સવારે મોર્નિંગ વોક કરતા સમયે શું તમે પણ કરો છો આવી ભૂલ? નથી મળતુ જોઈતુ પરિણામ, તો આજે જાણો વેરાવળના ખેતસીભાઈ દ્વારા જણાવેલા મોર્નિંગ વોક ની સાચી રીત…

મિત્રો, વહેલી સવારે ચાલવા જવુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. વહેલી સવારે ઉઠીને વોક પર જવાથી શરીરનાં બધા જ અંગોને સારી એવી કસરત મળે છે. આ સાથે વહેલી સવારમા ખુલ્લા વાતાવરણમા વોક કરવાથી તમારો આખો દિવસ ર્સ્ફૂતિ સાથે પસાર થાય છે અને તમે બમણી એનર્જી સાથે વહેલી સવારે કાર્ય કરી શકો છો.

જો કે વહેલી સવારની હવા પ્રદૂષણમુક્ત હોવાથી મોર્નિંગ વોક એ તમારા ફેફસાને પણ સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. આ સિવાય જો તમે ઝડપથી તમારુ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો મોર્નિંગ વોકથી સરળ અને શ્રેષ્ઠ બીજો કોઈ જ વિકલ્પ નથી. આમ, આ મોર્નિંગ વોક આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનેકવિધ રીતે લાભદાયી સાબિત થાય છે.

હાલ, વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. તેમના મત મુજબ હાલ મોર્નિંગ વોક એ એક ફેશન બની ચુકી છે, જેના કારણે મોર્નિંગ વોક કરનાર વ્યક્તિને અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થતુ નથી. મોર્નિંગ વોક પર જનારા મોટાભાગના લોકોને મોર્નિંગ વોક કેવી રીતે કરવુ જોઈએ તેના વિશે ખ્યાલ હોતો નથી.

તેમના મત મુજબ જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને વોક કરવાનુ શરુ કરો છો ત્યારે તમારે વોક કરતી વખતે કેટલી ઝડપથી ચાલવુ તેનુ એક નિશ્ચિત પ્રમાણ રાખવુ. આ ઉપરાંત મોર્નિંગ વોક કર્યા બાદ તુરંત જ ઘરે જઈને સ્નાન કરી લેવું. ત્યારબાદ હળવો નાસ્તો કરવો જેથી તમારા શરીરને આવશ્યક માત્રામા ઉર્જા મળી રહે. બસ આટલી વાતોનુ જો તમે મોર્નિંગ વોક કરતા સમયે તથા કર્યા બાદ ધ્યાન રાખો તો તમને અવશ્ય લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *