રાહુ કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિમા પ્રવેશ, જાણો ક્યાં રાશિજાતકોને મળશે ફાયદો અને કોને થશે નુકશાન?

રાહુ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાહુ ગ્રહને ગુસ્સાવાળો ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સ્થિતિ નબળી હોય ત્યારે આપણા જીવનમાં ઘણી સમસ્યા ઉદ્ભવે છે. રાહુને કારણે માનસિક અને શારીરિક સમસ્યા આપણા જીવનમાં આવે છે. રાહુની સ્થિતિ ખરાબ હોવાને કારણે દુશ્મનો પણ વધે છે. તો ચાલો આપણે જાણીએ કે રાહુ તમારી રાશિ પર કેવી અસર કરશે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકોને રાહુના પરિવર્તન શુભ સાબિત થશે. તમારી બુદ્ધિ અને હોશિયારી તમને ફાયદો અપાવશે. તમારા કાર્યમાં તમને લાભ થશે. તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા સંતાન તરફથી ખુબ લાભ મળશે. તમારા પરિવારનું વાતાવરણ સારું રહેશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકોને રાહુ પરિવર્તનથી સારું ભાગ્ય રહેશે. રાહુ અગિયારમાં સ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે. આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત મળશે. તમારી અધુરી ઇચ્છા પૂર્ણ થશે. પરિવારનો સાથ સહયોગ મળશે. તમારા પર આવેલી મુશ્કેલીઓનો અંત આવશે. મિત્રો સાથે બહાર જઈ શકશો.

સિંહ રાશિ :

આ રાશિના લોકો માટે રાહુ દસમાં ક્રમમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યો છે. જેના લીધે નોકરીમાં બઢતી જોવા મળશે. સામાજિક ક્ષેત્રે લાભ થશે. તમારા માન સન્માનમાં વધારો થશે. સંપતીમાં ફાયદો થશે. કોઈ મોટા આધિકારી તરફથી તમને લાભ મળશે.

કન્યા રાશિ :

આ રાશિના લોકોને રાહુના પરિવર્તનથી ખુબ લાભ થશે. આ રાહુ નવમાં ઘરમાં સંક્રમિત કરશે. આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. તેમને તેના જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા દુશ્મને પરાજિત કરી શકશો. ધંધામાં મોટો ફાયદો થશે. ધંધાના કાર્યમાં ખુબ સફળતા મળશે. કોઈ મોટા આધિકારી સાથે ઓળખાણ થશે.

મકર રાશિ :

આ રાશિના લોકોને રાહુની સ્થિતિ શુભ રહેશે. તે પાંચમાં ગ્રહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તમારા જીવનસાથી સાથે ચાલેલા મતભેદ દુર થશે. તમારા કાર્યમાં તમને નવા વિચારો આવશે. તમારા કામથી મોટા અધિકારી ખુશ થશે. પ્રેમ જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.

મીન રાશિ :

આ રાશિના લોકોને આ સમય શુભ રહેશે. રાહુ તમારા ત્રીજા ગ્રહમાં પ્રવેશ કરશે. તેનાથી તમારી શક્તિમાં વધારો થશે. તમારા ભાઈ બહેન સાથે સારા સબંધ બનશે. તમે તમારા બધા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. સમાજિક કાર્યમાં માન સન્માન વધશે. તેમને વિદેશ યાત્રા પ્રાપ્ત થશે. તમારા જીવનમાં તમે સારા પરિણામ પ્રાપ્ત કરશો.

મેષ રાશિ :

આ રાશિના લોકોને સમય મધ્યમ રહેશે. આ સંક્રમણ થી તમારી વાણીમાં કડવાશ રહેશે. પરિવારના લોકો સાથે તણાવ ઉભા થશે. પૈસાને લગતી સ્થિતિ મજબુત બનશે. નોકરીના ક્ષેત્રે મુશ્કેલીઓ આવી શકે છે. આ રાશિના લોકોને તેમના સ્વાસ્થ્ય અંગે ખુબ કાળજી રાખવી. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. તમારા સંતાન તરફથી સારા સમાચાર મળશે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોને આ પરિવહન પડકારજનક સાબિત થશે. તમારા આવક કરતા ખર્ચમાં વધારો થશે. આ રાશિના બારમાં ગ્રહમાં રાહુનું સંક્રમણ થશે. જેને લીધે તમારી નોકરીના ક્ષેત્રે થોડી સમસ્યા આવી શકે છે. તમારા મનમાં કોઈ પણ વાતને લઈ તણાવ રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. જેનાથી તમે ચિંતિત રહેશો.

તુલા રાશિ :

આ રાશિના લોકો માટે આ સમય સમાન્ય રહેશે. રાહુ આઠમાં ગૃહમાં સંક્રમણ કરશે. તમારા જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલી આવી શકે છે. તમારા ખોરાકમાં ધ્યાન રાખવું. નહી તો સ્વાથ્ય બગડી શકે છે. તમારે તમારી વાણીમાં કાબુ રાખવો. પરિવાર સાથેના સબંધોમાં મતભેદ આવી શકે છે. કોઈ વ્યક્તિને ઉધાર પૈસા ન આપવા.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકોને તેમનો દિવસ સમાન્ય રહેશે. રાહુ સાતમાં ગૃહમાં સંક્રમણ થશે. તમારે સ્વભાવને નિયત્રણમાં રાખવો. લગ્નજીવનમાં કડવાસ આવી શકે છે. તમને તમારા મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે. ધંધા કરતા લોકોએ તેમના ભાગીદારો પર વિશ્વાસ ન રાખવો. નહી તો તે તમને છેતરી શકે છે. તમારા સંતાન તરફથી સારા સમાચાર મળશે.

ધનુ રાશિ :

આ રાશિના લોકોને આ સમય દરમિયાન મધ્યમ ફળ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોએ સાવચેતી રાખવી. ભાઈ બહેન સાથે મતભેદ થશે. પૈસાને લગતી બાબતોમાં સમજદારીથી કામ કરવું. નહી તો નુકસાન થવાની સંભાવના છે. મિત્રો સાથે કોઈ વાતને લઈ મતભેદ થઈ શકે છે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોને આવનારો સમય મુશ્કેલી ભર્યો રહેશે. રાહુ ચોથા ગૃહમાં પ્રવેશ કરશે. તમારું મન બેચેન રહેશે. પરિવારના સુખમાં ધટાડો થઈ શકે છે. કોઈ ખોટા તણાવથી બચવું. માતાની તબિયત પર ધ્યાન રાખવું. ગેરકાયદેસર પ્રવૃત્તિથી દુર રહેવું. નહી તો કોઈ મુશ્કેલી આવી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. પૈસાને અભાવને કારણે કોઈ જરૂરી કાર્ય અટકી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *