માત્ર એક ચુટકી હિંગ રોજ પાણીમા ભેળવીને સતત અઠવાડિયા સુધી પીવામા આવે તો થઇ જશે કાયા કલ્પ, મળે છે આવા જબરદસ્ત ફાયદાઓ, જાણો તમે પણ…

મિત્રો, આપણા ભારતીય રસોઈઘરમા એવી અનેકવિધ વસ્તુઓ આવેલી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ઔષધિનુ કાર્ય કરે છે. અ વસ્તુઓમાંથી એક વસ્તુ છે હિંગ. તેને અંગ્રેજીમા “એસફેડિક” તરીકે પણ ઓળખવામા આવે છે. આ વસ્તુ તમને દરેક ભારતીય રસોઈઘરમા સરળતાથી મળી આવે છે. વળી, સામાન્ય રીતે ભોજનમા સ્વાદ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામા આવે છે પરંતુ, આયુર્વેદમા તેને એક ઉચ્ચ શ્રેણીની ઔષધ માનવામા આવે છે.

આયુર્વેદ મુજબ સામાન્ય પેટ દર્દ હોય કે સ્ત્રીઓને માસિકનો દુ:ખાવો આ વસ્તુના સેવનથી તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે નિયમિત એક ચપટી હિંગને પાણીમા ઉમેરીને તેનુ સેવન કરો છો, તો તેનાથી ફક્ત તમારુ સ્વાસ્થ્ય જ તંદુરસ્ત નહિ રહે પરંતુ, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. તો આજે આ લેખમા આપણે હિંગના સેવનથી થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

લાભ :

  • જો સ્ત્રીઓ નિયમિત એક ચપટી હિંગને પાણીમા મિક્સ કરી તેનુ સેવન કરે તો તેમને માસિક દરમિયાન થતી અસહ્ય પીડામા રાહત મળે છે.
  • આ વસ્તુ પાચન માટે પણ રામબાણ ઈલાજ છે. હિંગનુ પાણી એ પાચનશક્તિ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિતપણે આ હિંગના પાણીનુ સેવન કરો તો તમારી પાચનશક્તિ મજબૂત બને છે. વાસ્તવમા આ પાણીનુ સેવન કરવાથી શરીરમા બની રહેલ એસિડ ખતમ થઇ જાય છે અને પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે.

  • આયુર્વેદમા આ વસ્તુને એક શક્તિવર્ધક ઔષધ તરીકે પણ ઓળખવામા આવે છે. જો તમે નિયમિત આ વસ્તુનુ સેવન કરો છો તો તમારી શારીરક ઉર્જામાં પણ વૃદ્ધિ થાય છે.
  • કિડની માટે પણ હિંગનુ પાણી એક શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચાર છે. નિયમિત રૂપથી આ પાણીનુ સેવન કરવાથી ધીમે-ધીમે કિડનીને ખરાબ કરવાવાળા જીવાણુઓનો નાશ થાય છે.

  • આ વસ્તુ હાડકાઓ માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. નિયમિતરૂપે આ હિંગના પાણીનુ સેવન કરવાથી આપણા હાડકા મજબુત બને છે.
  • આ સિવાય જો તમારા દાંતમાં સડો થઈ ગયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પણ નિયમિત સુતા પહેલા હુંફાળા પાણીમા એક ચપટી હીંગ ઉમેરીને તેનુ સેવન કરો, જેથી દાંત સાથે સંકળાયેલ સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે.

  • આ સિવાય સ્કીન સાથે સંકળાયેલ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ તે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારા શરીરમા ખંજવાળ આવી રહી હોય તો આ વસ્તુ તમને તે સમસ્યામાંથી પણ મુક્તિ અપાવી શકે છે.
  • હીંગ એ એક ખૂબ જ સારુ એવુ એન્ટિઓક્સિડન્ટ છે. આ પાણીનુ સેવન કરવાથી શરીરની ગંદકી સાવ સરળતાથી બહાર નીકળી જાય છે અને શરીરમા અનેકવિધ પ્રકારના સંક્રમણોનો અંત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *