જો સબ્જી બનાવવી છે લિજ્જતદાર અને ચટાકેદાર તો વાંચો આ લેખ અને આજે જ જાણી લો મસાલા બનાવવાની આ રીત…

આપણે દરરોજ શાક બનાવતી વખતે તેમાં ઘણી બધી પ્રકારના મસાલા ઉમેરતા હોઈએ છીએ પરંતુ, આજે આપણે એક એવો મસાલો તૈયાર કરીશું જેનાથી તમારું કામ સરળ બની જશે અને આ મસાલો ફક્ત પાંચ મિનિટમાં જ બની જશે. તેનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો જેથી તમારી મહેનત પણ બચશે.

આ મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી :

૫૦ ગ્રામ કાજુ, ૪ ચમચી શક્કરટેટીના બીજ, ૪ ચમચી શેકેલા ચણા, ૨-૩ તેજ પત્તા, ૪-૫ લીલી ઈલાયચી, ૧ મોટી ઈલાયચી, ૧ ઈંચ તજનો ટુકડો, ૧૫-૨૦ કાળા મરી, ૧ ચક્ર ફુલ, ૫-૬ લવિંગ, ૨ ચમચી મિલ્ક પાવડર, ૧ ચમચી જીરૂ, ૪ ચમચી ડુંગળી નો પાવડર, ૧.૫ ચમચી સૂંઠ, ૧ ચમચી લસણ પાવડર, ૪-૫ ચમચી ટમેટા પાવડર, ૨ ચમચી ગરમ મસાલા, ૧ ચમચી લીલા મરચા પાવડર, ૪ ચમચી ધાણા પાવડર, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી લાલ મરચું પાવડર, ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ૧/૨ ચમચી સંચળ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ખાંડ નો ભૂકો.

બનાવવાની રીત :

સૌપ્રથમ કાજુ, સક્કરટેટી ના બીજ, શેકેલા ચણા આ બધી વસ્તુને પીસી લો. ત્યારબાદ જેટલા મસાલા લીધા છે તે બધાને મિક્સર માં નાખી ને પીસીને બારીક પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ આ મસાલાને શીખવાનો છે. બે થી ત્રણ મિનિટ સુધી આ મસાલાને શેકી લો. કારણ કે શેકવાથી આ મસાલાને તમે વધારે સમય સુધી રાખી શકો છો.

શાકની ગ્રેવીનો મસાલો :

આ મસાલો બનાવવા માટે થોડો વધુ સમય લાગી શકે છે પરંતુ, એકવાર બનાવ્યા પછી તમે તેને સરળતાથી કોઈપણ શાકભાજીમા નાખીને ઉપયોગ કરી શકો છો.

જરૂરી સામગ્રી :

૪ મોટી ડુંગળી, ૪ ટામેટાં, ૨૫ ગ્રામ આદુ, ૨૫ ગ્રામ લસણ, ૩-૪ સૂકા લાલ મરચાં, ૧ ચમચી હળદર, ૨ ચમચી ચટણી, ૨ ચમચી જીરું, ૧.૫ ચમચી ધાણા પાવડર, ૧ ચમચી ગરમ મસાલો, તેલ જરૂર મુજબ

બનાવવાની રીત :

સૌપ્રથમ પેન માં આદુ, મરચું અને લસણ ના કટકા કરીને ઉમેરો અને તેને ફ્રાય કરી લો. ત્યારબાદ તેમાં ડુંગળી ના કટકા અને ટામેટાના કટકા ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા માટે મૂકો અને પછી મિક્સર જારમાં ઉમેરીને તેની પેસ્ટ બનાવવાની છે. ત્યારબાદ બીજા વાસણમાં તેલ મૂકી ને આ મસાલાને રાંધવાનું છે.

તમારે તેમાં મીઠું ઉમેરવાની જરૂર નથી પરંતુ જ્યારે શાક બનાવો ત્યારે બાફવામાં જ મીઠું નાખી દેવું. આ મિશ્રણને ૨૦ મિનિટ સુધી તેલમાં રાંધવું. ત્યારબાદ તમે તેને ફ્રીઝમાં વધુ સમય માટે સ્ટોર કરી શકો છો. આ મિશ્રણ ઠંડુ થાય પછી તેને તમે કોઈપણ એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકો છો અને જ્યારે પણ શાકમાં તમારે ગ્રેવી બનાવી હોય ત્યારે તમે સીધું તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *