જો ઘરમા જોવા મળે આવા ચાર મોટા સંકેત, તો સમજી લેવું કે માતા લક્ષ્મી થઇ ગયા છે તમારા થી નારાજ…

ઘણી વાર અમુક લોકોના જીવનમાં એવી ઘટના બનવા લાગે છે કે તેનાથી તે ઘણા ચિંતિત થઈ જાય છે. તેના જીવનમાં બદ્ધું ઊલટું થવા લાગે છે. તેના બધા બનેલા કામ બગલવા લાગે છે અને અધૂરા કામ પૂરા થઈ શકતા નથી. આવું થવાનો મતલબ એ છે કે તમારાથી માતા લક્ષ્મી નારાજ છે.

જ્યારે માતા લક્ષ્મી તમારા પર નારાજ થાય ત્યારે તમને ઘણા સંકેતો પણ જોવા મળે છે તેનાથી તમે માતા લક્ષ્મીની ખુશ કરવા માટે ઘણા ઉપાયો કરી શકો છો. આજે આપણે જાણીએ કે માતા લક્ષ્મી નારાજ થવાના હોય ત્યારે કેવા સંકેતો આપે છે તેથી તમે તેને ખુશ કરવા માટેના ઉપાયો કરી સકો અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળી શકે છે.

જે ઘરમાં પરિવારના સભ્ય વચ્ચે એટલેકે પતિ, પત્ની, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થતાં હોય તેવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતાં નથી તેનાથી તે નારાજ થઈ જાય છે અને તે તેના ઘર માથી ચાલી જાય છે. તેથી તમારે તમારા ઘરમાં આવા ઝઘડા ન કરવા જોઈએ અને તેને અટકાવીને તમે માતા લક્ષ્મીને નારાજ થતાં રોકી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો.

તમારા ઘરમાં આવનાર કોઈ પણ મહેમાન અથવા ઘરમાં રહેલા વડીલો અથવા વૃદ્ધોનું અપમાન કરશો તો પણ માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં તે ક્યારેય પણ વાસ કરતાં નથી. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં ક્યારેય પણ અન્નનું અપમાન થાય અથવા ઘરમાં એઠું ભોજન રાખવામા આવે અથવા તેને ફેંકવામાં આવે ત્યારે પણ માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. તેનાથી તે ઘરમાં વાસ કરતાં નથી.

આ ઉપરાંત તમારા ઘરે કોઈ પણ દિવ્યાંગ અથવા ભિક્ષુક ભિક્ષા માંગવા માટે આવે ત્યારે તમારે તેને ખાલી હાથ ન જવા દેવું જોઈએ તમારે તમારી શક્તિ પ્રમાણે તેને દાન આપવું જોઈએ તેને ખાલી હાથ જવા દેવાથી અથવા તેનું અપમાન કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. તેનાથી તમારે ક્યારેય કોઈ ભિક્ષુકનું અપમાન ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *