મોટેભાગે બધાએ પાણી ની નદી તો જોઈ જ હશે પણ ક્યારેય સાંભળ્યું છે પથ્થરની નદી વિશે, વૈજ્ઞાનિકો પણ તેનો રહસ્ય શોધવામા થયા અસફળ…

મિત્રો, રશિયામા એક એવી નદી સ્થિત છે જેને પથ્થરની નદી અથવા તો સ્ટોન નદી તરીકે ઓળખવામા આવે છે. આ નદી ૨૦ મીટર લાંબી છે. તેમા દસ ટન વજન ધરાવતા પથ્થરો સમાવિષ્ટ છે. તમે નદીમા પાણીની સાથે પથ્થરો તો અવશ્યપણે જોયા હશે પરંતુ, શુ તમે ક્યારેય એવી નદી જોઈ છે કે, જે પથ્થરોમાથી બનેલી હોય?

તો ચાલો આજે આ લેખમા આપણે એક એવી નદી વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે જ્યા અસંખ્ય પથ્થરો નદીની જેમ વળાંકવાળા છે પરંતુ, તેમા ક્યારેય એક ટીપુ પાણીનુ પણ વહેતુ નથી. આ નદી રશિયામા સ્થિત છે. આ સ્થાન વૈજ્ઞાનિકો માટે ઘણીબધી ગુંચવણોથી ભરેલ છે, જેને તેઓ હજુ વર્તમાન સુધી હલ કરી શક્યા નથી.

પ્રકૃતિ ના આ અજીબ ચમત્કારનુ નામ ‘સ્ટોન રીવર’છે, અમુક લોકો તેને ‘સ્ટોન રન’ ના નામથી પણ ઓળખે છે. નદીમા અંદાજે છ કિલોમીટર સુધી તમને માત્ર પથ્થરો જ દેખાશે. આ પથ્થરોના દ્રશ્યને જોઈને તે નદીમા પાણીનો પ્રવાહ વહેતો હોય તેવું લાગે. આ નદી ૨૦૦ થી લઈને ૭૦૦ મીટરના મોટા પ્રવાહોનુ સ્વરૂપ લે છે. અહી દસ ટન વજનવાળા પથ્થરો ચાર થી છ ઇંચ જેટલા જમીનમા દબાયેલા છે.

આ સ્થળે આટલા બધા પથ્થરો ક્યાથી આવ્યા અને તેમણે નદીનુ રૂપ કેવી રીતે લીધુ હશે, હજુ સુધી આ પ્રશ્નોના સચોટ જવાબ મળ્યા નથી પરંતુ, અમુક વૈજ્ઞાનિકો એવુ માને છે કે, અંદાજે ૧૦ હજાર વર્ષ પહેલા ઊંચા શિખરો ગ્લેશિયર તૂટીને નીચે પડ્યા હશે, જેના કારણે આ વિચિત્ર નદીની રચના થઈ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *