શું તમે જાણો છો ૧૦૦ થી પણ વધુ આંખ, પેટ, ત્વચા તેમજ પાચનથી લગતી તમામ બીમારીઓનો ઉપચાર છુપાયેલો છે આ એક ચૂરણ મા, જાણો તેની ઉપયોગની રીત…

મિત્રો, આજે એક એવી સમસ્યાના નિદાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે અંદાજીત ૭૦ ટકા લોકોમાં જોવા મળે છે. મોટાભાગના લોકો પેટ સાથે સંકળાયેલ સમસ્યાથી પીડાતા હોય છે. જો વહેલી સવારે તમારા પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થાય તો આખો દિવસ પસાર થવામા ખુબ જ વધારે મુશ્કેલી પડે છે. સવારે જ્યા સુધી પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થાય ત્યા સુધી વ્યક્તિને માનસિક અને શારીરિક શાંતિની પ્રાપ્તિ થતી નથી અને પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થવાના કારણે કબજિયાતની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

આવી સ્થિતિમા તમારે અનેકવિધ સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે કારણકે, જ્યારે કોઈનુ પેટ અસ્વસ્થ થઈ જાય છે ત્યારે તે કબજિયાતની સમસ્યાનો શિકાર બની જાય છે અને તેના કારણે તમારે અનેકવિધ શારીરિક સમસ્યાઓ થવાનુ જોખમ પણ અનેકગણુ વધી જાય છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આજે અમે તમને એક એવી અસરકારક ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી આ સમસ્યામાંથી તમને મુક્તિ અપાવી શકે છે.

આયુર્વેદની આ અસરકારક ઔષધીનુ નામ છે ત્રિફળા. આ ઔષધીમા પુષ્કળ માત્રામા એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. આ ઔષધી તમારા લોહીમા સુગર લેવલને નિયંત્રિત રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તે કોલેસ્ટરોલની સમસ્યાને નિયંત્રણમા રાખવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે અને જો ડાયાબિટીઝ ના હોય તો પણ નિયમિત ત્રિફળાનુ સેવન તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય જો તમારા મોઢા પર ચાંદાની સમસ્યા રહેતી હોય, ગળામા દુઃખાવો રહેતો હોય તો ત્યારે એક ચમચી ત્રિફળા ચૂર્ણને એક ગ્લાસ પાણીમા પલાળીને રાખવુ. ત્યારબાદ બીજા દિવસે આ મિશ્રણને ઉકાળીને અડધુ થાય એટલે ક્વાથ ઠારીને ત્યારબાદ ગાળીને એ પાણી થોડીક વાર મોઢામા ભરીને રાખવુ અને ત્યારબાદ કોગળા કરવા. આ ઉપાય અજમાવવાથી તમને અનેકવિધ લાભ થાય છે.

આ એટલા માટે છે કે, આપણા સમગ્ર શરીરનુ અર્થતંત્ર એ પેટ ઉપર આધારીત હોય છે, જો પેટમા કોઈપણ નાની સમસ્યા હોય તો તાત્કાલિક તેના માટે કોઈ સારો ઉપાય અજમાવવો જોઇએ જેથી, તમારે કોઈ શારીરિક સમસ્યાનો સામનો ના કરવો પડી શકે. આજના સમયમા લોકો જે પ્રકારનો ભોજન લઈ રહ્યા છે જેમકે, શેકેલી ચીજો અને જંકફૂડનો વધુ વપરાશ કરે છે અને તેના કારણે તેમનુ યકૃત ઝેરી થઈ રહ્યું છે.

તમારા શરીરમા લિવર એ ખરાબ ખાવાની ટેવ અથવા અતિશય પીવાને કારણે પણ ખરાબ થઈ શકે છે પરંતુ, જ્યારે નિયમિત ત્રિફળાનુ સેવન કરવાનું શરૂ કરી દઈએ છીએ ત્યારે તે તમારા યકૃતને ડિટોક્સિફાઇંગ કરવાનુ શરૂ કરે છે એટલે કે તે યકૃતના તમામ ઝેરી તત્વોને દૂર કરે છે અને તમારું યકૃત સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

આપણા શરીરમા બ્લડપ્રેશરને નિયંત્રિત માત્રામા રાખવુ એ અત્યંત આવશ્યક છે કારણકે, જો બ્લડપ્રેશર નિયંત્રણમા ના રહે તો હાર્ટ એટેક અને લકવા જેવી બીમારીઓ થઈ શકે છે. આ ઔષધી એ એક એવી આયુર્વેદિક દવા છે, જે બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે છે, એટલે કે જો બ્લડપ્રેશર ઓછુ હોય તો તે બ્લડપ્રેશરને નિયંત્રણમા લાવવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

આ ઔષધીને મધની સાથે લેવામા આવે તો તમે સ્થૂળતાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારી રક્તવાહિનીઓ પણ લચીલી બને છે, જેના કારણે તમારો રક્તપ્રવાહ પણ સરળ બને છે. આ ઉપરાંત ચહેરાની કરચલીઓની સમસ્યા દૂર થાય છે. મોટી ઉંમરે પણ આ ઔષધી તમારા હદયને મજબૂત રાખે છે. જો તમે આ ઔષધીનો ઉકાળો તૈયાર કરીને ઘા ધોવો તો એલોપેથિક એન્ટસેપ્ટિકની જરૂર નથી રહેતી. આના કારણે તમારા ઘા જલ્દી ભરાઈ જાય છે. આ ઉપરાંત ડાયાબિટિસની સમસ્યાને દૂર કરવા માટે પણ આ ઔષધી લાભદાયી સાબિત થાય છે.

જો લોહી શુદ્ધ ના હોય અને તેમા ઝેરી તત્વો ભરાઈ જાય તો પછી ખીલ, ચહેરાના ફોલ્લીઓ અને તેના જેવી અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ ઔષધીની વિશેષ બાબત એ છે કે, આ ઔષધી ફક્ત તમારા લોહીને જ શુદ્ધ નથી કરતુ પરંતુ, તમારા શરીરના તમામ ઝેરને બહાર કાઢે છે, જેના કારણે તમારુ લોહી શુદ્ધ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *