પોતાની પહેલી ફિલ્મ થી જ રાતોરાત બની ગઈ હતી સ્ટાર, આજે જીવે છે આવી જીંદગી, જોઈને ઓળખી પણ નહિ શકો…

આપણા બોલીવુડ જગતમા દરેક વ્યક્તિ પોતાનુ નસીબ અજમાવવા ઈચ્છતા હોય છે પણ દરેક નુ નસીબ જોઈ એવુ ચમકતુ નથી. અહિયા ઘણા એવા કલાકારો પણ છે કે જેમણે અહિયા સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આમા ની એક અભિનેત્રી એટલે ખુબ જ જાણીતુ નામ મહિમા ચૌધરી નુ પણ આવે છે. હા, મહિમા પોતાની પહેલી ફિલ્મ થી નોંધપાત્ર સફળતા મેળવી હતી. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણીએ તેમના વિશે વિસ્તાર થી.

તેમને પોતાની કારકિર્દી ની શરૂઆત મોડેલિંગ થી કરી હતી અને પોતાની આ મોડલિંગ કારકિર્દી વખતે ઘણા કોમર્શિયલ્સ મા પણ કામ કર્યું હતુ. મહિમા નો જન્મ ૧૩મી સપ્ટેમ્બર ૧૯૭૩ પશ્ચિમ બંગાળ ના દાર્જિલિંગ મા થયો હતો. ફિલ્મ ઉદ્યોગ ની આ જાણીતી અભિનેત્રીએ બોલિવૂડમા પણ સારુ નામ કમાવ્યુ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેમનું સાચું નામ રીતુ ચૌધરી છે. તેમના પિતા ઉત્તરપ્રદેશ ના વતની હતા અને માતા નેપાળ ના હતા. તેમણે ડાઉન હિલ સ્કૂલ માથી હાઇસ્કૂલ સુધી નો અભ્યાસ પૂરો કર્યો હતો.

આ બાદ તેમણે વધુ અભ્યાસ માટે લોરેટો કોલેજ દાર્જિલિંગ ગયા અને અભ્યાસ છોડ્યા બાદ તેણે મોડેલિંગ ની દુનિયામા પોતાની કારકીર્દિ બનાવવા નો પ્રયાસ કર્યો. તેણે મોડેલિંગ દરમિયાન અનેક કોમર્શિયલ્સમા પણ કામ કર્યું છે. આ બાદ હિન્દી બોલીવુડ સિનેમામા પોતાની કારકિર્દી ની શરૂઆત ફિલ્મ “પરદેસ” થી કરી હતી. આ ફિલ્મમા તેમણે ગંગા નુ પાત્ર ભજવ્યુ હતુ. ફિલ્મ ની અંદર તે અપૂર્વ અગ્નિહોત્રી તેમજ શાહરૂખ ખાન ની સામે જોવા મળી હતી. પોતાની પ્રથમ ફિલ્મ દ્વારા જ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી.

આ સાથે જ તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેર નો સર્વોત્તમ ડેબ્યુટન્ટ એવોર્ડ થી પણ સમ્માનિત કરવામા આવ્યા હતા. “પરદેસ” જેવી હિટ ફિલ્મ થી બોલિવૂડમા એન્ટ્રી કરનાર મહિમા પોતાની સુંદરતા માટે પણ ખુબ જ જાણીતી હતી, પરંતુ હવે તેમનો લુક ઘણો બદલાઈ ગયો છે. જો તમે તેમના ફોટા જુઓ તો તેમને ઓળખવા મુશ્કેલ છે. તેમણે આમિર ખાન, એશ્વર્યા રાય જેવા મોટા સ્ટાર્સ સાથે પણ ઘણી જાહેરાત શૂટ કરી છે. તે ઘણી જાહેરાતોમા જોવા મળે છે અને તેમણે ટી.વી પર કામ કર્યું હતુ.

આ ટી.વી. પર તેમનુ કામ જોતા દિગ્દર્શક સુભાષ ઘાઇ ની નજર મહિમા પર હતી અને આ બાદ તેમને ફિલ્મ ‘પરદેસ’ માટે કાસ્ટ કરી હતી. આ ફિલ્મ ની અંદર શાહરૂખ ખાન ની સાથે જ તેઓ મુખ્ય ભૂમિકામા જોવા મળી હતી. આ ફિલ્મ ની અંદર દર્શકો દ્વારા તેમના પાત્ર ને ખૂબ જ પસંદ કરવામા આવ્યુ હતુ અને આ ફિલ્મ દ્વારા જ તે રાતોરાત એક સુપરસ્ટાર બની હતી. આ બાદ તેમને બોલિવૂડ ની ઘણી સારી ફિલ્મોમા કામ કર્યું પરંતુ તેમની મોટાભાગ ની ફિલ્મો કંઈ ખાસ ન રહી. જાણવા મળતા અહેવાલો પ્રમાણે એવું કહેવામા આવે છે કે મહિમાનુ અફેર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે હતુ. તેમનો પ્રેમ લગભગ છ વર્ષ ચાલ્યો.

આ બાદ વર્ષ ૨૦૦૬મા ઉદ્યોગપતિ બોબી મુખરજી સાથે તેમના વિવાહ થયા પણ આ સંબંધો લાંબા સમય સુધી ન ટક્યા. વર્ષ ૨૦૧૩મા તે પોતાની પતિથી અલગ થઈ ગઈ. બંને ની એક પુત્રી છે અને તેનું નામ એરિઆના છે. તેમણે ફરી એકવખત ફિલ્મી જગત મા પોતાનુ ભાગ્ય અજમાવ્યુ પણ તે સફળ ન થઈ શકી. તેણે રિયાલિટી શોમા પણ પ્રયાસ કર્યો પણ ત્યાં થી પણ તેમને નિરાશા જ હાથ લાગી. હવે તે ફિલ્મી જગત ની પાર્ટીઓ, ઇવેન્ટ્સ તેમજ ફોટોશૂટ નો ભાગ હોવાનુ જોવા મળે છે. જો આપણે તેમના લુક વિશે વાત કરીએ તો પહેલા તેમજ અત્યાર મા ઘણો મોટો તફાવત જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *