શું તમે જાણો છો સૂતા પહેલા જો વાળમા આ વસ્તુ લાગવવામા આવે તો બમણી ઝડપે થશે વાળ લાંબા તેમજ ભરાવદાર, જાણો કઈ છે આ વસ્તુ…

મિત્રો, મોટાભાગની સ્ત્રીઓ તેમના ચહેરાની સૌન્દર્ય વધારવા માટે ગુલાબજળનો ઉપયોગ કરે છે પરંતુ, મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે, ગુલાબજળ એ જેટલુ ત્વચા માટે ફાયદાકારક છે તેટલુ જ વાળ માટે પણ લાભકારક છે. તેના ઉપયોગથી ત્વચાની સાથે વાળને પણ અનેકવિધ લાભ મળે છે.

પ્રવર્તમાન સમયની વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણી પાસે માથામા તેલ નાખવા માટેનો પણ સમય હોતો નથી અને તેના કારણે વાળ શુષ્ક બની જતા હોય છે. જો તમે તમારા આ વાળની શુષ્કતાને દૂર કરવા ઈચ્છતા હોવ તો તેના માટે ગુલાબજળ ખુબ જ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. જો તમે રાત્રે સુતા પહેલા એક પાત્રમા ગુલાબજળ બહાર કાઢીને ત્યારબાદ તેના વડે તમારા માથા પર જડમૂળ સુધી માલીશ કરો અને ત્યારબાદ સવારે વહેલા ઉઠીને વાળને શેમ્પુથી ધોઇ લો તો તમારા વાળ એકદમ મુલાયમ બની જશે.

આ સિવાય જો તમારા વાળમા શેમ્પુ કર્યા પછી પણ ચિકણા બની જતા હોય તો તમે ત્રણ ચમચી ગુલાબજળ, એક ચમચી મધ, અડઘુ લીંબુ ઉમેરી તેનુ મિશ્રણ તૈયાર કરીને આ મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવી રાખો અને ત્યારબાદ તેને ધોઇ લો તો થોડાક દિવસમા જ ફરક જોવા મળશે.

આ સિવાય જો તમે સ્નાન કરતા પહેલા ત્રણ ચમચી ગુલાબ જળ, એક ચમચી મધ લઇને તેને મિક્સ કરી અને ત્યારબાદ તેને આંગળીની મદદથી વાળ પર લગાવી અને ૨૦ મિનિટ રાખીને શેમ્પુથી વાળ ધોઇ લો તો તમારા બરછટ વાળની સમસ્યા એકદમ દૂર થઇ જશે. આ સિવાય જો તમે બે ચમચી ઓલિવ ઓઇલ અને બે ચમચી ગુલાબજળને યોગ્ય રીતે મિક્સ કરી લો અને ત્યારબાદ તેને તમારા વાળમા લગાવી અને શેમ્પુ કરી લો તો તમને ખરતા વાળની સમસ્યાથી તુરંત રાહત મળશે. માટે જો તમે પણ તમારા વાળને સુંદર, આકર્ષક, કાળા, ઘાટા અને મુલાયમ બનાવવાની ઈચ્છા ધરાવતા હોવ તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *