કોઈપણ પ્રકારના ખર્ચા કે દવા વગર હાડ કળતર, ગમે તેવો તાવ, માથુ કે શરદી માટે આ છે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર…

મિત્રો, આપણુ આયુર્વેદ શાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા અનેકવિધ વસ્તુઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત બનાવી શકો છો. આજે આ લેખમા અમે તમને અમુક એવા આયુર્વેદના સરળ નુસ્ખાઓ વિશે જણાવીશુ કે, જે તમારા સ્વાસ્થ્યને નીરોગી રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે તો ચાલો જાણીએ.

જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે ૧૦ ગ્રામ ધાણા અને સાકરને ૬૦ મિલી પાણીમા એક કલાક માટે પલાળીને રાખો અને ત્યારબાદ તેને મસળી અને ગાળીને તેનુંસેવન કરો તો તમને બે કલાકમા જ આમદોષની સમસ્યામાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમને તાવની સમસ્યા થઇ હોય તો ૩-૬ ગ્રામ મરી વાટીને ૪૦૦ મિલી પાણીમા ઉકાળીને તેનો આઠમો ભાગ બાકી રહે ત્યારે તેમા ૨૦ ગ્રામ સાકર ઉમેરીને તેનુંસેવન કરો તો તમને તાવની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે અનાનસના રસ મધ સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો પણ તમને તાવની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સિવાય જો તમને ખૂબ જ વધારે પડતી તાવની સમસ્યા હોય તો માથા પર એકધારુ પાણી રેડો અને તાવ નરમ પડી જાય. આ સિવાય આડું અને ફુદીનાનો ઉકાળો તૈયાર કરીને તેનુ નિયમિત સેવન કરવામા આવે તો પણ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત ગરમ કરેલા દૂધમા હળદર અને મરી મિક્સ કરીને તેનુ સેવન કરો તો પણ તમને તાવની સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય છાણથી લીંપેલા જમીન પર એરંડાનાં પાન પાથરી રાખીને થોડા સમય પછી તે જ પાન તાવથી પીડાતા રોગીના શરીર પર લગાવવામા આવે તો પણ તમને તાવની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે કળતરની સમસ્યાથી પીડાતા હોવ તો વડના પાનનો ઉકાળો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે ફુદીના અને તુલસીનો ઉકાળો તૈયાર કરીને તેનુ નિયમિત સેવન કરો તો તે પણ તાવની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. સફરજનના વૃક્ષની ચાર ગ્રામ છાલ અને પાન ૨૦૦ ગ્રામ ઊકળતા પાણીમા નાખીને ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખી ગાળી લો અને તેમા એક ચમચી લીંબુનો રસ તથા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને ગભરામણની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે.

આ સિવાય આમલાના શરબતનુ સેવન પણ તાવની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તાવની સમસ્યાને દૂર કરવા માટે દાડમ અને સંતરાના રસનુ સેવન પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય મેલેરિયાની સમસ્યાને દૂર કરવા માટે ૩ ગ્રામ કરિયાતું અને ૨ ગ્રામ સૂંઠનો ભૂકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવુ અને વહેલી સવારે ઉઠીને ભૂખ્યા પેટે તેનુ સેવન કરવુ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે

આ સિવાય જો તમે ગંઠોડાનું ચૂર્ણ મધમા મિક્સ કરીને તેનુ સેવન કરો અને ત્યારબાદ તેના પર ગાયનુ ગરમ દૂધ પીવો તો તમને ટાઢિયો તાવ મટે છે. આ સિવાય પાણીમા નમક ઉમેરીને તેને ઉકાળીને પીવાથી તમને ટાઢીયા તાવની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય ગળો, પિત્તપાપડો, નાગરમોથ, કરિયાતું અને સૂંઠ એકસમાન માત્રામા અધકચરા ખાંડીને ઉકાળો કરીને તેનું સેવન કરો તો તમને તાવની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *