શું તમે જાણો છો ખુબ જ ચમત્કારી છે આ નવગ્રહ નો કવચ મંત્ર, તેના નિયમિત જાપથી શાંત થાય છે ગ્રહ પીડા અને સાથોસાથ મળે છે આવા અઢળક લાભ…

મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમા નવ ગ્રહનો ઉલ્લેખ કરવામા આવેલ છે અને આ બધા જ ગ્રહોની સ્થિતિ પર રાશિજતાકોનુ આવનાર ભાવી આધારિત હોય છે. જો તમારી કુંડળીમા આ ગ્રહની સ્થિતિ યોગ્ય ના હોય તો તમારુ જીવન દુઃખોથી ભરાઈ જાય છે અને જો ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો વ્યક્તિને જીવનમા દરેક સુખની પ્રાપ્તિ થાય છે.જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય નથી તો તમારે ગ્રહો પ્રમાણે નીચે જણાવવામા આવેલ ઉપાય અજમાવવા જોઈએ.

બુધ :

જો આ ગ્રહની સ્થિતિ યોગ્ય ના હોય તો તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે અને તમે સદાય બીમાર રહી શકો છો. આ ગ્રહની સ્થિતિને યોગ્ય કરવા માટે લીલા રંગની વસ્તુઓનુ દાન કરવુ તથા બુધવારના દિવસે વ્રત પણ રાખવુ જોઈએ.

શુક્ર :

જો આ ગ્રહની સ્થિતિ યોગ્ય ના હોય તો તમારા દરેક કાર્યમા વિઘ્ન ઉભા થાય છે અને કોઈપણ કાર્યમા તમને સફળતા મળતી નથી. આ ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે મહાદેવની પૂજા કરવી જેથી, તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે.

ચંદ્ર :

આ ગ્રહને શાંત રાખવા માટે સફેદ રંગની વસ્તુઓ જેમકે, દૂધ, દહીં, ખાંડ વગેરે ચીજવસ્તુઓનુ દાન કરવુ જોઈએ જેથી, આ ગ્રહ કુંડળીમાં મજબૂત બને છે.

બૃહસ્પતિ :

જો તમે આ ગ્રહની સ્થિતિ યોગ્ય રાખવા ઈચ્છતા હોવ તો ગુરૂવારના દિવસે પીળા રંગના કપડાં ધારણ કરવા અને કેળાના વૃક્ષની પૂજા કરવી.

સૂર્ય :

આ ગ્રહની સ્થિતિ તમારી કુંડળીમા યોગ્ય રાખવા માટે નિયમિત સૂર્યદેવની પૂજા કરવી અને અર્ધ્ય આપવુ જોઈએ. આ સાથે જ દર રવિવારે સૂર્યદેવની કથા પણ વાંચવી જોઈએ.

મંગળ :

આ ગ્રહની સ્થિતિ તમારી કુંડળીમા યોગ્ય બનાવી રાખવા માટે મંગળવારનાં દિવસે લાલ રંગની વસ્તુઓનુ દાન કરવુ..

કેતુ અને રાહુ :

આ બંને ગ્રહોની સ્થિતિ યોગ્ય રાખવા માટે શનિવારના દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવુ.

શનિ :

જો તમે તમારી કુંડળીમા આ ગ્રહની સ્થિતિ યોગ્ય રાખવા ઈચ્છતા હોવ તો શનિવારના રોજ તલના તેલનુ દાન કરવુ અને શનિદેવની પૂજા કરવી.

નવગ્રહ કવચ મંત્રનુ મંત્રોચ્ચારણ :

આ નવગ્રહ કવચ મંત્રનું મંત્રોચ્ચારણ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી કે, તેનુ ઉચ્ચારણ તમે યોગ્ય રીતે કરો કારણકે, ખોટુ મંત્રોચ્ચારણ કરવાથી આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવાનો લાભ મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *