શુ હવે કંટાળી ગયા છો ખરતા-તૂટતા તેમજ સફેદ થતા વાળ ની તકલીફ થી? તો આજે જ આ સરળ રીતે બનાવો આ ખાસ તેલ, ટૂંક સમય જોવા મળશે મનગમતું પરિણામ….

મિત્રો, ભોજન કર્યા બાદ આપણે વિશેષ તો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. આ સિવાય આપણે રસોઇઘરમા વરિયાળીનો એક મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. તે ફક્ત સ્વાદ જ નથી વધારતો પરંતુ, તે આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇટોન્યુનટ્રિએંટ સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળને સારા અને મજબુત બનાવે છે. અ ઉપરાંત તે તમને વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. તો ચાલો આજે આ લેખમા વરિયાળીના એક ઘરગથ્થુ નુસખા વિશે જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

વરિયાળી : ૧/૨ બાઉલ, જૈતુન કે કોકોનટ ઓઈલ : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા એક કડાઈમા જૈતુનનુ અને કોકોનટ ઓઈલ મિક્સ કરો. ત્યારબાદ તેમા વરિયાળી મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને ઉકાળો. એક ઉકાળો આવ્યા બાદ આ કડાઈને મધ્યમ આંચ પર રાખો અને થોડીક વાર માટે સીજવા દો, ત્યારબાદ આ ઓઈલને ઠંડું થવા દો અને પછી કન્ટેનરમા ઉમેરો. ત્યારબાદ તેને લાંબા સમય સુધી ઉપયોગમા લેવા માટે રેફ્રિજરેટરમા રાખી શકો છો.


વાળની ​​સારી વૃદ્ધિ અને પ્રાકૃતિક ચમક મેળવવા માટે આપણા વાળને ઘણા પ્રોટીનની આવશ્યકતા હોય છે. જો કે, મોટી માત્રામા પ્રોટીન ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી તમારા ખોપરી ઉપરની ચામડીમાથી નીકળતુ પ્રાકૃતિક ઓઈલ સુકાઈ શકે છે. વરિયાળીના ઓઈલમા એન્ટીઓકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણતત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળ અને ખોપરી ઉપરની ચામડીને સ્વસ્થ રાખે છે. તે તમારા વાળને નરમ અને ભેજવાળા રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *