પિત્ત તેમજ પાચનથી લગતા તમામ રોગો માટે ખુબ જ અસરકારક છે આ આયુર્વેદિક ઔષધી, જાણો તમે પણ

ભારતમાં આવેલા બધા મસાલાઓ વિશ્વ માં પ્રખ્યાત મસાલા છે. મસાલા નો ઉપયોગ સ્વાદ વધારવા માટે જ થાય છે એવું નથી. ઘણા મસાલાનો ઉપયોગ આયુર્વેદિક દવામાં પણ વપરાય છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલાથી ઘણી મોટામાં મોટી બીમારી દૂર થાય છે. જો તમે તમારા ઘરમાં ધાણાજીરું ઓછા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય તો તેનો ઉપયોગ વધારો જોઈએ તે આપણા સ્વાથ્યને નિરોગી અને સારુ બનાવે છે.

આપણા રોજિંદા જીવનમાં વપરાતું જીરું સ્વાદમાં જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ સારું બનાવે છે. ખૂબ જ પૌષટિક ધાણાજીરું સૂકા ધાણા અને સૂકા જીરૂથી બનાવમાં આવે છે. બધા ના ઘરે ધાણાજીરું તેની સિઝન દરમિયાન બનતું જ હોય છે. ધાણાજીરું ને આર્યુવેદમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ધાણાજીરું આપણા ભોજનમાં સ્વાદમાં વધારો કરે છે. આરોગ્ય માટે અને સોંદર્ય માટે અલગ અલગ પ્રકાર થી ધાણાજીરું નો ઉપયોગ થાય છે.

ધાણાજીરું પિત સમાવનાર રુચિ વધરવા માટે ઉપયોગી છે તે દાળ અને શાકમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. ધાણામાં અનેક ગુણો રહેલા હોય છે તેથી તેને માંગલિક ગણવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં ગોળધાણા વેચવાનો રિવાજ હોય છે. દેવ મંદિર માં વેચાતી પનજુરીમાં પણ ધાણાજીરુંનો ઉપયોગ થાય છે.

ધાણાજીરું નું સેવન કરવાથી ગરમીમાં આવતો તાવ ,શરીરમા થતા બળતરા જેવી બધી સમસ્યામાં રાહત આપે છે. તેનુ પાણી બનવાની રીત એક તપેલીમાં આઠ ગ્લાસ પાણી લેવું તેમાં ચાર ચમચી ધાણાજીરૂ પાવડર મિક્સ કરવો.પાણી બળી ને છ ગ્લાસ થાય ત્યાં સુધી તેને ઉકાળવું ત્યારબાદ તેને ઠંડુ થવા દો તે ઠંડુ થાય પછી તેને એક માટલામાં ભરી રાખવું અને દિવસમાં તેને દરરોજ પીતા રહેવું. તેને સતત પીવાથી પરસેવો વળીને બહાર નીકળે છે અને તાવ પણ ઉતરી જશે. અને શરીરમા રહેલો ખરાબ કચરો ટોયલેટ વાટે બહાર નીકળી જશે.

ધાણાજીરુંમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વઈરલ ગુણ ધરાવે છે અને રોગ્રતિકારક શકિત વધારે છે. જો કોઈ વ્યક્તિને નિદ્રા ન આવવાની બીમારી હોય તો તે દૂર થાય છે. અને ધાણાજીરું નું સેવન કરવાથી ડાયાબિટીસને થતી અટકાવે છે. તમારી સ્કિનને લગતી સમસ્યા દૂર કરે છે અને તેને મુલાયમ પણ બનાવે છે. ડાયાબિટીસ ના દર્દી માટે ઘણાજીરું ખૂબ ફાયદાકારક છે.

તેમાં રહેલા ફ્લેવે નોઈડ , પોલિફેનોલ ,બી-કેરોટીનોઇડ શરીરના ગ્લુકોઝને કંટ્રોલમાં રાખે છે. ધાણાજીરૂ શરીરમા ખાંડની માત્રા ઘટાડે છે અને ઈન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. અને શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલમાં લાવે છે. વ્યક્તિને કોઈ જીવલેણ રોગોથી બચાવે છે.પાચનક્રિયા માટે પણ ઘણાજીરુ ખૂબ ઉપયોગી છે. ઘણાનું સેવન કરવાથી બાઇબલ એસિડ મળે છે. જે આપણા પાચનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનુ સેવન કરવાથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

વજન વધારવા માટે કેળા સાથે ઘણાજીરું નો ઉપયોગ કરવાથી વજન જલ્દીથી વધે છે. રાત્રે બે ચમચી જીરું પલાળી તેને સવારે ચાવીને ખવાથી વજન ઘટવા લાગે છે. ધાણામા રહેલા એન્ટીસેપ્ટિક ગુણ ના લીધે ચામડી ને લગતા રોગો જેમ કે ખીલ, કાળા ધબ્બા, સોજો આવવો, લાલ ચાઠા જેવી બધી તકલીફો દૂર થાય છે. જે વ્યક્તિને ઉનાળામાં નશકોરી ફૂટતી હોય તેવા વ્યક્તિએ લીલા ધાણા નો રસ કાઢીને તેના અંદર કપૂર મિક્સ કરી દો. પછી તે મિશ્રણના ૨ ટીપાં નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *