શું તમે જાણો છો આ અસરકારક ઉપાયથી દુર થશે માથામા રહેલી જુ તેમજ ખોડો, જાણો તમે પણ….
અત્યારે ખોડો થવાની સમસ્યા બધા લોકોને જોવા મળે છે. જુ એક એવું જંતુ છે જે વ્યક્તિના માથાને તેનું ઘર બનાવી દે છે. તે આપણા માથામાં લોહી ચૂસીને માથાનો દુખાવો, ખંજવાળ, અને ત્વચામાં ચેપ જેવી સમસ્યા ઉદ્ભવે છે. જુ ની સખ્યા ઝડપથી વધે છે. તે એક વ્યક્તિને થાય તો બીજા વ્યક્તિને પણ થવા લાગે છે. ઘણા લોકો જુ માંથી છુટકારો મેળવવા માટે ઘણી બધી દવાનો ઉપયોગ કરે છે. તેમાં કેમિકલ ભરપુર પ્રમાણમાં હોવાથી અનેક તેની અસર આપણા વાળમાં ખરાબ અસર પડે છે. એવામાં જો આર્યુવેદિક ઉપચાર કરવામાં આવે તો તેનાથી જુ દુર થાય છે, અને તે વાળની અનેક બીમારીથી આપણને બચાવે છે.
જુ કુદરતી રીતે થતા જંતુ છે. ચાના છોડનું તેલ લગાવાથી પણ જુ માં છુટકારો મળે છે. કેમ કે ચાના ઝાડના તેલમાં જંતુનાશક અસર હોય છે. તેથી જુ ને દુર કરવામાં ખુબ મદદ કરે છે. આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવો જોઈએ. વિનેગરનો ઉપયોગ કરવાથી પણ જુ અને તેના ઈંડાની સમસ્યાને તે દુર કરે છે. કેમ કે તેમાં એસિડના ગુણધર્મો રહેલા છે. તે વાળમાં રહેલા જુ ને બેભાન કરે છે. એવું જાણવા મળ્યું છે કે જુ બેભાન થયા પછી નબળા પડી જાય છે. જેથી તે આસાનીથી બહાર આવી જાય છે.
પાણી અને વિનેગરને મિક્સ કરી તેને વાળ પર લગાવું. ત્યાર બાદ માથાને ટુવાલથી લપેટીને ૩૦ મિનિટ સુધી છોડી દેવું. પછી વાળમાં કાંસકો ફેરવવાથી જુ અને તેના ઈંડા આસાનીથી બહાર નીકળી જાય છે. નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી પણ જૂની સમસ્યાથી છુટકારો મળે છે. નિષ્ણાંતોના મતે, નાળિયેર તેલ જૂ ને નાશ કરવામાં ૮૦ ટકા સુધી અસરકારક સાબિત થાય છે.
એવું કહેવાય છે કે નાળિયેર તેલ નો ઉપયોગ કરવાથી વાળને મજબૂત અને ચળકતા બનાવવામાં માટે પણ મદદ કરે છે. તમાકુ પાણીમાં મિક્સ કરીને તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધીને કે શાવર કેપથી પાંચ થી છ કલાક ઢાંકીને પછી અરીઠાથી માથું ધોવાથી જુ અને લિખ બંને મરી જાય છે. સીતાફળના બીજનું ચૂર્ણ માથાના વાળમાં લગાવાથી જુ મરે છે. તે સિવાય ડુંગળીનો રસ માથામાં લગાવાથી પણ જુ મરે છે.
તુલસીના પાન ની પેસ્ટ બનાવી તેને માથા પર લગાવાથી તેને વીસ મિનિટ સુધી સુકાવવા દો. સુકાઈ જાય ત્યારે બાદ વાળને ધોઈ લો અને સૂવાના સમયે પણ થોડા પાંદડા ઓશીકા નીચે રાખો. તુલસીનો ઉપયોગ જૂ ની દવા માટે પણ થાય છે. લસણની પેસ્ટમાં લીંબુનો રસ પણ લગાવો, અને એક કલાક પછી વાળ ધોવાથી જૂ આસાનીથી દૂર થાય છે.
બે ચમચી લીંબુના રસમાં એક ચમચી આદુની પેસ્ટ નાખવી, અને તેને વીસ મિનિટ સુધી તમારા માથા પર રાખો અને સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી વાળને ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરવાથી સારુ રીઝલ્ટ મળે છે. મીઠું અને વિનેગર નું મિશ્રણ બનાવો અને તેને માથામાં લગાવાથી અને બે કલાક પછી વાળને બરાબર ધોવા. જૂ ત્રણ દિવસમાં દુર થાય છે.