નિયમિત રાત્રે સુતા પહેલા કરવું જોઈએ આ ખાસ “ચા” નું સેવન, આખી રાત ઘટતું રહેશે વજન, શરીરની વધારાની ચરબી ઘટાડવાની સાથોસાથ મળશે આવા અન્ય સ્વાસ્થ્યવર્ધક લાભ

આજે આ લેખમા આપણે જાણીશુ કે,  ચા પીવાથી વજન કેમ ઓછુ થાય છે અને તેના ફાયદાઓ વિશે. આ વળી  કેવી ચા છે, જેને રાત્રે પીવામા આવે તો વજન  ઘટાડે છે.  તો આજે આપણે આ ચા વિશે જાણીશુ કે, જેનુ  નામ ઓલોંગ ટી છે. જે શરીરમા ચરબી ખુબ જ ઝડપથી ઓછી કરે છે. બધા લોકો વજન ઓછો કરવા માટે ઘણી બધી કોશીશો કરતા રહેતા હોય છે. આ કોઇ સરળ કામ નથી. વજન ઓછુ કરવા માટે ધીરજની જરૂર પડે છે , તંદુરસ્ત જીવનશૈલી અને મજબુત મનોબળ હોવુ જોઇએ.

યુનિવર્સિટી ઓફ ત્સુકાબાનાના એક અભ્યાસ મુજબ સાબિત થયુ છે કે, આ ચા પીવાથી શરીરમા રહેલ ચરબી દુર થાય છે. આના ફાયદા ગ્રીન ટીના ફાયદા જેટલા જ છે. આ અભ્યાસમા વીસ થી પચાસ વર્ષ સુધીના બાર જેટલા લોકોનો સમાવેશ થયો હતો. તેમના પર પંદર દિવસ અભ્યાસ કરવામા આવ્યો હતો.

આ અભ્યાસમા જણાવામા આવ્યુ છે કે આ ચામા શુદ્ધ કેફિન હોય છે. જે આપણા શરીરમા વીસ ટકા ઝડપથી ચરબી ઓછી કરવાનુ કામ કરે છે.  યુનિવર્સીટીના સિનિયર પ્રોફેશર કુંપી ટોક્યુંઆમા કહે છે કે જ્યારે આપણે ઊંઘમા હોય ત્યારે આ ચામા રહેલ ઉત્તેજક શક્તિઓ વજન પર કાબુ કરે છે.

ચા બનાવાની સામગ્રી :

ઓલોંગ ચાના પાન અને એક પ્યાલો પાણી.

બનાવાની રીત :

એક તપેલીમા એક વાટકો પાણીને ઉકાળવા મુકવુ જોઇએ. તે ઉકળી જય એટલે ગેસને બંધ કરી દેવિ જોઇએ. ત્યારે તેમા ચા ના પાન ઉમેરવા જોઇએ અને તેને ઢાંકી દેવુ જોઇએ. તે પેક રહેવુ જોઇએ. આમ પાંચ મિનિટ માટે રાખવુ જોઇએ. ત્યારબાદ તેના સારા સ્વાદ માટે તમે તેમા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે ચા.

આ ચાને તમે એક દિવસમા બે થી ત્રણ વાર પી શકો છો. આને વધારે પડતી ન પીવી જોઇએ. આને વધારે માત્રામા લેવાથી અનિન્દ્રા, તણાવ, ચિંતા, ડીપ્રેશન, વારંવાર પેશાબ, પેટની સમસ્યા અને માથાનો દુખાવો વધે છે.

ચા પીવાથી થતા ફાયદાઓ :

મધુપ્રમેહ મટે :

આ ચાને નિયમિત રીતે પીવાથી મધુપ્રમેહનો ખતરો ઓછો થાય છે. આ સમસ્યાથી પીડાતા લોકો માટે  આ ચા નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

હ્રદય માટે :

આની સારી અસર આપણા હ્રદય પર પડે છે. એક અભ્યાસમા જાણવા મળ્યુ છે કે, આના સેવનથી હ્રદયની બીમારીઓ ઓછી થાય છે અને તેનો હુમલો આવવાનુ જોખમ પણ ઓછુ થાય છે. તે આપણા હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે.

સ્તનના કેન્સર માટે :

આ ચાના ફાયદા જેટલા ગ્રીન ટીના ફાયદા છે તેટલા જ છે આપણા શરીરમા. તેથી આ આપણા શરીરમા સ્તનના કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને તેના કોષોનો નાશ કરે છે.

મગજ માટે :

આમા કોફી અને સાદી ચા ની જેમ કેફિનની માત્રા હોય છે. આ આપણા શરીરમા ચેતાતંત્રો અને મગજની કામગીરીને વધારવામા મદદ કરે છે. મગજમા રહેલ કોષોને પુન:જીવીત કરે છે અને તેના કામને વધારે છે. આ આપણા શરીર માથી થકાનને પણ દુર કરે છે. આના વજન ઘટાડવા સહિતના અનેક ફાયદા આપણા શરીરમા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *