શું તમે જાણો છો તજ, લવિંગ, આદુ અને લીંબુ નો આ રીતે ઉપયોગ દુર કરશે માથા નો દુખાવો, જાણો અને બીજાને પણ જણાવો…

મિત્રો, હાલ વર્તમાન સમયમા દરેક વ્યક્તિ કોઈ ને કોઈ માનસિક તણાવ થી પીડાતો હોય છે. આ તણાવની સમસ્યા હાલ સર્વસામાન્ય બની ચુકી છે. તણાવના કારણે ઘણીવાર સરદર્દની સમસ્યા પણ ઉદ્ભવતી હોય છે અને આ સમસ્યાના કારણે કોઈપણ કાર્ય યોગ્ય રીતે થઇ શકતુ નથી પરંતુ, આજે આ લેખમા આ સમસ્યાઓને દૂર કરવા માટે અમે અમુક વિશેષ ઉપાયો જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ.

જો તમે સરદર્દની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તજ, લવિંગ, આદુ અને લીંબુ વગેરેનો યોગ્ય ઉપયોગ કરીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તજ નો ઉપયોગ સરદર્દ ની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તજને પીસીને તેમા થોડુ પાણી ઉમેરી આ પેસ્ટને અડધા કલાક માટે તમારા માથા પર લગાવી રાખો અને ત્યારબાદ સાફ પાણીથી માથુ ધોઈ લો તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે એક ગ્લાસ પાણીમા ચમેલીનું ફૂલ ઉમેરી તેનુ નિયમિતપણે સેવન કરો તો તમે આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો, જો તમે ઇચ્છો તો તેમા મધ પણ ઉમેરી શકો છો. આ સિવાય જો તમે થોડુ લવિંગ પીસીને તેને સાફ કપડામા બાંધી અને તમારા માથા પર લગાવી દો તો પણ તમને આ સરદર્દની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સિવાય જો તમે આદુ અને લીંબુને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને માથા પર લગાવો અને અડધી કલાક બાદ સાફ પાણીથી માથુ ધોઈ લો તો પણ તમને આ સરદર્દની સમસ્યામાંથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *