શું દેવો ના દેવ ભગવાન ભોળાનાથ કૈલાશ પર વસે છે? જાણો આ ગુઢ રહસ્ય, જે જાણીને તમે પણ કહી ઉઠશો, હર હર મહાદેવ !

મિત્રો, હાલ પાવન અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તમામ ભક્તો મહાદેવની પુજામા લીન થઇ ચુક્યા છે. ત્યારે આજે અમે તમને કૈલાસ પર્વતના અમુક એવા રહસ્યો વિશે જણાવીશુ કે, જે જાણીને તમને અહી સાક્ષાત મહાદેવના અસ્તિત્વની અનુભૂતિ થશે. એવુ કહેવાય છે કે, મહાદેવ કૈલાશ પર્વત પર નિવાસ કરે છે. આ પર્વત અસંખ્ય રહસ્યોથી ભરપૂર છે. શિવપુરાણ , સ્કંદપુરાણ, મત્સ્ય પુરાણ વગેરેમા કૈલાશખંડ નામથી એક અલગ જ અધ્યાય છે, જેમા આ પર્વતની પ્રતિષ્ઠાના ગુણગાન કરવામા આવ્યા છે.

અમુક પૌરાણિક માન્યતા મુજબ આ પર્વત પાસે જ કુબેરની નગરી પણ છે. અહીથી પ્રભુ નારાયણના કર-કમળોથી નીકળી ગંગા કૈલાશ પર્વતની ટોચ પર પડે છે કે જ્યા મહાદેવ તેમને પોતાની જટાઓમા ભરી ધરતીમા નિર્મળ ધારા સ્વરૂપે પ્રવાહિત કરે છે. આ પર્વત ઉપર જ સ્વર્ગ અને નીચે મૃત્યુલોક છે. વિશ્વની સૌથી ઉંચી પર્વતમાળાઓ માઉન્ટ એવરેસ્ટ અને કૈલાશ પર્વત પર આવેલી છે. માઉન્ટ એવરેસ્ટ અત્યારસુધીમા ઘણા લોકોએ સર કર્યો છે પરંતુ, હજુ સુધી કૈલાશ પર્વતની ટોંચ પર કોઈ જઇ શક્યું નથી. તો ચાલો જાણીએ શુ છે આ પાછળનુ રહસ્ય.

સૌથી પહેલા તો વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જો આપણે આ પર્વત વિશે વાત કરીએ તો ધરતીના એક છેડે ઉત્તરી ધ્રૂવ અને બીજી તરફ દક્ષિણી ધ્રૂવ, તે આ બંનેની વચ્ચોવચ્ચ સ્થિત છે. હિમાલયનું કેન્દ્ર છે કૈલાશ પર્વત. વૈજ્ઞાનિકોના મત મુજબ આ પર્વત જ ધરતીનુ કેન્દ્ર છે. આ પર્વત વિશ્વના ૪ મુખ્ય ધર્મો હિન્દુ , જૈન , બોદ્ધ અને શીખ ધર્મનુ કેન્દ્ર છે.

આ પર્વત એક એવુ પણ કેન્દ્ર છે, જેને “એક્સિસ મુંડી” કહેવામાં આવે છે એટલે કે “વિશ્વની નાભી” અથવા “આકાશીય ધ્રૂવ” તથા “ભૌગોલિક ધ્રૂવનું કેન્દ્ર”. તે આકાશ અને પૃથ્વીની વચ્ચેના સંબંધનુ એક બિન્દુ છે કે જ્યા બધી દિશાઓ એકસાથે આવીને મળે છે. રશિયાના વૈજ્ઞાનિકોના મત મુજબ એક્સિસ મુંડી એ સ્થાન છે કે, જ્યા અલૌકિક શક્તિનો પ્રવાહ વહે છે અને અહી જઈને તમે એ શક્તિઓની સાથે સંપર્ક કરી શકો છો.

આ પર્વત એક વિશાળકાય પિરામિડ જેવો દેખાય છે. તે ૧૦૦ નાના પિરામિડનુ કેન્દ્ર છે. આ પર્વતની સંરચના કમ્પાસના ચાર દિ્ક બિંદુઓ સમાન છે અને એકાંત સ્થાન પર સ્થિત છે કે જ્યા કોઇપણ મોટો પર્વત નથી. આ પર્વત પર ચઢવુ અશક્ય છે પરંતુ, ૧૧મી સદીમા એક તિબ્બતી બોદ્ધ યોગી મિલારેપાએ તેના પર ચઢાઇ કરી હતી. રશિયાના વિજ્ઞાનિકોનો આ અહેવાલ ‘યુએનસ્પેશિયલ’ મેગેઝિનમા વર્ષ ૨૦૦૪ના જાન્યુઆરીમા પ્રકાશિત થયો હતો. જો કે, મિલારેપાએ આ ચડાઈ અંગે કંઇપણ ચર્ચા કરી નથી તેથી, તે પણ એક રહસ્ય છે.

આ પર્વત પર બે મુખ્ય સરોવર આવેલા છે, પહેલુ છે માનસરોવર કે જે વિશ્વનુ શુદ્ધ પાણીનુ ઉચ્ચતમ ઝીલમાથી એક છે અને તેનો આકાર પણ સૂર્ય સમાન છે અને બીજુ રાક્ષસ નામનુ સરોવર છે કે, જે વિશ્વનુ ખારા પાણીનુ ઉચ્ચતમ ઝીલમાથી એક છે અને તેનો આકાર ચંદ્ર સમાન છે. આ બંને સરોવર સૂર્ય અને ચંદ્રના બળને પ્રદર્શિત કરે છે, જેનો સંબંધ સકારાત્મક અને નાકારાત્મક છે.

જ્યારે દક્ષિણ તરફથી જોઇએ તો એક સ્વસ્તિક ચિન્હ વાસ્તવમાં જોઇ શકાય છે. આ બાબત પણ હજુ એક રહસ્ય સમાન છે કે આ સરોવર પ્રાકૃતિક રીતે બનેલા છે કે કોઇએ તેને બનાવ્યા છે. એવુ પણ કહેવામા આવી રહ્યુ છે કે, આ સરોવરમાં વહેલી સવારના ૩ વાગ્યાથી લઈને ૫ વાગ્યા સુધીમા દેવતાઓ સ્નાન કરવા માટે આવે છે, આ સમય દરમિયાન અહી જો સ્નાન કરવામા આવે તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ પર્વતની ચાર દિશાઓથી ચાર નદીઓનો ઉદ્ભવ થયો છે. બ્રહ્મપુત્ર, સિંધુ, સતલજ તથા કરનાલી. આ નદીઓથી જ ગંગા, સરસ્વતી સહિત ચીનની અન્ય નદીઓ પણ વહે છે.આ પર્વતની ચારેય દિશાઓમા વિવિધ પશુઓના મુખ છે, જેમાંથી નદીઓનું ઉદગમ થાય છે. પૂર્વમાં અશ્વમુખ છે, પશ્ચિમમાં હાથીમુખ છે, ઉત્તરમા સિંહનું મુખ અને દક્ષિણમા મોરનું મુખ છે.

આ પર્વત પર પુણ્યાત્મા જ વસવાટ કરી શકે છે. આ પર્વત અને તેની આસપાસના વાતાવરણ પર અધ્યયન કરી ચૂકેલા રશિયાના વૈજ્ઞાનિકોએ જ્યારે તિબ્બતના મંદિરોમાં ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી તો તેમણે જણાવ્યુ કે, કૈલાશ પર્વતની ચારેય બાજુ એક અલૌકિક શક્તિનો પ્રવાહ વહે છે, જેના કારણે તપસ્વીઓ આજે પણ આધ્યાત્મિક ગુરુઓની સાથે ટેલિપૈથિક સંપર્ક કરે છે.

અહીના નિવાસીઓનુ કહેવુ છે કે, આ પર્વત પર યતિ માનવ વસે છે. કોઇ તેને “ભૂરા ભાલુ” કહે છે, કોઇ તેને “જંગલી માનવ” તો કોઇ તેને “હિમ માનવ” તરીકે ઓળખે છે. અહી એવી પૂર્વધારણા પ્રચલિત છે કે, અહી આ હિમ માનવ મનુષ્યને મારીને ખાઇ જાય છે. કેટલાક વૈજ્ઞાનિકો તેને “નિંડરથલ માનવ” ગણે છે. આજે સમગ્ર વિશ્વમા અંદાજે ૩૦ કરતા પણ વધુ વિજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, હિમાલયના આ બરફીલા વિસ્તારોમાં હિમ માનવ વસે છે.

જો તમે માનસરોવરના વિસ્તારમા જશો તો તમને નિરંતર એક અવાજ સંભળાશે જેમકે, આસપાસ કોઇ ફ્લાઇટ ઉડી રહી હોય પરંતુ, ધ્યાનથી સાંભળવાથી આ અવાજ ડમરુ અથવા ઔમની ધ્વની હોય તેવો આભાસ થશે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ સ્વર બરફ ઓગળવાથી આવે છે. એવુ પણ હોય શકે કે, પ્રકાશ અને ધ્વની વચ્ચે એવી સંગમ થાય કે ત્યાથી ઔમનો અવાજ સંભળાતો રહે.

એવો દાવો પણ કરવામા આવી રહ્યો છે કે, અનેક વખત આ પર્વત પર સાત જુદા-જુદા પ્રકારની લાઇટ આકાશમાં ચમકતી દેખાઇ છે. નાસાના વૈજ્ઞાનિકોનુ એવુ માનવુ છે કે, બની શકે કે એવું અહીંના ચુંબકીય બળના કારણે થઇ રહ્યું છે. અહીંનું ચુંબકીય બળ આકાશમાં મળીને અનેક વખત આ પ્રકારની લાઇટનું નિર્માણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *