જો શરીરમા દેખાવા લાગે આવા નવ લક્ષણો તો સમજી લેવુ હોઈ શકે છે વિટામિન બી-૧૨ ની ખામી, શું તમે જાણો છો શરીર માટે કેટલુ મહત્વ નુ છે આ વિટામિન?

મિત્રો, જો તમે શાકાહારી હોવ અને દૂધનુ સેવન ઓછુ કરતા હોવ તો તમારા શરીરમા વિટામિન બી-૧૨ ની ઉણપ સર્જાવાના પૂરા ચાન્સ છે. વિટામિન બી-૧૨ એ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તેની ઉણપથી તમારો સ્ટેમિના પણ ઘટે છે. આ સાથે જ તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. આ વિટામીનની ઉણપના કારણે તમારે સ્કીન સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાઈ શકો.

તમારા શરીરમા લાલ રકતકણોના નિર્માણમા આ વિટામિનનો અગત્યનો ફાળો છે. આ ઉપરાંત જ્ઞાનતંતુઓ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે પણ વિટામિન બી-૧૨ અત્યંત આવશ્યક છે. તે આપણને મીટ, ફીશ, ઈંડા અને ડેરીના પ્રોડક્ટ્સમાથી પણ ભરપૂર પ્રમાણમા મળી રહે છે. મોટાભાગના ડાયબિટિસના દર્દીઓને આ વિટામીનની ઉણપ હોય છે. જો કે, વર્ષો બાદ આ વિટામીન ની ઉણપના લક્ષણો દેખાવાના શરૂ થાય છે, જેના કારણે તેને ઓળખી શકવા મુશ્કેલ છે. આ વિટામીનની ઉણપને ક્યારેક ફોલેટની ઉણપ પણ માની લેવાય છે.

આ વિટામીનની ઉણપ ધરાવતા લોકોની ચામડી અને કીકીનો સફેદ ભાગ પીળો પડી ગયો છે, જે રીતે કમળાની સમસ્યામા થાય છે. આવુ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમા લાલ રક્તકણો બનવાનુ પ્રમાણ ઘટી જાય છે. આ વિટામિન રક્તકણો બનાવવા માટેના આવશ્યક ડી.એન.એ. બનાવવાનુ કાર્ય કરે છે. આ વિટામિન વિના લાલા રક્તકણો બનવામાં મુશ્કેલી થાય છે. આના કારણે તમારા શરીરમા મેગાલોબ્લાસ્ટિક એનિમિયાની સમસ્યા પણ થાય છે, જેમા તમારા બોનમેરોમા બનતા લાલ રક્તકણો મોટા અને નાજુક હોય છે.

આ પ્રકારના રક્તકણો ખુબ જ મોટા હોવાથી બોનમેરો અને બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયા દરમિયાન પસાર થઈ શકતા નથી. જેના કારણે તમારા શરીરમા રક્તપરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઘટી જાય છે અને તમારી ત્વચા પીળી દેખાવા લાગે છે. આવા પ્રકારના રક્તકણો મુલાયમ હોવાથી તે તૂટી પણ જાય છે, તેનાથી શરીરમા બિલીરુબિનનુ પ્રમાણ પણ વધી જાય છે. તે આછા લાલ કે બ્રાઉન રંગનુ તત્વ છે, જે પિત્તાશયમાથી ઉત્પન્ન થાય છે અને જ્યારે તેમા જૂના રક્તકણો તૂટે છે, ત્યારે તે આંખો અને ચામડીને પીળી પાડે છે.

અશક્તિ લાગવી અને થાક ચડી જવો એ આ વિટામિનની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવા પાછળનુ કારણ એ છે કે, આ વિટામિનની ઉણપ હોવાથી તમારુ શરીર યોગ્ય પ્રમાણમા રક્તકણો બનાવી શકતુ નથી અને તેના કારણે શરીરમા ઓક્સિજનનુ યોગ્ય પરિભ્રમણ નથી થતુ. ઓક્સિજનનુ પૂરતુ ભ્રમણ ના થતુ હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધ લોકોમા આ પ્રકારનો એનિમિયા વધુ પડતો જોવા મળે છે, જેને ‘પેરેનિશિયસ એનિમિયા’ કહે છે.

જે લોકોને આ સમસ્યા હોય તેમના શરીરમા ઈન્ટ્રસિક ફેક્ટર નામનુ પ્રોટિન ઉત્પન્ન નથી થતુ. આ પ્રોટીન વિટામીન બી-૧૨ ની ઉણપ સામે આપણને રક્ષણ આપે છે કારણકે, તે વિટામિન બી-૧૨ નો જઠરમા સંગ્રહ કરે છે, જેથી શરીર તેને શોષી શકે. આ વિટામીનની ઉણપની સૌથી મોટી આડઅસર એ છે કે, તે જ્ઞાનતંતુને વધુ પ્રમાણમા હાની હોંચાડે છે. આ વિટામિન મેટાબોલિઝમ માટેનો આવશ્યક મજ્જછેદ બનાવવામા વિશેષ ફાળો ધરાવે છે. આ વિટામીન વિના મચ્છાછેદ અયોગ્ય રીતે તૈયાર થાય છે, જેથી તમારા જ્ઞાનતંતુ યોગ્ય રીતે કાર્ય નથી કરતા.

જો આ અંગે વિશેષ સાવચેતી રાખવામા ના આવે તો તમારા હલનચલનમા ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે તમારુ બેલેન્સ બગડી શકે છે, જેનાથી પડવાનો ભય રહે છે. ૬૦ થી વધુ ઉમરના લોકોમા આ પ્રકારના લક્ષણો વધુ પડતા જોવા મળી શકે છે. જો કે તેની સમયસર સારવાર કરવામા આવે તો ગતિશીલતા સામાન્ય કરી શકાય છે. જો સારવાર ના થાય તો આ લક્ષણો યુવાનીમા પણ જોવા મળી શકે છે.

જો તમારી જીભનો આકાર બદલાઈ જાય, રંગ બદલાઈ જાય અથવા તો જીભ સૂજીને લાલ થઈ જાય તો તમારી જીભ લીસી થઇ જાય છે, આ સાથે જ તેમા ચીરા પણ પડી જાય છે, જેના કારણે તમે યોગ્ય ભોજન નથી લઈ શકતા અને બોલવામા પણ તકલીફ પડે છે. એક સંશોધન પરથી એવુ માલૂમ પડ્યુ છે કે, આમ થવા પાછળનુ કારણ વિટામિન બી-૧૨ ની ઉણપ છે. આ સિવાય મોઢામા ચાંદા પડવા એ પણ વિટામિન બી-૧૨ ની ઉણપ દર્શાવે છે.

આ વિટામિનની ઉણપના કારણે તમને ઘણીવાર શ્વાસ લેવામા તકલીફ પડે છે અને ચક્કર પણ આવી જાય છે, ખાસ કરીને તમે કામ કરો છો ત્યારે આવું વધારે થાય છે. આવુ થવા પાછળનુ કારણ છે તમારા શરીરમા રક્તકણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો. આ પણ વિટામિન બી-૧૨ ની ઉણપનુ અન્ય એક લક્ષણ છે. જો તમે આ સમસ્યાનુ યોગ્ય સમયે નિદાન ના કરાવો તો તમારે જ્ઞાનતંતુઓ અને નેત્રો સાથે સંકળાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *