કપડા ધોતા પેહલા તમારા વોશિંગ મશિનમા નાખી દો ખાલી આ એક વસ્તુ, તમારો સમય તો બચશે જ અને સાથોસાથ કપડા પણ થઈ જશે એકદમ સાફ…

મિત્રો, એક સામાન્ય વ્યક્તિ દર અઠવાડિયે અંદાજીત ચાર કલાક કપડા ધોવા પાછળ એટલે કે લોન્ડ્રી પાછળ ખર્ચતો હોય છે. જો કે વર્તમાન સમયના વોશિંગ મશીન એટલી બધી સુવિધાઓ આવી ગઈ છે કે, તે બધુ જાતે જ કરતા હોય છે પરંતુ, તેમછતા આપણે એક નાનકડી ટ્રીકથી આ કપડા વોશ થવાની ગુણવત્તા તેમજ તેની પાછળ બગડતા સમયને બચાવી શકીએ છીએ.

જો તમારા ઘરમા  ઘેરા રંગના વધુ પડતા વસ્ત્રો હોય તો તો આ ટ્રીક તમારા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થશે. આ માટે તમારે ફક્ત એક વેટ વાઇપનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ વેટ વાઇપનો ઉપયોગ આપણે આપણા સંતાનોને સ્વચ્છ કરવા માટે કરતા હોઈએ છીએ અને મુસાફરી દરમિયાન હાથ સાફ કરવા કે પછી મોઢું સાફ કરવા માટે કરતા હોઈએ છીએ. આ જ વેટ વાઇપને તમારા કપડા વોશિંગ મશીનમાં ધોવા નાખતા પહેલાં તેમા ઉમેરવાનુ છે અને ત્યારબાદ જે થશે તેને તો તમે જોતા જ રહી જશો.

આ એક એવી ટ્રીક છે જેનાથી તમને લાભ અવશ્યપણે થશે. વેટ વાઇપ્સ એ તમારા પોશાક પર જે ધોવાયા બાદ જે લીન્ટ એટલે કે અન્ય પોશાકના જીણા-જીણા દાણા જેવા ટુકડા લાગી જાય છે, તે તેમજ વાળ ને સાવ દૂર કરી દે છે. વેટ વાઇપ એ આવા પ્રકારના તત્વોને કપડામાથી શોષવાનુ કાર્ય કરે છે. આ બધા જ રજકણો તે વેટ વાઇપ સાથે ચોંટી જાય છે અને પરિણામે તમારો પોશાક પહેલા કરતા પણ વધુ સાફ દેખાય છે અને તમારા પોશાક ધોવાયા બાદ તેના પર ચોંટી જતી આ જીણા પાર્ટીકલ્સ દૂર નથી કરવા પડતા.

આ પ્રયોગ કેવી રીતે કરવો?

આ માટે તમારે સૌથી પહેલા ૩-૪ વેટ વાઇપ્સ લેવાના છે, ત્યારબાદ તેને તમારે વોશિંગ મશીનમા નાખી દેવાના છે. જ્યારે વોશિંગ મશીનનો ડ્રમ ફરવા લાગશે ત્યારે વાઇપ વસ્ત્રો સાથે મિક્સ થઈ જશે અને તે કપડા પર લાગેલા ઝીદી દાગ, વાળ તેમજ કપડાની જીણી કણીઓ પોતાની તરફ ખેંચી લેશે. તમારે દર વખતે નવા વાઇપ્સનો ઉપયોગ કરવાનો રહેશે તો જ તમને સંતોષકારક પરિણામ મળશે.

જે વેટ વાઇપ્સનો ઉપયોગ તમે કરવા માંગો છો તો તે સરળતાથી તૂટી જાય તેવા ના હોવા જોઈએ. તેની મજબૂતી જોવા માટે તેને ફાડવાનો પ્રયત્ન કરો, જો તેમ ના થાય તો આ પ્રયોગ માટે તે પરફેક્ટ વાઇપ્સ છે. વેટ વાઇપ્સની જગ્યાએ કાગળ કે ફેબ્રિકનો ઉપયોગ ના કરો કારણકે, કાગળ એટલા મજબૂત નથી હોતા અને જો તમે તેનો ઉપયોગ કરશો તો ઉલટાના તમારા કપડા ગંદા થઈ જશે અને જો તમે ફેબ્રિક વાઇપ્સનો ઉપયોગ કરશો તો તેનાથી તમને કોઈ લાભ નહી થાય. તમને કોઈ જ પરિણામ નહી મળે.

જો તમે ના ઇચ્છતા હોવ કે તમારા કપડામા વેટ વાઇપ્સની સુગંધ ઘુસી જાય તો તમારે એન્ટીબેક્ટેરિયલ અથવા તો સુગંધ વગરના વાઇપ્સનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો તમારે થાડ ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે રાહ ના જુઓ અને આજે જ અજમાવો આ ટ્રીક, પછી જુઓ ચમત્કાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *