શું તમે જાણો છો આ ફળ છે માંસ કરતા પણ પાંચ ગણુ વધુ શક્તિશાળી, આંતરડા થી લગતા અથવા તો કોઇપણ જટિલ રોગ ને કરે છે જડમૂળ થી નાબુદ…

મિત્રો, સમગ્ર દેશમા ઊપલબ્ધ એવુ આ “શ્લેષ્માતક” એ સંસ્કૃત નામને કારણે અજાણ્યું લાગે પણ પરંતુ, જો તેને ગુંદો તરીકે ઓળખાવીએ તો મોટાભાગના લોકો ઓળખી જાય. આ એ એક વનસ્પતિ છે, જેનાં વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. તેના ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય છે.

આ ફળમાથી શાક તથા અથાણા પણ તૈયાર કરવામા આવે છે. આ ફળ ખુબ જ મીઠાં હોય છે તથા તેની અંદર ગુંદરની માફક ચિકણો અને મીઠો રસ હોય છે, જે શરીરને જાડું બનાવે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, એક તો મોટો ગુંદો જે અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા રહે અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે અને બીજો એટલે નાની ગુંદીના નામથી ઓળખાતી જાત. બંનેના ગુણો એકસમાન હોય છે અને મોટાભાગે મોટા ગુંદાનો જ વધારે પડતો ઊપયોગ થાય છે. ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.

તેના ઢળિયાને હાથ અડાડ્યા વિના સળી, ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુથી કાઢીએ તો જ સફળતા મળે છે નહીંતર હાથ ચીકણાં થતાં બીજો ગુંદો હાથમાં આવી જ ના શકે તેવી સ્થિતિ પેદા થાય છે. આ ફળના વૃક્ષનુ લાકડુ ખુબ જ ચિકણું અને મજબૂત હોય છે. ઇમારતી કામ માટે આ વૃક્ષના લાકડાંમાંથી તખ્તા બનાવવામાં આવતા હોય છે. આ સિવાય અન્ય કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદાની ચીકાશને કારણે ભલે તે અડવા ના ગમે પણ ગુણધર્મને ધ્યાનમાં રાખીએ તો જરૂરથી બટાટા જેટલું જ સ્થાન તે આપણાં રોજિંદા આહારમાં મેળવી શકશે.

લાભ :

તે સ્નિગ્ધ, ભારે, પિચ્છિલ અને સ્વાદે મધુર તથા કંઈક અંશે તૂરો પણ હોય છે. તેની છાલ તૂરી અને કડવી હોય છે. તે પચવામા મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણતત્વ પણ ધરાવે છે.તે કફવર્ધક પણ છે, તેની છાલનો રસ કાઢી તેનુ નિયમિત સેવન કરવામા આવે તો તે કફ અને પિત્તનો નાશ કરે છે.

આ ઉપરાંત તે વિવિધ પ્રકારની બીમારીઓમા અને ખાસ કરીને કર્મશોધ–કર્ણશૂલમા તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી લાભ મળે છે. વીંછીના ડંખ પર ગુંદાની છાલનો લેપ કરવાથી તમને અસહ્ય પીડામાંથી રાહત મળે છે અને વિષનો પ્રભાવ પણ ઘટે છે. નાનાં જીવજંતુ, મધમાખી વગેરેના ડંખની ઝેરી અસરમા ગુંદાની છાલનો લેપ તુરંત રાહત આપે છે. જૂની સંગ્રહણી તથા મરડો, ઝાડા જેવી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓમા છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમા બે વાર આપવાથી પાચનતંત્ર અને આંતરડા મજબુત બને છે.

આ ફળનુ નિયમિત સેવન કરવાથી કઠણ ઝાડની સમસ્યામા રાહત મળે છે. આ ફળની સબ્જી બનાવી નિયમિત સેવન કરવાથી આતરડામાં ચીકાશ પેદા થાય છે જેથી, તેની લૂખાશ દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે. આ ઉપરાંત રકત્તપિત્તની બીમારીમા તેની પિત્તશામકતા દૂર કરવામા ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી સાબિત થાય છે, તેથી રકત્તપિતની સમસ્યાથી પીડાતા રોગીઓને પાકા ગુંદાની સબ્જી બનાવીને દરરોજ આપવામા આવે તો આ સમસ્યા દૂર થાય છે.

મૂત્રલ અને પિત્તશામક ગુણતત્વને કારણે ગુંદા એ પેશાબ અટકીને આવતો હોય, પથરી હોય કે પેશાબમાં બળતરા થતી હોય તેવા દર્દીઓ માટે લાભદાયી સાબિત થાય છે. પિત્તશામક અને રકતશુધ્ધિ કરવાના ગુણતત્વને લઈને તમામ પ્રકારના ચામડીના રોગના દર્દી જો ખોરાકમાં ગુંદાનો શાક તરીકે વધુમાં વધુ ઊપયોગ કરે તો તેને તુરંત આ સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત તે તાવની સમસ્યા દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

તે તમારા શરીરની તાકાતને વધારી બે ગણી કરી દે છે. જો નિયમિત તેનુ સેવન કરવામા આવે તો શરીરમા નબળાઈ નથી રહેતી અને હાડકાઓને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે કારણકે, તેમા પુષ્કળ માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સમાવિષ્ટ હોય છે. ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ તૈયાર કરે છે અને તેને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. આ લાડવાને ખાવાથી શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ પણ મળે છે.

આ ફળમા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પુષ્કળ માત્રામા હોય છે, જેના કારણે આપણો મગજ તેજ થાય છે. આ ઉપરાંત તેમાં લોહતત્વની માત્રા પણ વધુ હોય છે, જે શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. તેની છાલનો ઉકાળો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને ધાધર પર લગાવવામાં આવે તો લાભ થાય છે. વાયાગ્રાની કે શક્તિવર્ધક કેમિકલ વાળી ગોળીઓ કરતા અનેક ઘણી શક્તિ ગુંદા માં રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *