જો તમને પણ તમારા શરીરમાં જોવા મળે આ ૭ લક્ષણો, તો સમજી લેવું તમારું શરીર અંદરથી છે બીમાર, જાણો તમે પણ…

બધા એવું ઇચ્છતા હોય છે કે તેનું સ્વાસ્થ હમેશા માટે સારું રહે તે હમેશા નીરોગી રહે. તેથી તે હમેશા તણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે. તેના માટે ઘણા લોકો અનેક ઘરેલુ ઉપાયો પણ કરતાં હોય છે. તે કરવા છતાં પણ શરીર ક્યારેક નબડું પડી જાય છે. તેના માટે આજે આપણે થોડિક જાણકારી મેળવીએ.

બધા લોકો હમેશા તંદુરસ્ત રહેવા માંગતા હોય છે. પરંતુ ઘણા લોકો તેની દિનચર્યા અને ખાવા પીવા પર સરખી રીતે ધ્યાન આપતા નથી તેનામા સરખું ધ્યાન આપવું જોઈએ. મોટા ભાગના લોકો તેના સ્વાસ્થયનું ત્યારે ધ્યાન રાખે છે જ્યારે તેને કોઈ બીમારી થઈ ગઈ હોય અથવા તેના વિષે જણા હોય. ઘણા એવા લક્ષણોથી જાની શકાય કે આપણે સ્વસ્થ નથી. આજે તેના કેટલાક કક્ષનો વિશે જાણીએ. તેને નજર અંદાજ કરવા ન જોઈએ.

ખરાબ ત્વચા :

ઘણી વાર ત્વચા પણ એક બીમારી જ છે. તેનાથી ઘણી બીમારી વિષે જાણી શકાય છે. ખીલ થવાનું કારણ ખરાબ જીવનશૈલી, હાઇજિન, નીંદર, પાચન અને ખાણીપીણી સાથે જોડાયેલ હોય છે. તેના માટે તમારે તમારી જીવનશૈલી અને ખાણી પીણીને સુધારવાની જરૂર રહે છે. તેનાથી મોટી સમસ્યા પણ થઈ શકે છે.

આંખ સ્વસ્થ ન હોવી :

આંખની રોશની કમજોર પડે તે ઘણી બીમારીઓનું લક્ષણ હોય છે. નિષ્ણાંતના કહેવા રમાને આંખના ઉતકોનું સાફ હોવું, સ્વસ્થ આંખો હોવાનું કારણ છે. આંખ પીળી પાસવા લાગે ત્યારે ગોલબ્લેડર, લીવર પૈક્રિયાસની તકલીફ થઈ શકે છે. આંખા લાલ થવી અને ખરાબ સ્વાસ્થ્ય માટેના સંકેત છે. નિંદર સરખી ન થવી અથવા આંખોમાં ખૂબ વધારે દબાણ હોવું એ પણ લક્ષણ છે.

નખનો રંગ અને તેની બનાવટ :

નખનો આકાર અને તેના રંગ પરથી જાણી શકાય કે આપણે તંદુરસ્ત છીએ કે નહીં. નખ પીળા થાય ત્યારે આપણના શરીરમાં લોહી પરિભ્રમન સરખું થતું નથી તેના લક્ષણ છે. તેની સાથે લોહીનું પ્રમાણ વધારે નથી તે પણ સૂચવે છે. ઘણા લોકોને ધૂમ્રપાન અથવા ખરાબ નેલપોલીસ ને લીધે પણ આ થઈ શકે છે. નખ સારી રીતે વધતાં ણ હોય તો શરીરમાં ન્યુટ્રિશનની ખામી હોય છે.

નસકોરાં બોલવા :

ઘણા લોકોને વધારે જોરથી નસકોરાં બોલતા હોય ત્યારે ગંભીર બીમારીનું લક્ષણ છે. તેનાથી ઊંઘની તકલીફ, વજનમાં વધારો, હ્રદયને લગતી બીમારી વગેરે જેવી તકલીફ થવાનું સૂચવે છે. ઘણા લોકો આને સામાન્ય સમજે છે પરંતુ આ બીમારી નો લક્ષણ છે. તે લોકો સ્વસ્થ નથી. તમારે પણ આ તકલીફ થાય ત્યારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

પેટમાં ગેસ થવો અને યુરીનનો રંગ :

નિષ્ણાતના કહેવા પ્રમાણે સ્વસ્થ માણસ સરેરાશ એક દિવસમાં ૧૦ થી ૨૦ વાર ગેસ પાસ કરે છે. તેનાથી વધારે ગેસ બને તો તમારે સ્વસ્થ ન રહેવાના સંકેત છે. તેનાથી તમારે ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ તેનાથી આ તકલીફ થતી નથી. તેનાથી લૈક્ટોઝ ઇટોર્લરેન્સ, ખરાબ, પાચન અને સીલીએક જેવી બીમારી થઈ શકે છે. જો યુરીનનો રંગ પીળો હોય તો તે કેટલીક બીમારી થવાનું સૂચવે છે.

રોજ થાકનો અનુભવ થવો :

ઊંઘ સરખી અને પૂરી ન થવાથી વધારે થાક લાગે છે. તે ઉપરાંત ડિહાઈડ્રેશન, આયરનની કમી, કસરત ના કરવી અને વધારે ખાંડ વાળું ખાવાથી પણ આ તકલીફ થયા છે. તમને આ અનુભવ વારંવાર થાય ત્યારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *