શાક તેમજ દાળ માટે નો મસાલો આ સરળ રીતે આજે જ ઘરે બનાવો, ખાલી ૧૫૦ રૂપિયામા પાંચ મહિના સુધી ચાલે એટલો મસાલો થશે તૈયાર…
આપના બધાના ઘરમાં સમાન્ય રીતે દાળ, શાક, છાશ, છોલે મસાલો, પંજાબી મસાલો અને પાણી પુરીનો મસાલો બહારથી લાવીએ છીએ. તેને આપણે ઘરે બનાવવાની મહેનત કરતાં નથી. પરંતુ તેને ઘરે બનાવથી તે ખુબ સસ્તા અને સ્વાદિષ્ટ બને છે. તેની ગુણવતા પણ વધી જાય છે. જ્યારે આ મસાલો આપણે ઘરે બનાવટ હોય અને તેને પીસી ત્યારે તેની સુગંધ આખા ઘરમાં પ્રસરી જાય છે.
આજે આપણે ઘરે રોજે વપરાતો મસાલો કેવી રીતે બનાવવાઓ તેના વિષે જાણીએ. આનો ઉપયોગ તમે દાળ અને શાકમાં કરી શકો છો આના સિવાય તમે આનો ઉપયોગ ગમે તે પંજાબી શાકમાં પણ કરી શકો છો. આ મસાલો નાખીને તમે પરોઠા પણ બનાવી શકો છો. આને ગમે તે વાંગીમાં નાખીને તે વાનગીનો ટેસ્ટ ખૂબ વધારી શકાય છે. તેનાથી બધાને કોઈ પણ વાનગી પસંદ આવે છે.
મસાલો બનાવવા માટે જોઈતી વસ્તુ :
આ બધા મસાલા માટે આપણે એક નાની વાટકી નું માપ લીધેલું છે. તેના માટે ચણા દાળ, અડદ દાળ, કોપરનું છીણ, આખા ધાણા, તલ, મગફળીના બી, વરિયાળી, મેથી, રાઈ, જીરું આટલી વસ્તુ આપણે નાની વાટકી લેવાની છે. હવે આપણે બે ચમચી ના માપમાં આ બધી વસ્તુ લેશું. ખસ ખસ, તાજ, લવિંગ, મરી, તમાલપત્ર, લાલ સૂકા મરચાં, મોટી એલચી, મીઠો લીમડો સુકવેળા પાન અને ફુદીનાના પાન સુકવેળા લેવાના રહેશે.
તેને બનાવવાની સરળ રીતે :
આ બધીને વસ્તુને સરખી રીતે સાફ કરી લેવી અને તેને તવી પર થોડું સીંગતેળ નાખીને તેને શેકી લેવી. આ બધી વસ્તુ ગુલાબી કલરની થાય ત્યાં સુધી તેને સેકવી. સેકાયા પછી તેને ઠંડુ કરવા માટે રાખવું. તે સાવ ઠંડુ થાય તે પછી તમારે મિકસરની મદદથી તેને સાવ ઝીણું પીસી લેવું.
ત્યાબાદ તેને તમારે કોઈ એર ટાઈટ ડબ્બામા ભરી લેવું. તેને તમે ચાર થી પાંચ માસ માટે રાખી શકો છો. બજારમા મળતા મસાલાઓ જેવો જ આ મસાલોને તૈયાર કરી શકો છો. તે પણ સાવ ઓછી કિમતે અને તમે તેને રોજે વાપરી શકો છો. તેનાથી તમારે કોઈ પણ વાનગીનો ટેસ્ટ વધી જાય છે.