગથી થતા લાભો વિશે માહિતી મેળવીએ તો તે આપણા શરીરના બંધારણ પર અસર કરે છે અને આપણાં હાડકાને પણ મજબુત બનાવે છે. સંશોધનમા એવુ પણ જોવા મળ્યું છે કે, વોકિંગ કરતા લોકોમાં હિપ ફ્રેકચરનો ખતરો ૪૩ ટકા સુધી ઓછો થઈ જાય છે. એટલા માટે પોતાની દિનચર્યામાંથી સમય કાઢીને કમ સે કમ નિયમિત ૧૫ થી ૨૦ મિનિટ જરૂર ચાલવું જોઈએ.

ડાયાબિટીસની સમસ્યા દૂર થાય :

આપણા દેશને ડાયાબિટીસની રાજધાની કહેવામા આવે છે કારણકે, આપણા દેશમા આજે કરોડોની સંખ્યામા લોકોને ડાયાબિટીસની સમસ્યા છે અને આ બીમારીથી પીડાઈ રહ્યા છે પરંતુ, જો તમે આ સમસ્યાથી સુરક્ષિત રહેવા માંગો છો તો તમારે નિયમિત જોગિંગ કરવુ જોઈએ. વાસ્તવમા ચાલવાથી શરીરના લોહીમા રહેલ વધારાનુ બ્લડસુગર અમુક હદ સુધી બર્ન થઈ જાય છે અને તમે આ બીમારીની ઝપટમાં આવવાથી રક્ષણ મેળવી શકો છો.

હૃદયરોગની સંભાવના ઘટે :

હૃદયરોગની સમસ્યાના કારણે આપણા દેશમા આજે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની દવાઓનુ સેવન કરે છે અને તેમણે પોતાની ખાણીપીણી ઉપર વિશેષ ધ્યાન પણ આપવું પડે છે. એટલું જ નહીં આવા લોકોની જીવનશૈલી સુધારવા માટે દાક્તરો દ્વારા નિયમિત મોર્નિંગ વોક પર જવા માટે કહેવામા આવે છે. તમારે નિયમિત ૩૦ મિનિટ સુધી વોકિંગ જરૂર કરવું જોઈએ. વાસ્તવમા ચાલવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં બદલાવ થાય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને હૃદયરોગથી પણ બચાવી રાખવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *