શું તમે જાણો છો આ પાંચ દેશી ફેસપેક આપે છે એક રક્ષણાત્મક કવચ તરીકે કામ, જેના લીધે ઉનાળામા ત્વચા દાઝશે કે મૂર્જાશે નહિ, જાણો અને બીજાને પણ જણાવો…

ગરમીની ઋતુમાં ચહેરાની ત્વચાને સારી રાખવા માટે ફેશ પેકની જરૂર પડે છે. આજે અમે એવા જ પાંચ ફેશપેક વિષે જણાવશું. જે સંપૂર્ણ કુદરતી રીતે બનાવેલુ ઘરેલું ઉપાય છે. તેમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉનાળાની ઋતુમાં ત્વચા જલ્દીથી દાઝી જાય છે. બહાર ખુબ તડકો અને ગરમીને લીધે આપણા ચહેરાનું પાણી જલ્દીથી શોષી લે છે. આપણી ત્વચા રૂખી પડી જાય છે. અને આપણા શરીરમાં ડિહાઇડ્રેશન પણ થવા લાગે છે. આ માટે તમારે તમારી ત્વચાને ઠંડક આપે તેવા ઘરેલું ઉપાય કરી ત્વચાને ગરમીથી બચાવી જોઈએ.

બટાકાનું ફેસ પેક

ગરમીની ઋતુમાં ત્વચાને ઠંડક આપવા માટે આ ફેશપેક ખુબ ઉપયોગી છે. ત્વચા પર વધતી કાળાશને દુર કરવામાં માટે બટેકાનું ફેશપેક ખુબ ઉપયોગી બને છે. આ ફેશ પેક એટલું અસર કરે કે મોંધી ક્રીમ પણ નહિ કરતી હોય. આ બટાકાના ફેશપેકને એક અઠવાડિયા સુધી લગાવાથી તેની અસર તમને તમારી ત્વચા પર દેખાશે. તો ચાલો આ ફેશપેક બનાવવા માટેની વસ્તુઓને જોઈએ. આ ફેસપેક બનાવવા માટે બે કાપેલા બટાકા, એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી ગુલાબ જળ આ બધી વસ્તુઓને મિક્સ કરી એક ફેસપેક બનાવી લો અને વીસ થી પચીસ મિનીટ સુધી તેને ચહેરા પર લગાવીને રાખો. તમે ઈચ્છો તો તેને ગળા અને ખંભા પર પણ લગાવી શકો છો.

ચોખાનો લોટ અને ચંદન પાવડર

ચોખાનો લોટ ત્વચા પર નિખાર લાવે છે. અને ચંદન રંગ નીખારવાની સાથે તે ત્વચા પર ઠંડક પણ આપે છે. આ ફેશપેક ગરમીની ઋતુમાં ખુબ ફાયદાકારી છે. તેને બનાવવા માટે આ વસ્તુની જરૂર પડે છે. આ ફેસપેકને બનાવવા બે ચમચી ચોખાનો લોટ, એક ચમચી ચંદન પાવડર, ત્રણ ચમચી ગુલાબજળ આ બધી વસ્તુને મિક્સ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર વીસ મિનીટ સુધી લગાવી. ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઈ લો. આ ફેસપેક સાત દિવસ સુધી લાગવાથી તેની અસર ચહેરા પર બતાવે છે.

ટામેટા અને એલોવેરા ફેસ પેક

ટમેટા એલોવેરા અને લીંબુ આ બધી વસ્તુ મિક્સ કરી ઉનાળાની ઋતુમાં તેનું ફેસપેક બનાવી શકો છો. તે ફેસપેકનો ઉપયોગ પંદર મિનટ સુધી જ કરવાનો રહે છે. એટલે જયારે પણ તમે ઉતાવળમાં હોય ત્યારે આ ફેશપેક ખુબ ઉપયોગી બને છે. તેને ચહેરા પર લગાવાથી નિખાર આવે છે. તેને બનવવા માટે એક ચમચી ટમેટાનો રસ, બે ચમચી એલોવેરા જેલ, અડધી ચમચી લીંબુનો રસ. આ બધી વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવાથી ચહેરામાં ચમક આવે છે.

પપૈયા અને સંતરાનો ફેસ પેક

પપૈયાના બટકાને લઈ તેને મસળીને પેસ્ટ બનાવો. તેની અંદર તેમાં સંતરાની બે ચીર લઈ તેનો રસ નાખો. તે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી પછી ચહેરા પર લગાવો. તેને વીસ મિનીટ સુધી ચહેરા પર લગાવીને રાખો. ત્યાર બાદ તેને પાણી વડે સાફ કરી લેવો. જયારે પણ તમારે તડકામાં જવાનું હોય તે પહેલા આ ફેસપેકનો ઉપયોગ કરવો.

ગરમી મા ખાસ ચણા ના લોટ નો ફેસપેક

ગરમીની ઋતુમાં ચણાના લોટમાં થોડા લીંબુના ટીપા અને દહીં મિક્સ કરવું. તેનાથી તમારી ત્વચા શીતલ રહેશે. આ ફેસપેક બનાવવા માટે બે ચમચી ચણાનો લોટ, અડધી ચમચી લીબુનો રસ, ત્રણ ચમચી દહીં. આ બધી વસ્તુને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી આ પેસ્ટને ચહેરા પર લગાવીને વીસ થી પચીચ્સ મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ પાણીથી તેને સાફ કરી લો. આ પ્રયોગ કરવાથી તમારી ત્વચા નીખરવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *