શરદી, ઉધરસ, પેટ તેમજ પાચન થી લગતી દરેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે આ ઔષધિ નું ચૂરણ, જાણીલો સેવન ની રીત…

આયુર્વેદ ઔષધિમા નાના છોકરાઓની બીમારી માટે ઘણા બધા ઉપચાર દર્શાવ્યા છે. તેમાથી આયુર્વેદના નિષ્ણાંતોનું સૌથી પ્રિય છે ઔષધ છે વીડંગ. આને ગુજરાતીમા વાવડીંગ કહેવાય છે. આ ઔષધ શ્રેષ્ઠ કૃમિવર્ધક છે. આ એક ઉત્તમ ઔષધ છે. તેની ઝાડીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલય ના પહાડોના પરદેશમાં અને સિલોનથી સિંગાપુર સુધી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમાં ફાળો વધારે ગુચ્છાઓ જોવા મળે છે તેને વાવડીંગ કહેવાય છે.

આયુર્વેદ મુજબ આનો સ્વાદ તીખો, તૂરો, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકું, જઠરાગ્નિ જલાવનાર, આહારને સરખી રીતે પચાવવામાં મદદ કરનાર, રુચિકર, વાયુ અને કાફનો નાશ કરનાર, શ્રેષ્ઠ કૃમિઘ્ન, મળને સરકાવનાર, લોહીની શુદ્ધિ કરનાએ અને હ્રદયને મજબૂત બનાવનાર છે. તેને આવી તકાલેફેમાં લઈ શકાય જેમાં કે અરુચિ, કૃમિ, અજીર્ણ, ઉધરસ, દમ, કબજિયાત, હ્રદય રોગ, કૃમિ અને મેદસ્વીતા ઘટાડનાર છે.

આ બધી બીમારી માટે આ એક ઉત્તમ ઔષધ છે. પેટનો દુખાવો, વાયુ, અપચો, અગ્નિમાંદ્ય વગેરે જેવી સમસ્યામાં આને નિયમિત રીતે પાંચ છ દાણા દૂધમાં ઉકાળીને તેને ગાળીને પીવાથી બાળકોના બધા જ વિકારો હમેશા માટે દૂર થયા છે. તેનાથી બાળકો હમેશા માટે સ્વસ્થ રહે છે.

તેનાથી વધારે ભૂખ લાગે છે અને તે ખોરાકને સારી રીતે પચાવે છે. તે પાચનને લગતી સમસ્યાને ઠીક કરે છે. જો અજીર્ણ, ઝાડા અને સંગ્રહની જેવી તકલીફ હોય ત્યારે આની સાથે સૂંઠ, ધાણા, જીરું અને કડાછાલ સરખી માત્રામાં લઈ તેને પીસીને બે ચમચી જેટલું ઉકાળીને તેને સવારે અને સાંજે પીવાથી ઘણો લાભ થાય છે.

નાના છોકરાઓને ઉધરસ, શરદી કે દમ જેવી તકલીફ જણાય ત્યારે આની સાથે કકડશિંગી, અતીવીષ ની કડી અને પીપર સરખી માત્રામા લઈ તેનુ ચૂરણ બનાવી લેવુ. તેમાથી અડધો ચમચ રોજે મધની જોડે સવારે તેમજ સાંજે લઈને ચાટવાથી ફાયદો થયા છે. આ ચૂરણને બાલચાતુર્ભદ્ર કહેવાય છે. આ તમને બજારમા સહેલાઇથી મળી જાય છે.

તેની અંદર કૃમિને લગતા બધા પ્રકારના ઔષધ રહેલા છે. નાના કે મોટા બાળકોને આ સમસ્યા હોય ત્યારે તેના માટે તમારે આનું ચૂર્ણ અડધી ચમચી જેટલું લઈ સવારે અને સાંજે લેવાથી લાભ થાય છે. તેનાથી પેટની અંદર રહેલ કૃમિનો નાશ થાય છે.

જો કબજિયાતની તકલીફ હોય ત્યારે પણ આનું ઉપયોગ કરી શકાય છે. આને અને અજમાને સરખા પ્રમાણમાં ભેળવીને તેનું ચૂર્ણ બનાવી લેવું તેને અડધી અથવા એક ચમચી જેટલું રાતે સૂતી વખતે લેવાથી પેટ સારી રીતે સાફ થયા છે કબજિયાતની તકલીફ દૂર થયા છે.

રસાયણની દ્રષ્ટિએ આમાં એમ્બેલિક એસિડ ૨.૫ થી ૩ ટકા, ઉડનશીલ, એક સ્થિર તેલ, ટેનિન અને ક્રિસ્ટેમ્બિન નામનું ક્ષારીય તત્વ રહેલું હોય છે. આમાં એમ્બેલિન એ પટ્ટીકૃમિ પર ખાસ અસરકારક હોય છે આ એક નિર્દોષ ઔષધિ છે. આનું સેવન વધારે અથવા ઓછું કરવાથી કોઈ આડઅસર થતી નથી. આના સેવનમાં કોઈ પણ પરેજી રાખવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *