શું એસિડિટી થી રહો છો પરેશાન? તો આ રહ્યા આયુર્વેદ પ્રમાણે જણાવેલા સરળ ઉપચાર, તુરંત જોવા મળશે રાહત, એકવાર અજમાવી જુઓ…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા પેટમા બળતરા અને એસિડિટીની સમસ્યાથી સમાજના મોટાભાગના લોકો પીડાય છે. ભોજનના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાથી નીકળતા એસિડનુ પ્રમાણ જ્યારે વધી જાય છે, ત્યારે પેટમા બળતરાનુ પ્રમાણ પણ વધી જાય છે જેને એસિડિટી થઈ કહેવાય. જ્યારે તમે કોઈપણ પ્રકારના માનસિક તણાવથી પીડાતા હોવ ત્યારે હોજરીની ગ્રંથિઓમાથી નીકળતો એસિડ વધારે પ્રમાણમા નીકળે અને હોજરીની બળતરામા પણ વૃદ્ધિ થાય છે. આ સમસ્યાઓમાથી મુક્તિ મેળવવા માટે આજે આ લેખમા અમે તમને અમુક ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે માહિતી આપીશુ.

નુસ્ખાઓ :

 • જો તમે એલચી , સાકર અને કોકમની ચટણી બનાવીને તેનુ સેવન કરો તો તમે એસિડિટીની સમસ્યામાંથી તુરંત રાહત મળે છે.
 • જો તમે અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને તેનુ સેવન કરો તો તમે એસિડિટીનીં સમસ્યામા રાહત મેળવી શકો છો.
 • જો તમે સૂંઠ , ખડી સાકર અને આમળાનુ ચૂર્ણ તૈયાર કરી તેનુ નિયમિત કરો તો તમને આ એસિડિટીની સમસ્યામા રાહત મળી શકે છે.

 • જો તમે વહેલી સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગાજરના રસનુ સેવન કરો તો તમે એસીડીટીની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.
 • જો તમે તુલસીના પાનને દહી કે છાશ સાથે સેવન કરો તો તમે એસિડિટીની સમસ્યા દૂર થઇ શકે.
 • જો તમે આમળાનુ ચૂર્ણ નિયમિત સવારે અને રાત્રે એક-એક ચમચી સેવન કરો તો એસિડિટીની સમસ્યા દૂર થઇ શકે છે.

 • લીમડાના પાન અને આમળાને મિક્સ કરી તેનો ઉકાળો બનાવી તેનુ સેવન કરવાથી એસિડિટીની સમસ્યામા રાહત મળે છે.
 • સંતરાના રસમા થોડું શેકેલુ જીરું અને સિંધાલૂણ ઉમેરીને તેનુ સેવન કરો તો એસિડિટીની સમસ્યામા ઘણો લાભ મળી શકે છે.
 • જો તમે સતાવરીનુ ચૂર્ણ મધ સાથે સેવન કરો તો એસિડિટીની સમસ્યામા રાહત મળી શકે છે.

 • અડધો લિટર પાણીમા એક લીંબુનો રસ ઉમેરી અને અડધી ચમચી સાકર ઉમેરી બપોરના જમવાના અડધા કલાક પહેલા લેવાથી એસિડિટીની સમસ્યામા રાહત મળે છે.
 • જો તમે ધાણાજીરુ અને ખાંડ એકસાથે મિક્સ કરી ચૂર્ણ તૈયાર કરી તેનુ સેવન કરો તો એસીડીટીની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *