હવે વાળને સ્ટ્રેટ કરવા નહિ કરવો પડે પાર્લરનો ખર્ચ, આ ઘરેલું કુદરતી ઉપચારની મદદથી કરો ઘરે જ વાળને સ્ટ્રેટ, જાણીલો ઉપચારની રીત…

દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેના વાળ ખૂબ સુંદર દેખાય. સુંદર વાળ હોવાથી તેની સુંદરતામાં વધારો કરે છે. તેથી બધી મહિલાની ઈચ્છા હોય છે કે તેના વાળ સીધા દેખાય તેના માટે તે ઘણી મોંઘી ટ્રીટમેંટ કરાવે છે. તેના માટે ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે. તેનાથી લાંબા સમયે તમારા વાળને નુકશાન થાય છે. તેની સાથે તમારે મહીને મહીને પાર્લરમાં જઈને હેરસ્પા કરાવવો પડે છે. તેમાં વપરાતી વસ્તુમાં ઘણા કેમિકલ્સ રહેલા હોય છે તેનાથી વાળને નુકશાન થાય છે.

આજે આપણે ઘરે કેવી રીતે વાળને સીધા કરવા તેના માટેના ઉપાય આજે આપણે જાણીએ. તે કુદરતી ઉપાય હોવાથી વાળને કોઈ નુકશાન થશે નહીં. આ ઉપાયને બે થી ત્રણ વાર કરવાથી તમને અસર દેખાવા લાગે છે. આને લાંબા સમય માટે કરવાથી તમને ખૂબ લાભ થતો જણાશે. તેનાથી તમારા વાળ હમેશા માટે સીધા થઈ જાય છે. આ પ્રાકૃતિક ઉપાય કેવી રીતે કરવો તેના વિષે આજે આપણે જાણીએ.

તેના માટે તમારે સૌથી પહેલા હેરમાસ્ક લગાવવું જોઈએ તેના આને ત્રીસ દિવસ માટે ઉપયોગ કરવાથી વાળ એકદમ સીધા અને મુલાયમ બની જશે. તેનાથી વાળની ગુણવત્તામાં પણ વધારો થાય છે. તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. તેનાથી તેનો સારી રીતે વિકાસ પણ થઈ શકે છે. આનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. તેને કેવી રીતે બનાવવું તેના વિષે જાણીએ.

હેરમાસ્ક બનાવવા માટેની વસ્તુ :

૧ કપ દહી, ૩ ચમચી એલોવેરા જેલ, ૨ ચમચી હેર ઓઇલ.

તેને લગાવવાની રીત :

તમારે દહીને સારી રીતે હલાવીને તેમાં એલોવેરા જેલ નાખવું અને તેને હલાવીને તેમાં માથામાં નાખવાનું તેલ નાખવું જોઈએ તેને સારી રીતે ભેળવી લેવું. તેને વાળમાં લગાવવા માટે તમારે વાળમાં ઘૂંચ કાઢી લેવી અને તે પછી બે ભાગમાં વહેંચી દેવા. તેને હાથેથી વાળમાં આ લેપને લગાવો. તેના માટે ઉપર પાથીમાં લગાવો અને તે પછી તેને સારી રીતે વાળમાં પણ લગાવો આવી રીતે બંને બાજુના વાળમાં આને લગાવી દેવું.

આ લેપ વાળમાં લગાવ્યા પછી તેને રબ્બર અથવા બકકલની મદદથી વાળને ઉપર બાંધીને રાખવા. આને તમારે વાળમાં અડધો કલાક માટે રાખવું અને તે પછી શેમ્પૂ અને સાદા પાણીથી તેને ધોઈ લેવું. આ ઉપાયને તમારે સપ્તાહમાં એક વાર કરવો. તમારા વાળ વધારે સૂકા હોય ત્યારે આને સપ્તાહમાં બે વાર કરવો. આને એક મહિના સુધી કરવાથી વાળમાં તમને અસર થતી જણાશે.

હેર સ્પ્રે :

બીજી રીત પણ છે વાળને સીધા કરવા માટે તમારે તેના માટે બે જ વસ્તુની જરૂર પડે છે. તેના માટે તમારે કાચા દૂધ અને લીંબુની જરૂર રહેશે. આ બંને વસ્તુ તમારા ઘરમાં સરળતાથી મળી જાય છે. તેનાથી પણ તમે વાળને સીધા કરી શકો છો. તેના માટે તમારે એક લિટર દૂધ લેવું અને તેમાં અડધું લીંબુનો રસ નાખવો. તેને સારી રીતે ભેળવીને તેને સ્પ્રે બોટલમાં ભરી દેવું. તમે જે બોટલમાં ભરો છો તેને સારી રીતે સાફ કરીને જ ભરવું જોઈએ.

તે પછી ધુંચ કાઢીને તેને બે ભાગમાં વહેંચીને તેને એક બાજુથી સ્પ્રે કરતાં જવું અને તેની સાથે દાંતિયો ફેરવતા રહેવું. તેને સારી રીતે લગાવી લેવું. તેને મૂળથી છેળા સુધી લગાવો. તેવી રીતે બંને બાજુએ લગાવવું. આવી રીતે તમારે ત્રણ વાર સ્પ્રે કરવો. તે પછી તેને ૨૦ મિનિટ માટે સુકાવા દેવું. તે પછી વાળને સાદા પાણીથી અને શેમ્પુથી ધોઈ લેવું જોઈએ. આને તમારે સપ્તાહમાં ૨ થી ૩ વાર કરવવું આ કરવાથી એક મહિનામાં તમારા વાળ સીધા બની જશે. આનાથી તમને જરૂર લાભ થતો જણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *