શું તમે જાણો છો ચેકમા નીચે દર્શાવેલા આ ૨૩ આંકડા શું સૂચવે છે? દરેક વ્યક્તિએ જરૂર થી જાણવુ જોઈએ…

મિત્રો, એ.ટી.એમ. અને ઇન્ટરનેટ બેંકિંગના સમયમા આજે લોકોએ ચેક્નો ઉપયોગ ઘટાડી દીધો છે પરંતુ, હજુ હાલ વર્તમાન સમયમા પણ મોટા નાણાકીય વ્યવહારો માટે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ચેકનો ઉપયોગ કરીએ ત્યારે તેમા રકમ , સહી , નામ અને ચેક નંબર વગેરે જેવી માહિતીની વિશેષ કાળજી લેવી જોઈએ અને તેને સંપૂર્ણપણે સાવચેતીથી ભરો. આજે અમે તમને ચેક વિશે થોડી માહિતી આપીશુ.

શુ તમને ખ્યાલ છે કે, ચેક નીચેના નંબરોનો અર્થ શું છે? ચેકની નીચે આપવામા આવેલા ૨૩ અંકો ખૂબ જ વિશેષ છે પરંતુ, મોટાભાગના લોકોને તેનો અર્થ જ ખબર નથી. જો તમને પણ હજી સુધી આ અંગે કોઈ માહિતી નથી, તો ચાલો આજે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ચેકનુ મૂલ્ય શું છે એ તો આપણે સારી રીતે જાણીએ છીએ તેથી, ચેક પર આપેલ કોઈપણ માહિતી અર્થવીહીન હોઈ શકે નહીં.

ચેક પર લખવામા આવેલી દરેક વિગતોનો વિશેષ અર્થ હોય છે. ચેકમા નીચે આપવામા આવેલ આ ૨૩ અંકોની સંખ્યા પણ ખૂબ જ વિશેષ છે. આ ૨૩ અંકને ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક ભાગનુ પોતાનુ વિશિષ્ટ મહત્વ છે. આ નંબરોમાથી શરૂઆતના ૬ અંકો તે ચેક નંબર દર્શાવે છે. જે રેકોર્ડ માટે જોવામાં આવે છે. ત્યારબાદના ૯ અંકો એ એમ.આઈ.સી.આર. કોડ્સ છે અને છેલ્લા ૯ નંબર એ બતાવે છે કે, આ ચેક કયા બેંકમાંથી આપવામા આવ્યો છે. આ ચેકમા આપવામા આવેલા એમ.આઈ.સી.આર. કોડને પણ ત્રણ ભાગમા વહેંચવામા આવ્યા છે.

તેમાનો પહેલો ભાગ જે-તે શહેરનો કોડ છે એટલે કે આ શ્રેણીના પ્રથમ ત્રણ અંકો ખરેખર તમારા શહેરનો પિન કોડ છે અને તે બતાવે છે કે, ચેક કયા શહેરનો છે. બીજો ભાગ એ બેંકનો કોડ છે અને દરેક બેંકનો પોતાનો એક અનન્ય કોડ હોય છે. જેમકે, ઉદાહરણ તરીકે, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકનો કોડ ૨૨૯ અને એસ.બી.આઈ. નો કોડ ૦૦૨ છે. જ્યારે એમ.આઈ.સી.આર. કોડનો ત્રીજો ભાગ શાખાનો કોડ છે. આ કોડ બેંકની દરેક શાખાઓનો જુદો-જુદો હોય છે. આ કોડનો ઉપયોગ બેંક સાથે સંકળાયેલા દરેક વ્યવહારમાં થાય છે.

એમ.આઈ.સી.આર. કોડ પછીના ૬ અંકો એ જે-તે વ્યક્તિના બેંક ખાતાનો નંબર દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, આ નંબર માત્ર નવી ચેકબુકમા જ જોવા મળે છે. પહેલાની જૂની ચેક બુકમા આ નંબર જોવા મળતો નહોતો. છેલ્લા બે અંક એ ટ્રાન્ઝેક્શન આઈ.ડી. છે. જેમા ૨૯ , ૩૦ અને ૩૧ એ ક્રોસ ચેક સૂચવે છે, જ્યારે ૦૯ , ૧૦ અને ૧૧ સ્થાનિક ચેક સૂચવે છે. તે દેશભરની સંબંધિત બેંકની તમામ શાખાઓમાં પણ સ્વીકાર્ય હશે, તેના માટે બહારની શાખાઓ પણ ક્લિયરિંગ દરમિયાન વધારાના શુલ્ક લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *